Home /News /eye-catcher /આ એક્ટરને હવે અંતરિક્ષમાં કરવું છે એડલ્ટ ફિલ્મ શૂટ, એલોન મસ્ક પાસે પણ માંગી મદદ!

આ એક્ટરને હવે અંતરિક્ષમાં કરવું છે એડલ્ટ ફિલ્મ શૂટ, એલોન મસ્ક પાસે પણ માંગી મદદ!

જોનીએ અંતરિક્ષમાં જઈને ફિલ્મ શૂટ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

એડલ્ટ ફિલ્મોના અભિનેતા, જોની સિન્સે (Johnny Sins) ઘણી વખત અવકાશયાત્રી તરીકે ફિલ્મોમાં અભિનય કર્યો છે, પરંતુ હવે જોની ખરેખર અવકાશ (Adult actor in space)માં જઈને એડલ્ટ ફિલ્મોનું શૂટિંગ કરવા માંગે છે.

    એડલ્ટ ફિલ્મોનો બિઝનેસ વિદેશમાં મોટા પાયે ફેલાયેલો છે અને આજના સમયમાં આ આખી ઈન્ડસ્ટ્રી કરોડો અને અબજોની થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, આ ઉદ્યોગમાં કામ કરતા ફિલ્મ નિર્માતાઓ અને કલાકારો દર્શકોને એક અલગ અનુભવ આપવા માટે વિચિત્ર સ્થળોએ ફિલ્મોનું શૂટિંગ કરે છે. હવે એક મોટા અભિનેતાએ અવકાશમાં તેની મૂવીના દ્રશ્યો શૂટ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને આ માટે તેમને ટેસ્લા, સ્પેસએક્સ અને હવે ટ્વિટરના નવા માલિક, એલોન મસ્ક પાસે મદદ માંગી છે.

    તમે ભલે એડલ્ટ ફિલ્મો જોતા ના હોવ, પરંતુ તમે જોની સિન્સને જાણતા જ હશો. જ્યારથી જોની સિન્સના અલગ-અલગ પાત્રો ફેમસ થયા છે ત્યારથી તેમના વિશે સોશિયલ મીડિયા પર લાખો મીમ્સ અને ફની વીડિયો બનાવવામાં આવે છે. તે તેની ફિલ્મોમાં ક્યારેક પ્લમ્બર બને છે તો ક્યારેક પોલીસ. તેણે અવકાશયાત્રી તરીકે પણ કામ કર્યું છે, પરંતુ હવે જોની વાસ્તવમાં અવકાશમાં જઈને એડલ્ટ ફિલ્મો શૂટ કરવા માંગે છે.

    અવકાશમાં જવા માંગે છે જોની સિન્સ


    ડેઈલી સ્ટાર ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ અનુસાર, તાજેતરમાં તેણે વાઈસ વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં આ ઈચ્છાનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે અંતરિક્ષમાં જઈને એડલ્ટ વીડિયો શૂટ કરનાર પ્રથમ કલાકાર બનવાનું તેનું સપનું છે.

    આ પણ વાંચો: 20 વર્ષની યુવતી 52 વર્ષના કાકાના પ્રેમમાં પડી

    તેમનું કહેવું છે કે સ્પેસ એક્સ કંપનીના માલિક એલોન મસ્ક જ તેમની મદદ કરી શકે છે કારણ કે તેમની કંપની ટૂંક સમયમાં જ સામાન્ય લોકો માટે સ્પેસ ટુરિઝમની સેવા શરૂ કરવા જઈ રહી છે, જેના દ્વારા લોકો અવકાશમાં જઈ શકે છે. તેણે કહ્યું કે તેના દ્વારા સ્પેસએક્સ ખાસ પ્રમોશન કરી શકે છે, જેનો ફાયદો કંપનીને જ થશે.

    આ પણ વાંચો: સરકારી જાસૂસ તરીકે હવે મચ્છરો કરી રહ્યા છે કામ!

    એડલ્ટ એક્ટ્રેસને પણ મોકલવાની છે યોજના


    તાજેતરમાં નેફ્ટી નામના પ્લેટફોર્મે પણ આવો જ વિચાર જાહેર કર્યો હતો. NAFTY એ એડલ્ટ કન્ટેન્ટ સર્જકોનું સામાજિક પ્લેટફોર્મ અને મનોરંજન હબ છે. આ કંપનીએ એડલ્ટ ફિલ્મોના અનુભવને બહેતર બનાવવા માટે પુખ્ત અભિનેત્રી લેક્સી લુનાને રોકેટ દ્વારા અવકાશમાં મોકલવાની યોજના તૈયાર કરી છે. કંપની સ્પેસએક્સના પ્રાઈવેટ પેસેન્જર પ્રોગ્રામનો પણ સપોર્ટ લેશે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Adult star, Elon musk, Viral news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन