OMG: બે દેશો એવા, જ્યાં રાજવી પરિવાર વેચે છે માછલી અને રેસ્ટોરન્ટ ચલાવે છે

સીલેન્ડના રાજા માઈકલ બેટ્સ

સફોક નામનો દેશ વિશ્વનો સૌથી નાનો દેશ છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ દેશની વસ્તી ભારતમાં રહેતા એક સંયુક્ત પરિવાર જેટલી જ છે.

 • Share this:
  વિશ્વના સૌથી શક્તિશાળી અથવા સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોની ચર્ચા વારંવાર થતી રહે છે, પરંતુ શું તમે વિશ્વના સૌથી નાના દેશ વિશે જાણો છો? જો નથી જાણતા તો અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ એક નાના સીલેન્ડ (Suffolk)નામના દેશની રસપ્રદ વાતો. સફોક નામનો દેશ વિશ્વનો સૌથી નાનો દેશ છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ દેશની વસ્તી ભારતમાં રહેતા એક સંયુક્ત પરિવાર જેટલી જ છે. છેલ્લી વસ્તી ગણતરી અહીં વર્ષ 2002માં કરવામાં આવી હતી, એ અનુસાર દેશમાં માત્ર 27 લોકો છે. વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ તેને સૂક્ષ્મ રાષ્ટ્ર (Micro nation) પણ કહેવામાં આવે છે. આજે અમે આપને વિશ્વના સૌથી નાના દેશમાં શું ખાસ છે તેના વિશે જણાવીશું.

  સીલેન્ડની રચના કેવી રીતે થઈ

  આ સીલેન્ડનું નિર્માણ બ્રિટન દ્વારા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન દરિયાઇ યુદ્ધમાં મદદ મળે તે હેતુથી કરવામાં આવ્યું હતું. સીલેન્ડ દેશ જમીન એક ખંડેર કિલ્લા પર સ્થિત છે. આ સ્થળ ઇંગ્લેન્ડના Sophocles coastline થી લગભગ 10 કિલોમીટર દૂર છે. સીલેન્ડ પર જુદા જુદા લોકોનો કબજો રહ્યો છે. જે ટાવર પર સીલેન્ડની જમીન આવેલી છે તે ટાવરને રફ ટાવર કહેવામાં આવે છે. ફેબ્રુઆરી અને ઓગસ્ટ 1965 માં જેક મૂર અને તેની પુત્રી જેન દ્વારા આ રફ ટાવરને કબજે કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ કિલ્લાને બ્રિટિશ મેજર પેડ્ડી રોય બેટ્સે સપ્ટેમ્બર 1967 માં કબજે કર્યો હતો.

  આર્મી ચીફે વસ્તી વસાવી

  પેડ્ડી રોય બેટ્સ એક બ્રિટીશ સમુદ્રી ડાકુ હતો, જે સાથે સાથે રેડિયો પ્રસારણ પણ કરતા રહેતા હતા. એમ તો તેઓ મૂળભૂત રીતે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રિટીશ આર્મીમાં ચીફ હતા. તેમણે તેમની બહાદુરીથી સમુદ્રી ડાકુઓના એક વિરોધી સમૂહને બહાર કાઢી નાખ્યું હતું. બેટ્સનો હેતુ સમુદ્રી ડાકુ રેડિયો સ્ટેશન બનાવી તેને લોકપ્રિય બનાવવાનો હતો. તેણે એના માટે પ્રયાસ પણ કર્યો, જેને રેડિયો એસેક્સ નામ આપવામાં આવ્યું. જો કે, કેટલાક અજ્ઞાત કારણોસર જરૂરી સાધનો અને રેડિયો માહિતી હોવા છતાં પ્રસારણ ક્યારેય શરૂ થઈ શક્યું નહિ.

  રાષ્ટ્રગીત અને ચલણ

  બેટ્સે રફ ટાવરની સ્વતંત્રતા જાહેર કરી. બેટ્સે સીલેન્ડ માટે 1975 માં બંધારણ રજૂ કર્યું, જેમાં તેમણે રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીત, ચલણ અને પાસપોર્ટ જારી કર્યા. ડેઇલી પોસ્ટના સમાચાર અનુસાર, 9 ઓક્ટોબર, 2012 ના રોજ રોય બેટ્સે પોતાને સીલેન્ડનો રાજા જાહેર કર્યો હતો. પેડ્ડી રોય બેટ્સના મૃત્યુ પછી તેમના પુત્ર માઇકલએ તેના તેમની જગ્યા લીધી.

  સમુદ્રમાંથી કમાણી કરે છે

  સીલેન્ડને આંતરરાષ્ટ્રીય સ્તરે એક દેશ તરીકે માન્યતા મળી નથી. પરંતુ વિશ્વના બાકીના દેશોની જેમ સીલેન્ડની પોતાનું ચલણ અને ટપાલ ટિકિટ છે. તેને સૂક્ષ્મ રાષ્ટ્ર (Micro nation) પણ કહેવામાં આવે છે. આપને જણાવી દઈએ કે જે દેશોને સત્તાવાર રીતે એક દેશ સ્વરૂપે માન્ય નથી મળી તેવા દેશોને સૂક્ષ્મ રાષ્ટ્રો કહેવામાં આવે છે. જગ્યાની દ્રષ્ટિએ સીલેન્ડ ખૂબ નાનું છે, અને ત્યાંની જમીન પર આજીવિકાનો કોઈ સ્ત્રોત નથી. તેના કારણે અહીંના પરિવારો બહાર જઈને આજીવિકા મેળવે છે. મૂળભૂત રીતે તેઓ માછલી અને દરિયાઈ વસ્તુઓ વેચે છે, જેને સમુદ્રના ફળો (Fruits of the Sea ) કહેવામાં આવે છે.

  ઇટાલીમાં સીલેન્ડ કરતાં નાનો ટાપુ છે

  સીલેન્ડ જેવો બીજો દેશ છે, જ્યાં માત્ર 11 લોકો રહે છે. ટવોલારા(Kingdom of Tavolara) ઈટાલીના સાર્ડિનિયા પ્રાંત નજીક બનેલો એક નાનો ટાપુ છે. જેમાં 11 લોકો રહે છે. અહીં એક રાજા પણ છે. તેમનું નામ Antonio Bertoleoni છે, જે ટાપુ પરનું એકમાત્ર રેસ્ટોરન્ટ ચલાવે છે.

  ટવોલારા માઇક્રોનેશન કિંગડમની રચના કેવી રીતે થઈ

  આ ટાપુની કહાની 1807માં શરૂ થઇ હતી, જ્યારે વર્તમાન રાજા Antonio, જેને ટોનીયોના નામથી પણ ઓળખવામાં આવે છે. Antonioના દાદાના દાદા Giuseppe Bertoleoni ઇટાલીથી ભાગીને ટાપુ પર આવ્યા હતા. હકીકતમાં તેઓએ તેમની બે બહેનો સાથે એક સાથે લગ્ન કર્યાં હતાં અને તેઓ ધ્વિપત્નીત્વના આરોપથી બચવા માંગતા હતા. તેથી તેઓ ભાગીને સુમસામ ટાપુ પર આવ્યા હતા.

  આ રીતે આ દેશ પ્રસિદ્ધ થયો

  ટાપુ ઉજ્જડ હતો પણ ત્યાંની વિશેષતા એ હતી કે ત્યાં સોનેરી દાંતવાળી બકરીઓ મળી આવતી. ટૂંક સમયમાં જ હવાના વેગે આ અનોખી સોનેરી દાંતવાળી બકરીઓની ચર્ચા ફેલાઈ અને લોકો ટાપુ પર શિકાર કરવા આવવા લાગ્યા. પછી શિકારમાં મદદ કરતા કરતા ગુસેપના પુત્ર પાઓલો પોતાને ટાપુનો રાજા જણાવતા. ધીરે ધીરે ટવોલારા અલગ સૂક્ષ્મ રાષ્ટ્ર તરીકે ગણાવા લાગ્યું. તે સમય દરમિયાન, કુલ 33 લોકો ટાપુ પર રહેવા લાગ્યા હતા અને આ રીતે પાઓલો તે 33 લોકોનો રાજા બન્યો.

  રાજા હાલમાં રેસ્ટોરન્ટ ચલાવે છે

  પોતાને રાજા માનનારા પાઓલોએ તેમની વસિયતમાં લખ્યું કે તેની કબર પર તાજ મુકવામાં આવે. આ રાજા જીવતો હતો ત્યારે તેણે ક્યારેય તાજ પહેર્યો ન હતો, પરંતુ મૃત્યુ પછી તાજ કબર પર મૂકવામાં આવ્યો હતો. હાલમાં, ટાપુની એકમાત્ર રેસ્ટોરન્ટની કહાની પણ રસપ્રદ છે. ટાપુના વર્તમાન રાજા એટલે કે એન્ટોનિયો અને તેમના શાહી પરિવાર દ્વારા તે રેસ્ટોરન્ટ ચલાવવામાં આવે છે. આ લોકો લગભગ દરરોજ ઇટાલીથી આ ટાપુ પર મુસાફરી કરે છે અને રેસ્ટોરન્ટમાં આવશ્યક ચીજવસ્તુઓ લઈ જાય છે જેથી પ્રવાસીઓને તેમની પસંદગી મુજબ ખવડાવી શકાય. તકનીકી રીતે, આ ટાપુ પર રહેતો સમગ્ર રાજવી પરિવાર ઇટાલીનો નાગરિક છે. જોકે ઇટાલીએ પણ આ ટાપુને પોતાનો ભાગ માન્યો નથી. એટલા માટે ટોનિયો ટવોલારાને પોતાનું સામ્રાજ્ય માને છે.
  First published: