વૃદ્ધ દંપતિને નીચેની સીટ ન ફાળવવી રેલવેને ભારે પડી, કોર્ટે 3 લાખનો દંડ ફટકાર્યો

વૃદ્ધ દંપતિને નીચેની સીટ ન ફાળવવી રેલવેને ભારે પડી, કોર્ટે 3 લાખનો દંડ ફટકાર્યો
પ્રતિકાત્મક તસવીર

ડબ્બામાં 6 લોઅર બર્થ સીટો ખાલી હતી. તેમણે લોઅર બર્થ મેળવવા માટે ટિકિટ નિરીક્ષકને વિનંતી પણ કરી હતી, પરંતુ તેમને લોઅર બર્થ નહોતો ફાળવવામાં આવ્યો.

 • Share this:
  ભારતીય રેલવેને (indian Railway) 11 વર્ષ જુના કેસમાં વૃદ્ધ દંપત્તિને (Old Age Couple) હેરાન કરવાના મામલે 3 લાખનો સખત દંડ ફટકારવામાં આવ્યો છે. આ મામલો કર્ણાટકના સોલાપુર (Solapur) પાસેના બેલગામનો છે. જેમાં વૃદ્ધ દંપત્તિને લોઅર બર્થ (Lower Berth) આપવા માટે રેલવેએ ઇન્કાર કર્યો હતો. ત્યારે કર્ણાટકની કોર્ટે રેલવેને (Karnataka Railway Fined) 3 લાખનો દંડ ફટકાર્યો છે.

  મળતી માહિતી મુજબ, વર્ષ 2010માં એક બુઝુર્ગ દંપત્તિએ સોલાપુરથી થર્ડ એસીની ટિકિટ ખરીદી હતી. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન તેમણે અપેક્ષિત ક્વોટા હેઠળ તેમનો બર્થ બુક કરાવ્યો હતો, પરંતુ તેમને લોઅર બર્થ ફાળવવામાં નહોતો આવ્યો. મહત્વનું છે કે, ડબ્બામાં 6 લોઅર બર્થ સીટો ખાલી હતી. તેમણે લોઅર બર્થ મેળવવા માટે ટિકિટ નિરીક્ષકને વિનંતી પણ કરી હતી, પરંતુ તેમને લોઅર બર્થ નહોતો ફાળવવામાં આવ્યો.  આ પણ વાંચો : પાકિસ્તાનનનો ટેણિયો બોર્ડર ક્રોસ કરીને ભારતની સીમામાં પહોંચી ગયો, BSFએ ફ્લેગ મીટિંગ કરી પરત સોપ્યો

  દંપત્તિએ આક્ષેપ કર્યો હતો કે એક રેલ કર્મચારીએ તેમને ગેરમાર્ગે દોર્યા હતા અને તેમને ખોટા રેલવે સ્ટેશને ઉતારી દીધા હતા. આ રેલવે સ્ટેશન તેમના ગંતવ્ય સ્થાનથી લગભગ 100 કિમી દૂર હતું. તેમનો પુત્ર તેમને બિરૂર ખાતે લેવા આવ્યો હતો અને તેમની રાહ જોઈ રહ્યો હતો. જોકે, બાદમાં તેને જાણ થતા ભારતીય રેલ વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો.

  આ પણ વાંચો : દેશમાં રોકેટ ગતિએ વધી રહેલો કોરોના: છેલ્લા 24 કલાકમાં 714 લોકોનો જીવ લીધો, 89,129 નવા કેસ નોંધાયા

  અંતે 11 વર્ષ બાદ આ કેસમાં પીડિત દંપત્તિને ન્યાય મળ્યો છે. કોર્ટે ભારતીય રેલને આદેશ આપ્યો છે કે તે પીડિત બુઝુર્ગ દંપત્તિને 3 લાખ રૂપિયા ચૂકવે અને કેસમાં થયેલા ખર્ચના રૂ. 2500 પણ તેઓને ચૂકવે.
  Published by:News18 Gujarati
  First published:April 03, 2021, 11:33 IST

  ટૉપ ન્યૂઝ