Home /News /eye-catcher /Ajab gajab : યુવતીથી ભૂલથી ઘરનો દરવાજો ખુલો રહી ગયો, અંદર ઘુસી ગયા અજાણ્યા લોકો અને...
Ajab gajab : યુવતીથી ભૂલથી ઘરનો દરવાજો ખુલો રહી ગયો, અંદર ઘુસી ગયા અજાણ્યા લોકો અને...
અજાણતામાં થયેલી ભૂલ પણ ફાયદો લઈને આવી
Ajab gajab : અમેરિકામાં રહેતી એક લેડીએ પોતાની સાથે બનેલી ઘટના જણાવી. ઘરે પછી આવી ત્યારે જોયું કે ઘરનું રીનોવેશન કોણ કરી ગયું. પોતે પણ થઇ ગઈ આશ્ચર્યચકિત.
Ajab gajab : ઘણીવાર આપણે કરેલી ભૂલ પછી પણ આપણને ફાયદો થતો હોય છે. અજાણતામાં થયેલી ભૂલ પણ ફાયદો લઈને આવી. તમને કોઈક કહે કે છોકરી પોતાના ઘરનો દરવાજો લોક કરવાનું ભૂલી ગઈ. તો કદાચ તમને ગુસ્સો પણ આવી શકે અને સારા-નરસા વિચાર પણ આવે કે શુ થયું હશે પછી? પણ આજે અમે તમને કંઈક વિશેસ ફાયદામંદ વાત જણાવવાના છીએ.
મિશિગનની રહેવાશી ક્લોએ એ પોતાના ઘર પર બનેલી એક ઘટના જણાવી. તેને કરિયાણું ખરીદવા જવું હતું. ઉતાવળમાં ઘરનો દરવાજો ખુલ્લો રહી ગયો અને તે નજીકમાંજ ખરીદી માટે ચાલી ગઈ. જયારે તે પાછી આવી અને જોયું તો તેના ઘરનો નકશો કંઈક અલગ જ હતો. તેણી એ જોયું કે તેનું રસોડું ચમકી રહ્યું હતું અને એકદમ સફાઈ થયેલી હતી. થોડીવાર તો તેને કઈ સમજાયું નહિ પણ પણ પછી સાચી હકીકત સામે આવી.
અન્ય ઘરનું રીનોવેશન થઇ ગયું
ખરીદી કરીને ક્લોએ પરત આવીને જોયું તો અમુક લોકો તેના ઘરના રસોડામાં રિનોવેશનનું કામ કરી રહ્યા હતા. પરંતુ તેણીએ આવો કોઈ પ્લાન કરેલ હતો નહિ. આ લોકો ભૂલથી દરવાજો ખુલો જોતા, તેણીના બાજુના ઘરની જગ્યાએ તેના ઘરમાં ચાલ્યા ગયા હતા. તેઓએ આખું રસોડું ચમકાવી દીધું હતું અને આ રસોડું હવે ક્લોએને પણ ખુબ ગમી રહ્યું છે.
ક્લોએના નસીબ ચમકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પાછલા વર્ષે બિલ્ડરે ભૂલથી તેમના ઘરના ગાર્ડનની સફાઈ કરી દીધી હતી. એ વખતે પણ આ કામ બાજુના ઘરમાં કરવાનું હતું. તેણીએ ટિક્ટોક પર પોતાના રસોડાનો વિડિઓ શેર કરી લખ્યું કે તેણી સાથે જ આવું કેમ થાય છે ? તો અમુક લોકોએ કેમેન્ટ માં લખ્યું કે તેણી ખોટું બોલી રહી છે. તે લોકો પાસે ક્લોએના રસોડાનું પરફેક્ટ માપ કઈ રીતે આવ્યું ? જવાબ માં લખ્યું કે તે જ્યાં રહે છે ત્યાં દરેક ઘરની સાઈઝ એક સરખી જ છે અને બધા ઘર એક સરખાજ છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર