રસ્તા ઉપર પાણીમાં મસ્તી કરતા મદનિયાનો આ વીડિયો જોઈને ઉતરી જશે લોકડાઉનનો થાક

News18 Gujarati
Updated: May 3, 2020, 7:41 PM IST
રસ્તા ઉપર પાણીમાં મસ્તી કરતા મદનિયાનો આ વીડિયો જોઈને ઉતરી જશે લોકડાઉનનો થાક
વાયરલ વીડિયોની તસવીર

વીડિયોમાં જોઈ શકાય છે કે, જેવું જ હાથીના બચ્ચાને શાવરથી નવડાવવામાં આવે છે કે તરત જ તે જમીન ઉપર ખુશીથી આળોટવા લાગે છે. ધીરેધીરે તે રસ્તા વચ્ચે જ લોટપોટ થઈ જાય છે.

  • Share this:
નવી દિલ્હીઃ ક્યારેક ક્યારેક સોશિયલ મીડિયા (social media) ઉપર એવા ફની વીડિયો વાયરલ (Viral video) થતા હોય છે જેને જોઈને લોકોના મન પ્રસન્ન થઈ જાય છે. આવો જ એક વીડિયો લોકડાઉન વચ્ચે વાયરલ થયો છે. જેમાં એક હાથીનું બચ્ચું (મદનિયું) રસ્તા ઉપર જ પાણી જોઈને નાચવા લાગ્યું અને આળોટવા લાગ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન ફોરેસ્ટ ઓફિસર સુશાંત નંદાએ (Susanta Nanda IFS) પોતાના ટ્વીટર હેન્ડલ ઉપર આ વીડિયો શેર કર્યો હતો. જેના કેપ્શનમાં લખ્યું હતું કે, હાથીને પાણી ખૂબ જ પસંદ હોયછે. પરંતુ હાથીના બચ્ચાને વધારે પાણી પસંદ હોય છે.વીડિયોમાં જોઈ શકાય છે કે, જેવું જ હાથીના બચ્ચાને શાવરથી નવડાવવામાં આવે છે કે તરત જ તે જમીન ઉપર ખુશીથી આળોટવા લાગે છે. ધીરેધીરે તે રસ્તા વચ્ચે જ લોટપોટ થઈ જાય છે.

મદનિયાની આ ક્યૂટ હરકત જોઈને તમે પણ હશવા લાગશો. હાજર લોકો તેનો વીડિયો પણ બનાવવા લાગ્યા હતા. અને આને સોશિયલ મીડિયા ઉપર અપલોડ પણ કર્યો હતો. જોત જોતામાં આ વીડિયોને અનેક લોકોએ પોસ્ટ કરવા લાગ્યા હતા અને ભારે વાયરલ થયો હતો. આ વીડિયોને સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. અને સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે.

 
First published: May 3, 2020, 7:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading