Home /News /eye-catcher /વૈજ્ઞાનિકોએ Alien Skeletonનું જાહેર કર્યું સત્ય! 10 વર્ષથી હતું રહસ્ય
વૈજ્ઞાનિકોએ Alien Skeletonનું જાહેર કર્યું સત્ય! 10 વર્ષથી હતું રહસ્ય
એલિયન
ચિલીના રણ (Chile Desert)માં 10 વર્ષ પહેલા એક એલિયનનું હાડપિંજર (Alien Skeleton Discovered) મળી આવ્યું હતું. તેને લઈને વૈજ્ઞાનિકોમાં ઘણી ઉત્સુકતા હતી. હવે તેના 6 ઇંચના હાડપિંજરનું રહસ્ય બહાર આવ્યું છે.
OMG news: કેટલીક વાર કોઈક લોકોના હાથમાં એવી વસ્તુ લાગી જાય છે કે જેને જોઈને વૈજ્ઞાનિકોને (Scientists Baffled over Alien Skeleton) પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. ચિલીના રણ (Chile Desert)માં કેટલાક ખજાનાના શિકારીઓના હાથમાં 10 વર્ષ પહેલા એક હાડપિંજર લાગ્યું હતું. જેને એલિયન્સનું હાડપિંજર (Alien Skeleton Discovered) માનવામાં આવતું હતું, પરંતુ હવે વૈજ્ઞાનિકોએ આ રહસ્ય જાહેર કર્યું છે.
6 ઇંચનું મમી હાડપિંજર દક્ષિણ અમેરિકા (South America)માં મળી આવ્યું હતું. આ હાડપિંજર 2003માં ચિલીના એટાકામા રણ (Atacama Desert)માં ખજાનાના શિકારી ઓસ્કાર મુનો (Oscar Muño) દ્વારા શોધી કાઢવામાં આવ્યું હતું. આ શોધથી છેલ્લા 10 વર્ષથી વૈજ્ઞાનિકોનું પણ મગજ હલાવી દીધુ છે. ખાસ કરીને મોટી ખોપરી, હાડપિંજરે તમામ લોકોને એ માનવા માટે મજબૂર કરી દીધા હતા કે ક્યાંકને ક્યાંક આમાં એલિયન કનેક્શન જરુર છે.
ખુલ્યું એલિયનના હાડપિંજરનું રહસ્ય ડેઇલી સ્ટારના જણાવ્યા અનુસાર રણમાંથી મળેલા હાડપિંજરમાં 10 પાંસળીઓ અને મોટું માથું હતું, જ્યારે મનુષ્યની 12 પાંસળીઓનું માળખું છે. તેને ચામડાના પાઉચમાં બાંધીને સફેદ કપડામાં લપેટવામાં આવ્યું હતું અને ચર્ચની નજીક મૂકવામાં આવ્યું હતું. આ હાડપિંજરનું નામ એટા રાખવામાં આવ્યું હતું.
2013માં, એક યુએફઓ ડોક્યુમેન્ટરીએ તેના પરદેશી હોવાનો સિદ્ધાંત રજૂ કર્યો હતો. પરંતુ હવે વૈજ્ઞાનિકો કહે છે કે હાડપિંજર ખરેખર ભ્રૂણનું છે. યુનિવર્સિટી ઓફ સ્ટેન્ટન અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાએ સ્વીકાર્યું હતું કે બાળકનું મૃત્યુ ઓછામાં ઓછા 40 વર્ષ પહેલા થયું હશે, જેનો ગર્ભ મળી આવ્યો હતો.
મોટા માથા અને 10 પાંસળીઓનું કારણ વૈજ્ઞાનિકો કહે છે કે ગર્ભનો વિચિત્ર દેખાવ તેની આનુવંશિક સ્થિતિને કારણે હોઈ શકે છે. તેમને લાગે છે કે ભ્રૂણ પોતે જ કોઈ વિચિત્ર રીતે તબીબી સ્થિતિને કારણે હાડકાં વિકસાવે છે. આનુવંશિક વિકારો હાડકાંની રચનાની સમસ્યાઓ, ચહેરાના અપસેટ અને ખોપરીને નુકસાન જેવી સમસ્યાઓનું કારણ બને છે. જે બાળકનો ગર્ભ મળી આવ્યો હતો તે પ્રિમેચ્યોર બર્થનો કેસ હોઈ શકે છે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર