Home /News /eye-catcher /

Dog Video: રસ્તામાં મૃત્યુ પામેલા શ્વાન માટે મસીહા બન્યો આ શખ્સ, જુઓ કેવી રીતે પાછો લાવ્યો જીવ

Dog Video: રસ્તામાં મૃત્યુ પામેલા શ્વાન માટે મસીહા બન્યો આ શખ્સ, જુઓ કેવી રીતે પાછો લાવ્યો જીવ

મૃત શ્વાનને આપ્યો સીપીઆર

સોશિયલ મીડિયા પર એક હૃદય સ્પર્શી વીડિયો (Heart warming video) શેર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં રસ્તામાં અંતિમ શ્વાસ લેનાર શ્વાન (Dog Video)ને અજાણ્યા શખ્સે જીવતદાન આપ્યું હતું.

    વિશ્વમાં શ્વાન (Dog and Humans)ને માણસનો શ્રેષ્ઠ મિત્ર કહેવામાં આવે છે. શ્વાન માણસો પ્રત્યે સૌથી વફાદાર હોય છે. માણસો પણ શ્વાન (Dog video)ને પોતાના બાળકોની જેમ પ્રેમ કરે છે. પરંતુ આ પ્રેમ તે શ્વાનને આપવામાં આવે છે, જેને લોકો ઘરમાં રાખે છે. શેરીમાં રહેતા શ્વાન એટલા નસીબદાર નથી. તેઓ અવારનવાર રસ્તા પર વાહન નીચે કચડાઈને મૃત્યુ પામે છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે જે આ નિરાધાર શ્વાનને ખાવાનું આપે છે અને થોડો પ્રેમ પણ આપે છે. આજે અમે તમને જે વીડિયો (Viral Video) બતાવવા જઈ રહ્યા છીએ તેમાં એક માણસ રસ્તા પર પડેલા શ્વાન પાસે દેવદૂત બનીને આવ્યો.

    IAS ઓફિસર અવનીશ શરણે આ હૃદયસ્પર્શી વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. જેમાં રસ્તાની બાજુમાં શ્વાસ ગુમાવી બેઠેલા શ્વાને કોઈ અજાણ્યા શખ્સે જીવતદાન આપ્યું હતું. શ્વાનનું શ્વાસ લેવાનું બંધ થઈ ગયું હતું. પરંતુ આ વ્યક્તિએ સીપીઆર દ્વારા તેની છાતી પર દબાણ કર્યું, જેના પછી શ્વાન શ્વાસ લેવા લાગ્યો. આટલું જ નહીં તે તરત જ પોતાના બંને પગ પર ઉભો થઈ ગયો. જેણે પણ આ વીડિયો જોયો તે વ્યક્તિના વખાણ કરવા લાગ્યા.



    વીડિયોની શરૂઆતમાં આ કૂતરો નિર્જીવ પડી રહ્યો હતો. તેના શરીરમાં કોઈ હલચલ ન હતી. જ્યારે તે વ્યક્તિએ તેને રસ્તા પરથી પસાર થતા જોયો તો તેણે તેની પાસે જઈને તપાસ કરી. માણસે બંને હાથ વડે તેની છાતી પર દબાણ કર્યું અને તેને તેની પીઠ પર ફેરવ્યો. આ પછી, વ્યક્તિ લાંબા સમય સુધી શ્વાનની છાતી પર દબાણ આપતો રહ્યો. આખરે તેની મહેનત રંગ લાવી અને શ્વાન ઊભો થઈને તેના પગ પર ઊભો રહ્યો.

    આ પણ વાંચો: વિશાળકાય અજગરો સાથે આરામથી સૂતો જોવા મળ્યો શખ્સ

    હૃદય સ્પર્શી આ વીડિયો અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે. તેમજ ઘણા લોકોએ આ અંગે કમેન્ટ પણ કરી હતી. એક વ્યક્તિએ લખ્યું કે સીપીઆર ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. દરેક માણસે આ કરવાનું જાણવું જોઈએ. કટોકટીમાં, તે જીવન પણ બચાવી શકે છે. તે જ સમયે, એકે લખ્યું કે ભગવાનમાં વિશ્વાસ કરતા પહેલા, વ્યક્તિએ પોતાની જાત પર વિશ્વાસ કરવો જોઈએ. તો જ આવા ચમત્કારો જોઈ શકાય છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Amazing Video, OMG VIDEO, Viral videos, અજબગજબ

    આગામી સમાચાર