Home /News /eye-catcher /Richest Person: ફક્ત 2 મિનિટ માટે આ વ્યક્તિ દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા, ખાતામા આવ્યા ખરબો રૂપિયા

Richest Person: ફક્ત 2 મિનિટ માટે આ વ્યક્તિ દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા, ખાતામા આવ્યા ખરબો રૂપિયા

વર્ષ 2013 માં, તે 2 મિનિટ માટે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા હતા.

Richest person: આ સમાચાર છે ક્રિસ રેનોલ્ડ્સના. કદાચ તમે તેમના વિશે સાંભળ્યું પણ ન હોય. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તેઓ દુનિયાના ધનવાન વ્યક્તિમાના એક હતા. ખરેખર, વર્ષ 2013 માં, તે 2 મિનિટ માટે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા હતા.

વધુ જુઓ ...
    Richest person for two minute: દરેક વ્યક્તિને આશા હોય છે કે તેની સાથે એવો ચમત્કાર થાય કે તે રાતોરાત અમીર બની જાય. ધનવાન બનવા માટે કરોડપતિ બનાવવાના શો અને લોટરીના સમાચાર સાંભળીને દરેકનું હૃદય લલચાય છે, પરંતુ શોર્ટકટ દ્વારા અમીર બનવું દરેકના નસીબમાં નથી હોતું. પરંતુ ઈતિહાસમાં એક એવો વ્યક્તિ હતો જે અચાનક 2 મિનિટ માટે દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ બની ગયો અને તેણે તેના માટે કોઈ મહેનત પણ કરી હતી નહિ.

    યુનિલલૈડ વેબસાઈટના રિપોર્ટ અનુસાર, વર્ષ 2013માં અમેરિકાના ક્રિસ રેનોલ્ડ્સ કારણથી ચર્ચામાં આવ્યા હતા કારણ કે તેઓ 2 મિનિટ માટે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા હતા. રિપોર્ટ અનુસાર, જુલાઇ 2013માં ક્રિસે અચાનક પોતાનું પેપાલ એકાઉન્ટ ખોલાવ્યું તો તેના હોશ ઉડી ગયા. તેના ખાતામાં 92 ક્વાડ્રિલિયન ડોલર આવ્યા હતા. અનુમાન માટે કહીએ તો 92 ક્વાડ્રિલિયન એટલે 92 હજાર ટ્રિલિયન અને પણ ડોલરમાં. હવે તમે નંબર વિષે અનુમાન કરી શકો છો. જો તમે સંખ્યામાં કહો તો આંકડો મુજબ છે, $92,233,720,368,547,800.

    પૈસા જોઈને વ્યક્તિના હોશ ઉડી ગયા


    હવે જ્યારે કોઈના ખાતામાં આટલા પૈસા આવશે તો તેની શું હાલત થશે? અલબત્ત તે વ્યક્તિ બેહોશ થવા લાગશે. તે સમયે સીએનએન સાથે વાત કરતા ક્રિસે એમ પણ કહ્યું હતું કે જ્યારે તેણે પૈસા જોયા તો તેને લાગ્યું કે કોઈએ તેની સાથે મજાક કરી છે. તેણે જણાવ્યું કે તેણે eBay પર BMW વિન્ટેજ ટાયર વેચીને PayPal પર વધુમાં વધુ 81 હજાર રૂપિયા કમાયા છે. જ્યારે તેણે પેપલ કંપનીને અંગે ફરિયાદ કરી તો તેના કર્મચારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા.

    કંપનીએ પોતાની ભૂલ સ્વીકારી


    જ્યારે પેપલ કંપનીને તેમની ભૂલ વિશે જાણ થઈ, ત્યારે તેઓએ માફી માંગી અને એક નિવેદન જારી કરીને કહ્યું કે તે એક ભૂલ હતી. પેપલ કંપનીને પણ વાત ગમી કે ક્રિસે તેમને ભૂલની જાણ કરી. પછી કંપનીએ ક્રિસની પસંદગીના કોઈપણ ટ્રસ્ટને પૈસા દાન કરવાની ઓફર કરી. ફિલાડેલ્ફિયા ડેઈલી ન્યૂઝ સાથે વાત કરતાં ક્રિસે કહ્યું હતું કે જો તેની પાસે ખરેખર આટલા પૈસા હોત તો તે તેમાંથી કેટલાક પૈસાથી તેનું દેવું ચૂકવી દેત.

    આ પણ વાંચો: Career in Agriculture: ખેતી ક્ષેત્રે રસ ધરાવો છો તો તેમાં પણ એન્જીનિયર બની શકાય છે, જાણો વિગતખેતી ક્ષેત્રે રસ ધરાવો છો તો તેમાં પણ એન્જીનિયર બની શકાય છે, જાણો વિગત
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Ajab Gajab, Ajab gajab news, Trending news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन