નિર્દોષે 23 વર્ષ જેલમાં વિતાવ્યા, ઘર પહોંચ્યો તો કોઈ જીવતું ન હતું

News18 Gujarati
Updated: July 26, 2019, 3:51 PM IST
નિર્દોષે 23 વર્ષ જેલમાં વિતાવ્યા, ઘર પહોંચ્યો તો કોઈ જીવતું ન હતું
મોહમ્મદ અલી ભટ્ટ

ઘર પહોંચ્યા બાદ ભટ્ટ સૌપહેલા માતા-પિતાની કબર પર પહોંચ્યો હતો અને બંનેની કબર ખૂબ રડ્યો હતો.

  • Share this:
દિલ્હીના લાજપત નગર બોમ્બ બ્લાસ્ટ કેસમાં ધરપકડ કરવામાં આવેલા ત્રણ આરોપીને 23 વર્ષની સજા બાદ રાજસ્થાન કોર્ટે દોષમુક્ત જાહેર કર્યા છે. આ આરોપીઓમાં મોહમ્મદ અલી ભટ્ટનો સમાવેશ થાય છે. મોહમ્મદ અલી ભટ્ટ નિર્દોષ જાહેર સાબિત થયા બાદ જેલમાંથી છૂટીને પોતાના ઘરે પહોંચ્યો ત્યારે તેનું સ્વાગત કરવા માટે ઘરમાં કોઈ હયાત ન હતું. આ 23 વર્ષમાં તેના માતાપિતાનું મોત થઈ ચુક્યું હતું. આટલા લાંબા સમય સુધી અલી ભટ્ટ દિલ્હી અને રાજસ્થાનની જેલમાં બંધ રહ્યો હતો.

પ્રાપ્ત વિગત પ્રમાણે મોહમ્મદ અલી ભટ્ટ, લતીફ અહમદ વાજા અને મિર્ઝા નિસાર હુસૈનની 1996માં લાજપત નગર બોમ્બ બ્લાસ્ટમાં સંડોવણીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જે વખતે તેની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેની ઉંમર ફક્ત 20 વર્ષ હતી. થોડા વર્ષો પછી રાજસ્થાન પોલીસે આ ત્રણેયના નામ દૌસામાં થયેલા બ્લાસ્ટમાં પણ ઉમેરી દીધા હતા.દિલ્હી હાઇકોર્ટે આ ત્રણેય આરોપીઓને નવેમ્બર 2012માં લજપત નગર કેસમાં છોડી મુક્યા હતા, પરંતુ રાજસ્થાન હાઇકોર્ટની સુનાવણીમાં ખૂબ સમય લાગી ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ અઠવાડિયે રાજસ્થાન હાઇકોર્ટે ત્રણેયને દોષમુક્ત જાહેર કર્યા હતા.

મોહમ્મદ અલી ભટ્ટ જ્યારે તેના ઘરે પહોંચ્યો ત્યારે ત્યાં તેનું કોઈ સંબંધી ન હતા. ભટ્ટની માતાનું વર્ષ 2002 જ્યારે પિતાનું 2015માં મોત થઈ ચુક્યું હતું. ઘર પહોંચ્યા બાદ ભટ્ટ સૌપહેલા માતા-પિતાની કબર પર પહોંચ્યો હતો અને બંનેની કબર ખૂબ રડ્યો હતો. આ દરમિયાન ભટ્ટે કહ્યું હતું કે મારી સાથે થયેલા અન્યાયમાં મારી અડધી જિંદગી પસાર થઈ ગઈ છે. હું સાવ તૂટી ગયો છું. મારા માતાપિતા મારી દુનિયા હતા. હવે તેઓ નથી રહ્યા.
First published: July 26, 2019, 3:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading