મહિલાએ કર્યો બર્ગરનો ઓર્ડર પણ આ કારણે દુકાને ખાલી બે કેચઅપના પેકેટ મોકલ્યા

બિલની તસવીર

આ મહિલાના પતિએ ઇન્સ્ટાગ્રામમાં આ ઓર્ડરનું બિલ શેર કર્યું છે. અને આ ઘટના કેવી રીતે થઇ તેની રસપ્રદ જાણકારી આપી છે.

 • Share this:
  દુનિયામાં રોજ અજીબો ગરીબ ઘટનાઓ બનતી રહેતી હોય છે. ત્યારે હાલમાં જ એક ઓનલાઇન ઓર્ડર મામલે એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં આ મેસેજને જોઇને લોકો ખૂબ હસી રહ્યા છે. અને તેના અજીબ કારણના લીધે તે વાયરલ પણ થઇ રહ્યો છે. તમે પણ જોયું હશે કે ધણીવાર ઓનલાઇન ઓર્ડરમાં તેવી ભૂલ થઇ જાય છે કે મંગાઇએ કંઇક અને ઘરે આવે કંઇક, આવું જ કંઇક કેનેડામાં પણ એક મહિલા સાથે થયું છે. અહીં એક મહિલાએ ઓનલાઇન માધ્યમથી એક હેમબર્ગર (Burger) ઓર્ડર કર્યો હતો. પણ દુકાનથી ઘરે જ્યારે બર્ગર આવ્યું તો તેમાં બર્ગર નહતું ખાલી બે કેચઅપના પેકેટ હતા. અને આમ થવા પાછળ ખાસ કારણ છે.

  આ મહિલાના પતિએ ઇન્સ્ટાગ્રામમાં આ ઓર્ડરનું બિલ શેર કર્યું છે. અને આ ઘટના કેવી રીતે થઇ તેની રસપ્રદ જાણકારી આપી છે. મહિલાના પતિએ કહ્યું કે ગત રાતે અમે દારૂ પીધો હતો. અને સવારે તેનું હેંગઓવર ઓછું કરવા માટે અમે બંનેએ હેમબર્ગર ખાવાનો પ્લાન કર્યો. તે પછી પત્નીએ ઓનલાઇન માધ્યમથી બે હેમબર્ગર ઓર્ડર કર્યા.
  ઓર્ડર આપ્યા પછી અમે હેમબર્ગરની રાહ જોઇ રહ્યા હતા. પણ જ્યારે આર્ડર ઘરે આવ્યો તો અમે હેરાન રહી ગયા. ઓર્ડરના પેકેટમાં બર્ગર નહતા ખાલી બે કેચઅપના પેકેટ હતા. પણ જ્યારે અમે બિગ જોયું તો આખી વાત સમજાઇ.
  થયું એવું કે દરેક વ્યક્તિ કંઇકને કંઇક ઓર્ડરમાં મોડિફિકેશન કરાવે છે.

  હેમબર્ગર કેસમાં પણ કંઇક તેવું જ થયું. તેણે ઓર્ડરમાં મોડિફિકેશનમાં લખ્યું હતું કે નો બન, નો પેટી, નો ઓનિયન. એટલે કે બર્ગરમાં તો ન તો તેમને બ્રેડ જોઇએ ના પેટિસ તો પછી બર્ગરમાં બચ્યું શું? તેવામાં કંપનીએ પણ એવું જ કર્યું તે તમામ વસ્તુઓ હટાવીને ખાલી બે કેચઅપના પેકેડ મોકલ્યા.

  આમ બોલવા અને સમજવાની ભૂલના કારણે મહિલા અને તેના પતિને બે કેટઅપ જે મફતમાં જ મળે છે દર ઓર્ડર પર તે ખાવાનો વારો આવ્યો. હાલ સોશિયલ મીડિયામાં આ બિલની તસવીર ઝડપથી વાયરલ થઇ રહી છે.
  Published by:Chaitali Shukla
  First published: