Home /News /eye-catcher /આ મંદિરના ફ્લોર પર ચાંદીના સિક્કા અને અનેક લોકોના નામ, છે વર્ષો જૂનો ઈતિહાસ

આ મંદિરના ફ્લોર પર ચાંદીના સિક્કા અને અનેક લોકોના નામ, છે વર્ષો જૂનો ઈતિહાસ

વ્યક્તિના નામ પર પગ રાખીને પ્રાર્થના

ભાગ્યે જ કોઈ એવું હશે જે જગન્નાથ મંદિર વિશે જાણતું ન હોય, પરંતુ બની શકે કે રાજસ્થાાનના રહેવાસીઓ પણ તેની સંપૂર્ણ વિશેષતાઓ વિશે ઓછા જાણતા હોય! અહીં ટાઇલ્સ પર અનેક નામો લખવામાં આવ્યા છે. જો કે આ નામ શા માટે લખવામાં આવ્યા છે? ફ્લોર પર ચાંદીના સિક્કા શા માટે છે? તેના વિશે પણ અનેક લોકો અજાણ છે....

વધુ જુઓ ...
  • Local18
  • Last Updated :
  • Rajasthan, India
અલવર: ગોપાલકૃષ્ણ ગૌર લંડન, ઓમપ્રકાશ ગુડવાલે, ઝમ્મન લાલ જાંગરા…. આ તે ભક્તોના નામ છે, જેમના પર પગ મૂકીને ભક્તો મંદિરમાં પ્રવેશ કરે છે! અલવરના ખૂબ જ જૂના મંદિરોમાંથી એક છે જગન્નાથ મંદિર, જો તમે અહીં પહેલીવાર આવો છો, તો તેની ડિઝાઇન તમારું ધ્યાન આકર્ષિત કરશે. અહીં સફેદ રંગની ટાઈલ્સ પર ભક્તોના નામ લખવામાં આવ્યા છે અને આરસના ફ્લોર પર ચાંદીના સિક્કા મૂકવામાં આવ્યા છે. આ સિક્કાઓની ચમક એવીને એવી જોવા મળે છે, જો કે તે ચોક્કસપણે થોડી ઘસાઈ ગયા છે.

160 વર્ષ જૂના આ મંદિરના જીર્ણોદ્ધાર દરમિયાન અહીં ચાંદીના સિક્કા લગાવવામાં આવ્યા હતા, જે આજે પણ મોજૂદ છે. અહીં મંદિર પરિસરમાં ગેટની અંદર આવતાની સાથે જ ભક્તોના નામ લખેલા જોવા મળે છે. જે મંદિરમાં જગન્નાથજીની મૂર્તિ બાદ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં દેશના ખૂણે-ખૂણેથી ભક્તો આવે છે, વિદેશમાંથી પણ સારી સંખ્યામાં ભક્તો અહીં પહોંચતા રહે છે.

આ પણ વાંચો: માવઠાએ ખેડૂતને રોવડાવ્યા, ડુંગળીનાં પાકનો સફાયો થતા ખેડૂતોની હાલત બની કફોડી

જગન્નાથ મંદિરના મહંત દેવેન્દ્ર શર્માએ જણાવ્યું કે, જગન્નાથજીના ગર્ભની આસપાસ સિક્કા લગાવવામાં આવ્યા છે. પરંતુ મુખ્ય વાત એ છે કે મંદિરના ગેટની અંદર આરસની જમીન પર ભક્તોના નામ લખેલા છે. ટાઇલ્સ પર 200થી વધુ ભક્તોના નામ લખેલા છે. જણાવી દઈએ કે, આ તમામ ભક્તો દ્વારા આ દાન કરવામાં આવ્યું છે.

ફ્લોર પર ભક્તોના નામ શા માટે?

તેમના પર નામ લખવા પાછળની માન્યતા એવી છે કે, જ્યારે પણ કોઈ ભક્ત મંદિરમાં ભગવાન પાસે નામ પર પગ મૂકીને મન્નત માંગવા આવે છે, તો તેની મન્નત તો પૂર્ણ થાય છે, સાથે જ જે ભક્તે પોતાનું નામ લખાવ્યું હોય તેની મન્નત પૂર્ણ થાય છે. અહીં લખેલા નામોમાં અલવર જિલ્લાના વિવિધ વિસ્તારોના ભક્તોના નામ તેમજ લંડન અને અમેરિકા જેવા દેશોના ભક્તોના નામ સામેલ છે.



ઘણી સેલિબ્રિટીઓએ લીધી છે મુલાકાત

શર્માએ જણાવ્યું કે, અલવરનું જગન્નાથ મંદિર 160 વર્ષથી વધુ જૂનું છે. અહીં ભગવાન જગન્નાથની બે મૂર્તિઓ સ્થાપિત છે. મોટી મોટી હસ્તીઓ પણ મંદિરમાં આવીને મન્નત માંગી છે. દિવ્યા મદેરણા, વસુંધરા રાજે, ભંવર જિતેન્દ્ર સિંહ, બાબા બાલક નાથ અને અન્ય રાજકીય અને વહીવટી અધિકારીઓએ જગન્નાથજી સમક્ષ માથું નમાવ્યું છે.
First published:

Tags: Dharma bhakti, Jagannath temple, Local 18, Rajasthan news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો