Home /News /eye-catcher /

આ મોડલનો બોયફ્રેન્ડ બનવા માટે અનેક શરતોનુ કરવું પડશે પાલન, રોમાન્સ કરવા માટે પણ નિયમો

આ મોડલનો બોયફ્રેન્ડ બનવા માટે અનેક શરતોનુ કરવું પડશે પાલન, રોમાન્સ કરવા માટે પણ નિયમો

28 વર્ષીય મોરિયા મિલ્સ (Moriah Mills) અભિનેત્રી અને રેપર છે

OMG news- સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિક્ટોક(Tiktok) પર એક મોડલે પુરુષોને તેમના બોયફ્રેન્ડ બનવા માટેના તેના નિયમો સમજાવતો વીડિયો શેર કર્યો

  ઘણી વાર છોકરીઓ ઇચ્છે છે કે તેનો બોયફ્રેન્ડ (Boyfriend) અથવા પતિ (Husband) તેને ખૂબ પ્રેમ કરે, તેની સંભાળ રાખે અને તેની જરૂરિયાતો પૂરી કરે. ઘણી સ્ત્રીઓ આત્મનિર્ભર (Independent Women) હોય છે જે પોતે પોતાનું ધ્યાન રાખવા માંગે છે. પરંતુ આ દિવસોમાં એક મોડલ ખૂબ ચર્ચામાં છે જે એવા પ્રેમીની શોધમાં છે જેના પર તે સંપૂર્ણપણે નિર્ભર રહે. તેણે તેના આગામી બોયફ્રેન્ડ માટે ઘણી શરતો અને નિયમો (Model rules for potential boyfriend) પણ બનાવ્યા છે. જે પણ આ શરતો અને નિયમોનું પાલન કરશે, તે મહિલા તેને તેનો બોયફ્રેન્ડ બનાવશે.

  અમેરિકા (USA)ના ન્યૂયોર્ક (New York)માં રહેતી 28 વર્ષીય મોરિયા મિલ્સ (Moriah Mills) અભિનેત્રી અને રેપર તેમજ એડલ્ટ સબસ્ક્રિપ્શન સાઇટ ઓલિફેન્સ (Onlyfans)પર મોડલ છે. ઇન્સ્ટાગ્રામ પર તેની ઘણી ફેન ફોલોઇંગ પણ છે. ડેઇલી સ્ટારના અહેવાલ મુજબ, મોરિયાએ તાજેતરમાં ટિકટોક પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે છોકરાઓને તેમના બોયફ્રેન્ડ બનવા માટે કેટલીક શરતો અને નિયમો વિશે જણાવ્યું હતું. આ કારણસર મોરિયાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

  આ પણ વાંચો - પૂર્વ એર હોસ્ટેસ વાપરેલા અંડરગારમેન્ટ વેચીને કમાવવા લાગી સેલેરીથી વધારે રૂપિયા, છોડી દીધી નોકરી

  આ છે મોડલની શરતો

  વીડિયોમાં મોરિયાએ કહ્યું છે કે, જે વ્યક્તિ તેને ડેટ કરવા માંગે છે તેણે દર અઠવાડિયે તેમને 12 ડઝન એટલે કે 144 ગુલાબ ભેટ આપવા પડશે. એટલું જ નહીં, તેણે રોમાન્સ વિશે પણ સ્પષ્ટ કર્યું હતું કે, વ્યક્તિ અઠવાડિયામાં એક વાર તેમની સાથે સંબંધ રાખે. વીડિયોમાં મોરિયાએ કહ્યું હતું કે, "છોકરાઓએ સમજવું પડશે કે હું પરફેક્ટ છું. તેથી હું કોઈ પણ માણસને ડેટ નહીં કરું જે મારા માટે યોગ્ય નથી. છોકરાએ સમજવું પડશે કે, હું મારા પોતાના પૈસા કમાઉં છું તેથી તે મને પૈસા ખર્ચતા ક્યારેય રોકે નહીં પરંતુ ચોક્કસપણે તેના પૈસા મારા પર ખર્ચ કરે.

  મહિનામાં એકવાર તેણે મારા પાર્લર માટે ખર્ચો કરવો પડશે. તેને મને હોટલ અને રેસ્ટોરાંમાં લઈ જવું પડશે." તેમણે એમ પણ કહ્યું હતું કે, જે કોઈ તેમને ડેટ કરે છે તેણે હંમેશાં પોતાને સ્માર્ટ રાખવું પડશે, સ્વચ્છ કપડાં પહેરવા પડશે અને પરફ્યુમ છાંટવુ પડશે.

  લોકોએ મોડલની શરતો પર કરી ટિપ્પણી

  મોરિયાએ વઘુમાં કહ્યુ કે, "આ પરિસ્થિતિઓ સિવાય, જો કોઈ છોકરો મને 12 મહિના સુધી ડેટ કરવામાં સફળ થાય છે, તો 12 મહિના પછી તેણે મને મોંઘી વીંટી આપવી પડશે, ઘૂંટણિયે બેસીને મને પ્રપોઝ કરવું પડશે. જો તે નહીં કરે તો હું એક વર્ષ પછી મારી જાતે જ તેની સાથે બ્રેકઅપ કરીશ."

  આ પણ વાંચો - Shocking: પત્નીએ રાત્રે 18 પુરુષો સાથે કર્યો રોમાન્સ, પતિ લાવીને આપતો હતો કોન્ડોમ!

  ઘણા લોકોએ મોરિયાના વીડિયો પર ટિપ્પણી કરી છે. કેટલાકે તેમની શરતો સ્વીકારી છે, પરંતુ કેટલાક તેમના પર ભૌતિકવાદી હોવાનો આરોપ લગાવે છે. તે કહે છે કે, મોરિયા પ્રેમ નહીં ફક્ત પૈસા ચાહે છે. કેટલાક લોકોએ તો એમ પણ કહ્યું હતું કે તેમને આવા સંબંધો ક્યારેય જોઈતા નથી, આવા સંબંઘ કરતા તેઓ એકલા ખુશ છે. તમને જણાવી દઈએ કે, મોરિયાને ઇન્સ્ટાગ્રામ પર લાખો લોકો ફોલો કરે છે. તે ઘણીવાર તે અર્ધ નગ્ન અને અત્યંત બોલ્ડ ફોટા પોસ્ટ કરે છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Ajab Gajab, Moriah Mills, OMG News

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन