Home /News /eye-catcher /

પંડિત જી ને ગ્રહ-નક્ષત્ર બતાવી પ્રેગ્નેટ થઇ રહી છે મહિલાઓ!

પંડિત જી ને ગ્રહ-નક્ષત્ર બતાવી પ્રેગ્નેટ થઇ રહી છે મહિલાઓ!

સોશિયલ મીડિયા પર અનેક લોકોએ પોતાનો અનુભવ શેર કર્યો છે (પ્રતિકાત્મક તસવીર)

OMG News : બાળકનો જન્મ થાય ત્યારે સિતારા તેની ફેવરમાં હોય તેવું આયોજન કરે છે. આવું કરવાથી બાળકને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો નહીં કરવો પડે તેવી માન્યતા છે

ભારતમાં જ્યોતિષ વિદ્યા (Astrology)ને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે.લોકો ગ્રહ અને નક્ષત્ર પર ખૂબ જ વિશ્વાસ કરે છે. લોકો પોતાનું નસીબ બદલાય તે માટે નામ બદલવાથી લઈને અનેક ફેરફાર કરે છે. અનેક પ્રકારની વીંટીઓ પહેરે છે તો અનેક પ્રકારના નુસ્ખા પણ અપનાવે છે. નસીબ સાથ આપે તે માટે લોકો કઈ પણ કરી છૂટવા તૈયાર હોય છે.

જો તમે માત્ર ભારતના લોકોમાં જ અંધશ્રદ્ધા રહેલી હોવાનું માની રહ્યા છો, તો તમે બિલકુલ ખોટું વિચારી રહ્યા છો. વિશ્વના અનેક દેશોમાં લોકો આ પ્રકારે અંધશ્રદ્ધામાં જીવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અનેક લોકોએ પોતાનો અનુભવ શેર કર્યો છે.

અનેક લોકો પોતાના દિવસની શરૂઆત રાશિફળ જોઈને કરે છે. રાશિફળ જોનાર લોકો પોતાનો દિવસ કેવો પસાર થશે તે જાણવા માટે રાશિફળ જોવે છે. રાશિફળ અનુસાર તેઓ પોતાનો દિવસ પસાર કરે છે. જો રાશિફળમાં એવું લખ્યું હોય કે, આજે મતભેદ થવાની સંભાવના છે, તો તેઓ મૂડ શાંત રાખવાની કોશિશ કરે છે. જો બહાર દુર્ઘટના સર્જાશે તેવી ભવિષ્યવાણી કરવામાં આવી હોય તો તેઓ બહાર જવાનું ટાળે છે. અનેક લોકો પ્લાન કરે છે તેમ છતાં, તે પ્રકારે થતું નથી. અનેક લોકોએ સોશિલ મીડિયા પર પોતાના નક્ષત્રોએ સાથ ના આપ્યું હોવાની વાત શેર કરી છે. જેમાં ગ્રહ અને નક્ષત્ર મુજબ પોતાની પ્રેગનેન્સી પ્લાન કરનાર મહિલાઓ પણ સામેલ છે.

આ પણ વાંચો - પોતાના લગ્નમાં જ ફૂટબોલ 'ખેલાડી' ગાયબ, મેચ રમવા માટે ભાઈ સાથે કરાવી દીધા મંગેતરના લગ્ન!

ટ્રેન્ડ બની ગયો છે


news.com.au ના એક રિપોર્ટ અનુસાર હાલમાં લોકોમાં એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેમાં દંપતી જ્યોતિષ અનુસાર પ્રેગનેન્સી પ્લાન કરે છે. તેઓ બાળક યોગ્ય સમયે જન્મે તે માટે ગ્રહોની દિશા અનુસાર પ્રેગનેન્સી કન્સીવ કરવાની કોશિશ કરે છે. બાળકનો જન્મ થાય ત્યારે સિતારા તેની ફેવરમાં હોય તેવું આયોજન કરે છે. આવું કરવાથી બાળકને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો નહીં કરવો પડે તેવી માન્યતા છે. રેડિટ પર મહિલાઓએ આ વાતનો સ્વીકાર કર્યો છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે એક મહિલાએ રેડિટ પર સવાલ પૂછ્યો કે, શું કોઈએ પોતાના બાળકના ભવિષ્ય માટે નક્ષત્રો અનુસાર પ્રેગનેન્સી પ્લાન કરી છે?

અનેક લોકો સાથે છેતરપિંડી થઈ


આ સવાલના જવાબમાં અનેક મહિલાઓએ સહમતિ દર્શાવી છે. જે મહિલાએ આ સવાલ કર્યો તેણે વધુમાં જણાવ્યું કે, તે ‘જે થાય છે સારું થાય છે’ આ કોન્સેપ્ટ પર વિશ્વાસ કરે છે. પરંતુ બાળકો માટે પણ આ ટ્રેન્ડ અપનાવવામાં આવ્યો છે. અનેક લોકોએ સ્વીકાર્યું કે, તેમણે ગ્રહ અને નક્ષત્ર અનુસાર પ્રેગનેન્સી પ્લાન કરી છે. અનેક મહિલાઓએ જણાવ્યું કે, તમામ બાબતો પ્લાન કરી તે છતાં તેમણે ખોટા નક્ષત્રમાં બાળકને જન્મ આપ્યો છે. પ્રિમેચ્યોર લેબર તથા અન્ય કોમ્પ્લિકેશનના કારણે આ પ્રકારે થયું છે. ઘણા લોકોએ આ પ્રકારે પ્રેગનેન્સી પ્લાન કરવાની બાબતને પોતાના બાળક માટે જોખમ ગણાવ્યું છે.
First published:

Tags: Ajab Gajab, OMG News

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन