આ છે દુનિયાનું સૌથી દુર્લભ લાકડું, જેની સામે હીરા અને સોનાની ચમક પણ પડે છે ફીકી

આ લાકડું ચીન, જાપાન, ભારત, અરેબિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં જોવા મળે છે.

OMG news: ખૂબ કિંમતી હોવાને કારણે અગરવૂડને ભગવાનનું લાકડું એટલે કે વૂડ ઓફ ગોડ્સ પણ કહેવામાં આવે છે

  • Share this:
મોટાભાગના લોકો હીરા કે સોનાને જ દુનિયાનો સૌથી મોંઘી વસ્તુ (Most Expensive Material) માને છે. પરંતુ જો અમે કહીએ કે હીરા (Diamond) અને સોના (Gold) કરતાં લાકડું મોંઘું (Most Expensive Wood) છે, તો તમે માનશો? જી હાં, વિશ્વના દુર્લભ લાકડા (Rare Wood)ની કિંમત હીરા અને સોના કરતાં વધુ મોંઘી છે. તો ચાલો તમને આ લાકડા વિશે વધુ માહિતી આપીએ.

અકીલારિયા (aquilaria)ના ઝાડમાંથી મળતું અગરવુડ(Agarwood) જ એ કિંમતી લાકડું છે, જેને ઈગલવુડ (Eaglewood) અથવા એલોસવુડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ લાકડું ચીન, જાપાન, ભારત, અરેબિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં જોવા મળે છે. અગરવુડનું લાકડું વિશ્વનું દુર્લભ (Most Rare Wood of the world) છે. તે સૌથી મોંઘું વેચાતું લાકડું (Most Expensive Wood) છે. આ લાકડાની કિંમત હીરા અને સોના કરતાં વધુ મૂલ્યવાન છે. હાલ ભારતમાં એક ગ્રામ હીરાની કિંમત 3,25,000 રૂપિયા છે, જ્યારે 10 ગ્રામ સોનાની કિંમત 47,695 રૂપિયા છે. પરંતુ માત્ર 1 ગ્રામ અગરવુડના લાકડાની કિંમત 10,000 ડોલર એટલે કે લગભગ 7 લાખ રૂપિયા થાય છે.



ઉલ્લેખનીય છે કે, અગરવુડને જાપાનમાં ક્યાનમ અથવા ક્યારા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ લાકડામાંથી અત્તર અને પરફ્યુમ બનાવવામાં આવે છે. આ લાકડા સડી ગયા પછી તેનો ઉપયોગ અત્તરના ઉત્પાદનમાં થાય છે. એટલું જ નહીં, અગરવૂડના રેઝિનમાંથી ઓડ તેલ પણ કાઢવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ તેલનો ઉપયોગ સેન્ટમાં થાય છે અને આજના સમયમાં આ તેલની કિંમત 25 લાખ રૂપિયા પ્રતિ કિલો છે!

આ પણ વાંચો - બાર્બી ડોલ જેવી વજાઈના બનાવવા માંગતી હતી મહિલા, સર્જરી પછી મુશ્કેલીઓ વધી અને થયો પસ્તાવો

ખૂબ કિંમતી હોવાને કારણે અગરવૂડને ભગવાનનું લાકડું એટલે કે વૂડ ઓફ ગોડ્સ પણ કહેવામાં આવે છે. મહત્વનું છે કે, હોંગકોંગ, ચીન, જાપાનના વિસ્તારમાં અકીલારિયાના ઘણા વૃક્ષો છે, પરંતુ તેમાંથી મળતું અગરવૂડ એટલા કિંમતી છે કે અહીં મોટા પાયે તેની કાપણી અને દાણચોરી થઈ રહી છે. BBCના એક રિપોર્ટ અનુસાર, આ લાકડાની એટલી બધી દાણચોરી થઈ રહી છે કે અકીલારિયા વૃક્ષની પ્રજાતિ નાબૂદ થઈ રહી છે. અહેવાલ અનુસાર, એશિયન પ્લાન્ટેશન કેપિટલ કંપની અકીલારિયા વૃક્ષો સાથે સંબંધિત એશિયાની સૌથી મોટી કંપની છે. તે વૃક્ષોની પ્રજાતિઓને બચાવવાના કામમાં લાગી છે અને હોંગકોંગ સહિત ઘણા દેશોમાં વૃક્ષારોપણનું કામ પણ કર્યું છે.
First published: