Home /News /eye-catcher /

Ajab Gajab: પૃથ્વી પરની એવી 6 જગ્યાઓ છે, જ્યાં ક્યારેય અસ્ત નથી થતો સૂર્ય!

Ajab Gajab: પૃથ્વી પરની એવી 6 જગ્યાઓ છે, જ્યાં ક્યારેય અસ્ત નથી થતો સૂર્ય!

આ જગ્યાઓ પર ક્યારેય સૂર્ય અસ્ત નથી થતો

શું તમે જાણો છો વિશ્વમાં એવા સ્થાનો પણ છે જ્યાં 76 દિવસથી વધુ સૂરજ ડૂબતો નથી. કલ્પના કરો કે પર્યટકો માટે સમયનો ટ્રેક રાખવો કેટલો રસપ્રદ હશે.

  સામાન્ય રીતે પૃથ્વી પર વસતા દરેક મનુષ્યનું રૂટિન 24 કલાકનું હોય છે, જેમાં લગભગ 12 કલાક સૂર્ય પ્રકાશ હોય છે અને બાકીના કલાકોમાં રાત્રિનો સમય હોય છે. એવું એટલા માટે કારણ કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને તેની ગોળાકાર પ્રકૃતિના કારણે તેની એક જ બાજુને એક સમયે સૂર્યનો પ્રકાશ મળે છે. પૃથ્વીના દૈનિક પરભ્રમણના કારણે જ દિવસ અને રાત થાય છે. પરંતુ શું તમે જાણો છો વિશ્વમાં એવા સ્થાનો પણ છે જ્યાં 76 દિવસથી વધુ સૂરજ ડૂબતો નથી. કલ્પના કરો કે પર્યટકો માટે સમયનો ટ્રેક રાખવો કેટલો રસપ્રદ હશે. જ્યાં સ્થાનિકો પણ સીધા 70 દિવસ સુધી સૂર્યાસ્ત ન થવા પર ભ્રમિત થઇ જાય છે. તો આવો જાણીએ પૃથ્વી પરની આવી અમુક રસપ્રદ જગ્યાઓ વિશે.

  નોર્વે

  આ જગ્યાને લેન્ડ ઓફ ધ મિડનાઇટ સન કહેવામાં આવે છે. નોર્વે એક એવો દેશ છે, જ્યાં સૂર્યાસ્ત થતો નથી. કારણ કે તે આર્કટિક સર્કલમાં સ્થિત છે. તે યૂરોપનો જ એક ભાગ છે. દેશ વર્ષમાં લગભગ 76 દિવસો સુધી ક્યારેય પણ સૂર્ય અસ્ત થતો જોઇ શકાતો નથી. હેમરફેસ્ટ આ દેશના ઉત્તરી સ્થાનોમાંથી એક છે, જ્યાં વર્ષમાં મે અને જુલાઇની વચ્ચે 76 દિવસો સુધી સૂર્ય સતત રહે છે.

  આઇસલેન્ડ

  આ સ્થાન ઔરોરા માટે સૌથી વધુ પ્રચલિત છે, જે તે તથ્યને દર્શાવે છે કે અહીં સૂર્યાસ્ત થતો નથી. શું તમે જાણો છો કે આઇસલેન્ડમાં એક પણ મચ્છર જોવા મળતું નથી. આ દ્વિપ પર જૂન મહીનામાં રાત થતી નથી, કારણે કે આ મહીનામાં સૂર્ય ડૂબતો નથી. જે જગ્યાઓ પર મિડનાઇટ સન જોઇ શકાય છે તે ગ્રિમ્સી દ્વિપ(Grimsey Island) અને અકુરેરી સિટી(City of Akureyri) છે.

  નુનાવુત, કેનેડા

  માત્ર 3000 લોકોનું આ શહેર આર્કટિક સર્કલથી પણ બે ડિગ્રી ઉપર સ્થિત છે. આ સ્થળ માણસની ઠંડા વિસ્તારોમાં જીવંત રહેવાની અને તેમની ક્ષમતાઓ વિશે આશ્ચર્યચકિત કરે છે. તેને હકીકતમાં ‘Survival of the Fittest’ કહેવામાં આવે છે અને માણસ આ યાદીમાં સૌથી ટોપ પર છે. આ જગ્યા પર એક વર્ષમાં લગભગ 2 મહીના સુધી સૂર્યાસ્ત થતો નથી. જોકે, ઠંડીની ઋતુમાં આ સ્થાન પર સતત 30 દિવસ સુધી અંધારુ રહે છે. ટોરંટો બાદ આ સ્થળ કેનેડામાં સૌથી લોકપ્રિય પર્યટક સ્થાન છે.

  સ્વીડન

  સ્વીડનમાં મેની શરૂઆતથી ઓગસ્ટના અંત સુધી મધ્યરાત્રિની આસપાસ સૂર્ય ડૂબતો અને સવારે 4 વાગ્યે ઉગતો જોઇ શકાય છે. અહીં સતત 6 મહિના સુધી સૂર્યપ્રકાશ રહે છે. અહીં સૌથી આકર્ષિત પર્યટક સ્થળ કિરૂના શહેરનું Art Nouveavu Church છે, વિશ્વભરના ચર્ચમાં દેખાતી સૌથી સુંદર વાસ્તુકલાઓના બેજોડ નમૂનામાંથી એક છે.

  ફિનલેન્ડ

  આ જગ્યાને હજાર ઝરણા અને દ્વિપોની ભૂમિ પણ કહેવામાં આવે છે. ફિનલેન્ડના મોટાભાગના શહેરોમાં ગ્રીષ્મ ઋતુમાં લગભગ 73 દિવસો માટે સૂર્ય જોવા મળે છે, ત્યારે સૂર્યાસ્ત થતો નથી અને 73 દિવસો સુધી ચમકતો રહે છે. જોકે ઠંડીની ઋતુમાં સૂર્યોદય થતો નથી. અહીં ઇગ્લૂમાં રહેવાની સાથે-સાથે નોર્થન લાઇટ્સ(Northern Lights)ના સુંદર નજારાઓનો ભરપૂર આનંદ માણી શકાય છે.

  બેરો, અલાસ્કા

  1825થી 2016 સુધી Utqiaġvik ને બેરોના નામેથી ઓળખવામાં આવતું હતું. તે અમેરિકન રાજ્ય અલાસ્કામાં બોરો સીટ(Borough Seat) અને નોર્થ સ્લોપ બરોનું સૌથી મોટું શહેર છે. આ જગ્યાએ સૂર્ય મેથી જુલાઇ સુધી રહે છે. જોકે આ સમયની બિલકુલ વિપરીત છે જ્યારે સૂર્ય બિલકુલ ઉગતો નથી. એટલે કે દર વર્ષે નવેમ્બર માસમાં. આ મહીનામાં લગભગ 30 દિવસ સુધી આ સ્થાન પર સૂર્યોદય થતો નથી. આ સ્થિતિને પોલર નાઇટ પણ કહેવામાં આવે છે. અહીંનુ પોઇન્ટ બેરો આર્કિટિક સપાટી પર સ્થિત અમેરિકાનું સૌથી ઉત્તરી સ્થાન છે.
  First published:

  Tags: Ajab Gajab, Ajab gajab news, અજબ ગજબ, અજબ ગજબ સમાચાર

  આગામી સમાચાર