Home /News /eye-catcher /

Afghan Girls: 55 વર્ષના વૃદ્ધે 9 વર્ષની ખરીદી દુલ્હન! વાસ્તવિકતા જાણવા છતાં પિતા સોદો કરવા મજબૂર

Afghan Girls: 55 વર્ષના વૃદ્ધે 9 વર્ષની ખરીદી દુલ્હન! વાસ્તવિકતા જાણવા છતાં પિતા સોદો કરવા મજબૂર

પ્રતિકાત્મક તસવીર

Afghan Child Brides: લગ્ન છોકરીઓ માટે એક સુંદર સ્વપ્ન જેવું છે (Wedding Dreams), પરંતુ અફઘાનિસ્તાન (Afghanistan)માં આ સ્વપ્ન બજારમાં વેચાઈ રહ્યું છે (Child Brides in Afghanistan). અહીં નિર્દોષ છોકરીઓ (fathers selling own daughter aged 9) જેમને લગ્નનો અર્થ પણ નથી ખબર તેને પરિવારોના થોડા મહિનાઓના ભોજન માટે દાવ પર લગાવાય છે. તાલિબાન રાજ (Taliban Regime)માં આ છોકરીઓથી વધુ માનવીય સંકટ બીજા કોઈ પર નથી.

વધુ જુઓ ...
OMG: અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાન (Taliban in Afghanistan) શાસન આવ્યા પછી, જો કોઈને તેમના ભવિષ્યની સૌથી વધુ ચિંતા હોય તો અહીંની છોકરીઓ છે. હવે તે ચિંતા ભયમાં ફેરવાઈ રહી છે.

અફઘાનિસ્તાનમાં જે માનવતાવાદી કટોકટી ચાલી રહી છે તેમાં બે વખતના ભોજન (Humanitarian Crisis in Afghanistan) માટે બાળકીઓનો સોદો(Child Brides in Afghanistan) મોટા પાયે થઈ રહ્યો છે. આ છોકરીઓના ડૂસકા સાંભળવા માટે કોઈ નથી, કારણ કે તેમના માતાપિતા મજબૂરીમાં તેમને વેચી રહ્યા છે.

હવે અફઘાનિસ્તાનમાં શરણાર્થી કેમ્પોમાં પણ ખાદ્ય પદાર્થો ખૂટી રહ્યા હોય તેવું લાગે છે. આવક ના થવાને કારણે અહીંના પરિવારો પાસે એક જ વિકલ્પ બચ્યો છે કે તેઓ વેપારીઓને તેમના ઘરની છોકરીઓને વેચી રોટલીનો જુગાડ કરે. દેખીતી રીતે જ, તેઓ તે કરવાનું પસંદ કરતા નથી, પરંતુ બીજો કોઈ રસ્તો બચ્યો નથી. સીએનએનના અહેવાલ મુજબ તાજેતરમાં જ એક પિતાએ તેની 9 વર્ષની પુત્રીને દુલ્હન તરીકે 55 વર્ષીય શખ્સના હાથોમાં સોંપી હતી.

 આ પણ વાંચો: માતા-પિતા સાવધાન! સુરતઃ ત્રણ વર્ષનું બાળક પોપ અપ ફટાકડા ખાઈ ગયું, ભારે ઝાડા-ઉલટી થતાં મોત

9 વર્ષની છોકરીઓ બની રહી છે દુલ્હન
સીએનએનના રિપોર્ટ મુજબ 9 વર્ષની બાળકીના પિતાએ તેને 55 વર્ષના આધેડ વ્યક્તિને વેચી દીધી હતી. યુવતી પરિવાર છોડવા માંગતી ન હતી પરંતુ તેને વેચી દેવામાં આવી હોવાથી તેને ખેંચીને લઈ જવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-સુરતઃ હૃદયદ્વાવક ઘટના! ચાલુ બાઈકે બેગ નીચે પડી, બેગ લેવા જતા પત્નીનું કારની અરફેટથી મોત, દંપતી ખંડીત

છોકરીના પિતાએ આ વિશે વાત કરી હતી કે તેના માટે આવું કરવું સરળ નથી, પરંતુ બાકીના પરિવારનુ પેટ પાલવવા માટે તેણે આવું કરવું પડ્યું. હવે તેમને ડર છે કે પુત્રીનો વેપારી તેને માર ન મારે. 8 માંથી એક બાળકીના વેચાણથી પરિવારનું થોડા મહિના સુધી આ પૈસાથી પેટ ભરાઈ જશે, પણ બાળકીનું આખું જીવન બરબાદ થઈ ગયું.

આ પણ વાંચો: તમારા ખિસ્સાને હળવું થતું બચાવો! આ 5 ક્રેડિટ કાર્ડ પર મળે છે સૌથી સારી કેશબેક ઑફર

માનવતાવાદી કટોકટીનો સામનો કરી રહેલુ અફઘાનિસ્તાન
મિરરના અહેવાલ મુજબ અફઘાનિસ્તાનના માનવાધિકાર સંગઠનોને ચિંતા છે કે કટોકટી જેટલી વધશે તેટલી વધુ યુવાન છોકરીઓની સોદાબાજી કરાશે. આ એકમાત્ર કિસ્સો નથી, આ પહેલાં પણ એક વૃદ્ધ મહિલાને તેની 2 પૌત્રીઓનો સોદો એટલા માટે કરવો પડ્યો હતો.

આ પણ વાંચોઃ-કમકમાટી ભરી ઘટના! મામી-ભાણીની હત્યા, બંને અર્ધનગ્ન હાલતમાં મળ્યા, બંનેના કપડા હતા અસ્ત-વ્યસ્ત

જેથી બાકીનાને થોડા દિવસોનું રેશન મળી શકે. એટલું જ નહીં એક પિતાએ પોતાની 6 મહિનાની દીકરીનો થોડા મહિનાના રેશન માટે સોદો કર્યો હતો. સોદા મુજબ, બાળકી જેવી ચાલતી થશે એટલે ખરીદનાર તેને પોતાની સાથે લઈ જશે. આ સંજોગોને જોતા જ અફઘાનિસ્તાનની પીડાદાયક માનવતાવાદી કટોકટીને સમજી શકાય છે. સંયુક્ત રાષ્ટ્ર પોતે પણ આ બાળકોના ભવિષ્ય વિશે ચિંતિત છે.
Published by:Riya Upadhay
First published:

Tags: Afghanistan Taliban News, Bizzare Stories, Child-marriage, Shocking news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन