Home /News /eye-catcher /VIRAL VIDEO: વાજતે ગાજતે વર-વધુએ કરી સ્ટેજ પર એન્ટ્રી, અને ડાન્સ કરતાં જ ધડામ દઇને પડ્યું...
VIRAL VIDEO: વાજતે ગાજતે વર-વધુએ કરી સ્ટેજ પર એન્ટ્રી, અને ડાન્સ કરતાં જ ધડામ દઇને પડ્યું...
Image for representation
આ વાયરલ વીડિયોમાં (Viral Video) કપલ પોતાના લગ્નમાં શરૂઆતમાં શાનદાર ડાન્સ કરતું જોવા મળે છે. ડાન્સ કરતાં કરતાં તે (Bride And Groom Fall Off The Stage) સ્ટેજ પરથી ધમ દઇને પડી જાય છે.
સોશિયલ મીડિયામાં (Social Media) એવા ઘણા વિડીયો વાયરલ (Viral Video) થતા હોય છે, જેમાં યુઝર્સને ભરપૂર મનોરંજન મળી રહે છે. આવો જ એક કપલનાં લગ્નનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં કપલ પોતાના લગ્નમાં શરૂઆતમાં શાનદાર ડાન્સ કરતું જોવા મળે છે. ડાન્સ કરતાં કરતાં તે (Bride And Groom Fall Off The Stage) સ્ટેજ પરથી ધમ દઇને પડી જાય છે.
ઈન્સ્ટાગ્રામ (Instagram Viral Video) પર વાયુવગે આ વીડયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં વર વધુ એકબીજાનો હાથ પકડી ઉત્સાહિત થઇને સ્ટેજ પર એન્ટ્રી કરે છે અને કૂદી-કૂદીને ડાન્સ કરતા જોવા મળે છે. ત્યાર બાદ જોશમાં ડાન્સ કરતા કરતી દુલ્હન દુલ્હાની પીઠ પર બેસી જાય છે. પરંતુ થોડી જ ક્ષણોમાં ડાન્સ કરતા વરરાજાનું સંતુલન બગડતા બંને નીચે પડી જાય છે.
તમે થશે કે નીચે પડ્યા પછી બંને ત્યાં હાજર મહેમાનો સામે શરમ અનુભવશે. પરંતુ નહીં દુલ્હન ઊભી થઇને ફરી ડાન્સ કરવા લાગે છે. દુલ્હનનો આ અંદાજ જોઇને દુલ્હો પણ સાથે ડાન્સ કરવા લાગે છે. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો surprizhikayeler નામના એકાઉન્ટ પર 11 સપ્ટેમ્બરે શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયોને અત્યાર સુધીમાં 2 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. કમેન્ટ સેક્શન જાણે લોકોના મનોરંજીત ફીડબેકથી ભરાઈ ગયું છે. વિડીયો જોઇને લોકો પોતાનું હસવું રોકી શકતા નથી. અમુક લોકોએ પૂછ્યું કે, શું દુલ્હન નશામાં છે? તો એક યુઝરે લખ્યું કે, દુલ્હનની ખુશી ખરેખર જોવા લાયક છે.
GROOM'S GOT MOVES!!!
This groom & members of the wedding party in Brazil make quite an entrance to the wedding service...Justin Timberlake check this out!🎵🕺🏽🔥(🎥:gustavodurso)
જોકે બધા વિડીયોમાં એવું નથી હોતું કે, દુલ્હાનો ડાન્સ ફેઈલ જાય. આ અન્ય વિડીયોમાં Gustavo Durso Aleixo તમે જોઇ શકો છો દુલ્હાની શાનદાર એન્ટ્રી. એલેક્સિઓ પ્રોફેશનલ ડાન્સર છે અને તે બ્રાઝિલનો છે. તે વેડિંગ વેન્યૂ પર એન્ટ્રી કરતા સમયે જસ્ટિન બીબરના સોંગ ‘Can’t Stop The Feeling’ પર શાનદાર ડાન્સ કરતો દેખાય છે. તેનો ડાન્સ જોઇ લગ્નમાં આવેલા અમુક મહેમાનો પણ તેની સાથે ડાન્સ કરે છે. આ વિડીયો 19 સપ્ટેમ્બરના રોજ શરે કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધીમાં 2.3 મિલિયન વ્યૂ મળ્યા છે.