આલ્બર્ટ આઈન્સ્ટાઇને સ્વહસ્તે લખેલા દુર્લભ પત્રના 1.2 મિલિયન ડૉલર ઉપજ્યા, જાણો શું લખ્યું હતું પત્રમાં

(Image Credit: AP)

આઇન્સ્ટાઇન સ્વહસ્તે સમીકરણ લખાયું હોવાનો પત્ર આર આર ઓક્શન દ્વારા વેચવામાં આવ્યો હતો, અધધ ડૉલરમાં થઈ હરાજી

  • Share this:
નવી દિલ્હી. આલ્બર્ટ આઈન્સ્ટાઇન (Albert Einstein)નો પ્રખ્યાત E=mc2 સિદ્ધાંત ગણિત-ફિજીકસ (Physics)માં પાયાનો પથ્થર છે. તેમનું આ સમીકરણ અમૂલ્ય છે. પણ તેમના જ હાથે E=mc2 સમીકરણ લખાયેલા પત્રની 1.2 મિલિયન જેટલી તોતિંગ રકમ ઉપજી છે. હરાજી કરનાર બોસ્ટન (Boston)ની સંસ્થાનું કહેવું છે કે, આ પાત્રની કિંમત ધાર્યા કરતાં ત્રણ ગણી ઉપજી છે.
જે સમીકરણે આખી દુનિયાની દૃષ્ટિ બદલી નાંખી તેને આઇન્સ્ટાઇને લખ્યા હોવાના ત્રણ ઉદાહરણ હોવાનું કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (California Institute of Technology) અને હીબ્રુ યુનિવર્સિટી ઓફ જેરુસલેમ (Hebrew University of Jerusalem)ના આઇન્સ્ટાઇન પેપર્સ પ્રોજેક્ટ (Einstein Papers Project)ના આર્કાઇવ્સ્ટ્સનું કહેવું છે.

આઇન્સ્ટાઇન સ્વહસ્તે સમીકરણ લખાયું હોવાનો પત્ર આર આર ઓક્શન (RR Auction) દ્વારા વેચવામાં આવ્યો હતો. જેનું કહેવું છે કે, આ ચોથું ઉદાહરણ છે. જે ખાનગી સંગ્રહમાં હતું. આ પત્રની હરાજીથી 400,000 ડૉલર ઉપજે તેવી અપેક્ષા હતી.

આ પણ જુઓ, કોરોના ટેસ્ટના ડરથી આસામમાં રેલવે સ્ટેશનથી એક સાથે ભાગ્યા 400 મુસાફરો, Video વાયરલ

આરઆર ઓક્શનના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ બોબી લિવિંગ્સ્ટને આ સિદ્ધાંતને વિશ્વના સૌથી પ્રખ્યાત ગણાવી કહ્યું કે "તે હોલોગ્રાફિક અને ભૌતિકશાસ્ત્ર એમ બંનેના દૃષ્ટિકોણથી એક મહત્વપૂર્ણ પત્ર છે."

E=mc2માં Eનો અર્થ ઉર્જા છે. જે કોઈપણ એકમમાં સ્થિત છે. જ્યારે m એટલે સમૂહ અને c એટલે પ્રકાશની ગતિ. આ સૂત્રનો અર્થ એ છે કે, જો કોઈ એકમનો કુલ દ્રવ્યમાનનો પ્રકાશની ગતિના વર્ગથી ગુણાકાર થાય છે, તો તે એકમની કુલ ઉર્જા ગણી શકાય છે.

આ પણ વાંચો, રસ્તે રખડતા કૂતરાઓએ પાંચ વર્ષના માસૂમને બનાવ્યો શિકાર, માતા-પિતા ગયા હતા હૉસ્પિટલ

આ પત્ર 26 ઓક્ટોબર 1946ના રોજ પોલિશ અમેરિકન ભૌતિકશાસ્ત્રી લુડવિક સિલ્બર્સ્ટિનને જર્મન ભાષામાં લખાયો હતો. તેઓ આઈન્સ્ટાઇનના કેટલાક સિદ્ધાંતોના જાણીતા વિવેચક હતા. તેઓ આઈન્સ્ટાઇનના સિદ્ધાંતને પડકારતા હતા. આ દરમિયાન આઈન્સ્ટાઇને પ્રિંસ્ટન યુનિવર્સિટીના લેટરહેડ પર લખેલા પત્રમાં "તમારા પ્રશ્નના જવાબ E = mc2 ફોર્મ્યુલામાંથી આપી શકાય છે" લખ્યું હોવાનું આર આર ઓક્શને આપેલા ભાષાંતર પરથી ફલિત થાય છે. આ પત્ર ઘણા સમયથી સિલ્બર્સ્ટિનના વ્યક્તિગત આર્કાઇવ્સનો એક ભાગ રહ્યો હતો. જે હવે તેમના વંશજો દ્વારા વેચવામાં આવ્યો છે.

આ પત્ર ખરીદનારની ઓળખ આપવામાં આવી નથી. આ પત્ર ખૂબ રેર હોવાના કારણે ખૂબ ઊંચી બોલી લગાવવામાં આવી હતી. જ્યાં સુધી હરાજી 700,000 ડોલર નજીક પહોંચી, ત્યાં સુધી 5 પાર્ટીઓ સતત જોશમાં બોલી લગાવતી હતી. જોકે, ત્યારબાદ રકમ વધુ ઉપર જતા માત્ર બે પક્ષ બોલી લગાવી રહ્યા હતા. આ હરાજી 13 મેથી શરૂ થઈ હતી અને ગુરુવારે પૂર્ણ થઈ હતી.
First published: