Home /News /eye-catcher /હે...! આ છે મોતનો પુલ, જે પણ જાય છે તેનું મૃત્યુ નિશ્ચિત

હે...! આ છે મોતનો પુલ, જે પણ જાય છે તેનું મૃત્યુ નિશ્ચિત

વૈજ્ઞાનિકોને હાલમાં જ આ મહાસાગરની ઊંડાઈમાં એક દુર્લભ ખારાશનો પૂલ મળ્યો છે, જ્યાં ગયા બાદ કોઈ પ્રાણી ક્યારેય જીવંત પાછું આવતું નથી.

તમે લાલ સમુદ્ર વિશે જાણતા જ હશો. તે વિશ્વનો સૌથી ખારો સમુદ્ર હોવાનું કહેવાય છે. વૈજ્ઞાનિકોને હાલમાં જ આ મહાસાગરની ઊંડાઈમાં એક દુર્લભ ખારાશનો પૂલ મળ્યો છે, જ્યાં ગયા બાદ કોઈ પ્રાણી ક્યારેય જીવંત પાછું આવતું નથી.

    આખા વિશ્વમાં ઘણી એવી વસ્તુઓ રહેલી છે કે જે જાણીને આપણને નવાઈ લાગે. જો કે હજુ પણ આપણે આપણી પોતાની ધરતીને સંપૂર્ણ રીતે જાણી શક્યા નથી. આવી સ્થિતિમાં, શોધ દરમિયાન અથવા અજાણતા, જ્યારે આપણને કોઈ એવી જગ્યા અથવા આવા કોઈ પ્રાણી વિશે ખબર પડે છે, જેને આપણે ક્યારેય જોયા નથી, તો આપણને આશ્ચર્ય થાય છે. આજે અમે તમને એવી જ એક જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને 'મૃત્યુનો પૂલ' કહી શકાય.

    લાલ સમુદ્ર


    તમે લાલ સમુદ્ર વિશે જાણતા જ હશો. તે વિશ્વનો સૌથી ખારો સમુદ્ર હોવાનું કહેવાય છે. વૈજ્ઞાનિકોને હાલમાં જ આ મહાસાગરના તળીએ એક દુર્લભ ખારાશનો પૂલ મળ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે ત્યાં ગયેલું કોઈ પણ જીવ ક્યારેય જીવંત હાલતમાં પરત ફરતું નથી.

    મૃત્યુ પુલ

    ક્યાં આવેલો છે


    મૃત્યુનો આ પૂલ સાઉદી અરેબિયાના દરિયાકાંઠે 5,800 ફૂટની ઉંડાઈ પર સ્થિત છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે ત્યાંનું વાતાવરણ એટલું ખરાબ છે કે ત્યાં જનાર કોઈ પણ જીવ બચી શકતું નથી. ખાસ કરીને મોટા પ્રાણીઓ માટે આ પૂલનું પાણી ખૂબ જ જોખમી સાબિત થાય છે.

    ઓક્સીઝન ફ્રી


    રિસર્ચ મુજબ આ પૂલ ઓક્સિજન ફ્રી છે. આવી સ્થિતિમાં જે પણ પ્રાણી તેમાં જાય છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. અહીં હિંસક જીવો સૌથી વધુ જોખમમાં છે, જેઓ શિકાર માટે આ પૂલ પાસે આવીને સંતાઈ જાય છે. પણ ઓક્સિજનનો અભાવ મૃત્યુનું કારણ બને છે.

    લાલ સમુદ્ર

    પુલ મહત્વપૂર્ણ જાણકારી આપે છે


    જો કે, વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ખારો પૂલ પૃથ્વી પર જીવનની શરૂઆત વિશે મહત્વપૂર્ણ માહિતી આપી શકે છે. આ બ્રહ્માંડમાં ગમે ત્યાં અન્ય જળચર ગ્રહો પર જીવનની શોધમાં મદદ કરી શકે છે.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Ajab Gajab, Ajab gajab news, Arabian Sea

    विज्ञापन
    विज्ञापन