બેંગલુરુ : લગ્ન કરવા (Marriage News)એ કોઇપણ વ્યક્તિના જીવનમાં મોટો નિર્ણય હોય છે. આ નિર્ણયથી યુવક અને યુવતી બંનેની લાઇફ જોડાયેલી હોય છે. જોકે લગ્નના કેટલાક કેસ એવા સામે આવતા હોય છે કે બધાને ચકિત કરી નાખે છે. આવો જ એક મામલો કર્ણાટકમાં (Karnataka)સામે આવ્યો છે. અહીં એક યુવક સાથે લગ્ન કરવા માટે બે યુવતીઓ જીદે ચડી હતી. બંને એક જ યુવકની દુલ્હન બનવા માંગતી હતી. જોકે યુવકે લગ્ન કરવાનો નિર્ણય ટોસ ઉછાડીને (Bride Decided Through Toss)કર્યો હતો.
કર્ણાટકની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. અહીં યુવકને લગ્ન પહેલા બે યુવતી સાથે પ્રેમ કરવો મુશ્કેલમાં મુકી દીધો છે. બંને યુવતીઓ યુવક સાથે લગ્ન કરવા માટે પહોંચી ગઈ હતી. યુવક બંનેને જોઈને મૂંઝવણમાં મુકાઇ ગયો હતો કે કોની સાથે લગ્ન કરવા. યુવકે બંને સાથે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા કહ્યું કે તેને બંને ગમે છે પણ લગ્ન તો એક જ સાથે કરી શકે છે. આ પછી યુવકે સિક્કો કાઢીને ટોસ કર્યો હતો અને પોતાની દુલ્હન ફાઇનલ કરી હતી.
જાણકારી પ્રમાણે આ યુવકનું એક સાથે બે યુવતીઓ સાથે અફેર ચાલી રહ્યું હતું. આ વાતથી અજાણ બંને યુવતીઓ યુવક સાથે લગ્નના સપના જોતી હતી. અચાનક બંનેને પોતાની સાથે થઇ રહેલા દગાની ખબર પડી હતી. આ પછી તેમણે યુવક સાથે સંબંધ તોડવાના બદલે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. બંને એક સાથે લગ્ન કરવા માટે પહોંચી હતી. ત્યાં યુવકે બંને સાથે પ્રેમ કરવાનો દાવો કર્યો હતો.
ગામના લોકોએ શોધ્યો ઉપાય
બંને યુવતીઓએ આ યુવક સાથે જ લગ્ન કરવાની જીદ કરી હતી. બંને યુવતીઓ એકસાથે લગ્ન કરવા ઇચ્છતી હતી. તે બહેનોની જેમ સાથે રહેવા પણ તૈયાર હતી. જોકે ગામના લોકો તેની વિરુદ્ધમાં હતા. ગામના લોકોએ કહ્યું કે કોઇ એક જ યુવતી દુલ્હન બની શકે છે. આ પછી ટોસ દ્વારા દુલ્હનનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ટોસ પહેલા ત્રણેય પાસે પેપર સાઇન કરાવ્યા હતા. આ દરમિયાન એક યુવતીએ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. જે પછી યુવકે તેને ગળે લગાવી હતી. આખરે ફાઇનલ થઇ ગયું કે યુવક કોની સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો?
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર