Alexa gave Penny Challenge: સોશિયલ મીડિયા (Social media weird challenges) પર ઝડપથી વાયરલ થયેલી આ ચેલેન્જમાં ઘણા જોખમો છે. આમાં સિક્કાને કોઈપણ ઇલેક્ટ્રિક સોકેટ સાથે જોડવાની ચેલેન્જ આપવામાં આવે છે.
નવી દિલ્હી. Amazonની ડિજિટલ વોઇસ અસિસ્ટન્ટ એલેક્સા (Alexa) હંમેશા ચર્ચામાં રહે છે. જોકે, આ વખતે એલેક્સા વિશેની ચર્ચાનું કારણ એક 10 વર્ષની છોકરી છે, જેને એલેક્સાએ ખતરનાક ‘પેની ચેલેન્જ' (Penny Challenge) કરવા માટે કહ્યું હતું. તમને જણાવી દઈએ કે પેની ચેલેન્જ વર્ષ 2020માં ટિકટોક (Tiktok) પર આવી હતી. આ (What is penny challenge) ચેલેન્જમાં ઇલેક્ટ્રિક પ્લગના બે છેડાને સિક્કા વડે સ્પર્શ કરવાનો ટાસ્ક (Touching electric wire) આપવામાં આવે છે.
અમેરિકામાં (America) રહેતી ક્રિસ્ટિન લિવડાહલે ટ્વિટર પર આ સમગ્ર ઘટનાની માહિતી આપી હતી. ક્રિસ્ટિને જણાવ્યું કે, તેની પુત્રીએ એલેક્સાને આ ચેલેન્જ વિશે માહિતી આપવા કહ્યું તો તેણે જવાબ આપ્યો કે, પહેલા મોબાઈલ ચાર્જરને અડધું પ્લગમાં લગાડો અને પછી વચ્ચે સિક્કો લગાવીને તેને સ્પર્શ કરો. ક્રિસ્ટિને કહ્યું કે, અમે એલેક્સાનો જવાબ સાંભળ્યો કે તરત જ કહ્યું નહીં, એલેક્સા નહીં. આ પછી અમે Amazonને તેની ફરિયાદ કરી. જોકે, કંપનીએ તેને તરત જ ઠીક કરી દીધું. તમને જણાવી દઈએ કે ‘ધ પેની ચેલેન્જ' નામની આ ખતરનાક ચેલેન્જ લગભગ એક વર્ષ પહેલા Tiktok અને અન્ય સોશિયલ મીડિયા વેબસાઈટ પર દેખાઈ હતી.
સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયેલી આ ચેલેન્જમાં ઘણા જોખમો છે. આમાં સિક્કાને કોઈપણ ઇલેક્ટ્રિક સોકેટ સાથે જોડવાની ચેલેન્જ આપવામાં આવે છે. આ કારણે ઈલેક્ટ્રીક શોક, આગ કે અન્ય પ્રકારનું નુકસાન થવાનો ભય રહે છે. આ ચેલેન્જના કારણે ઘણા લોકોને ગંભીર ઈજાઓ (injured by penny challenge) પણ થઈ છે. ઘણા કિસ્સાઓમાં લોકોએ ઇલેક્ટ્રિક આંચકાને લીધે તેમના હાથ ગુમાવ્યા છે.
જણાવી દઈએ કે આ સમગ્ર ઘટનાની જાણકારી મળ્યા બાદ Amazonએ બીબીસીને આપેલા એક નિવેદનમાં જણાવ્યું કે કંપનીએ એલેક્સાને અપડેટ કરી દીધું છે, જેથી ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ઘટના ન બને. એમેઝોને પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘અમે જે કંઈપણ કરીએ છીએ તેના કેન્દ્રમાં ગ્રાહકનો વિશ્વાસ હોય છે અને એલેક્સા ગ્રાહકોને ચોક્કસ, પ્રાસંગિક અને ઉપયોગી માહિતી આપવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ ખામી વિશે જાણ થતાં જ અમે તેને સુધારવા માટે તાત્કાલિક પગલાં લીધાં.’
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર