Home /News /eye-catcher /

Viral Video: મહિલાને ‘મમ્મી’ કહીને બોલાવવા લાગ્યો પોપટ, બંને વચ્ચેની વાતચીત પર ફિદા થઇ ગયું ઇન્ટરનેટ

Viral Video: મહિલાને ‘મમ્મી’ કહીને બોલાવવા લાગ્યો પોપટ, બંને વચ્ચેની વાતચીત પર ફિદા થઇ ગયું ઇન્ટરનેટ

મહિલા અને પોપટ વચ્ચેના સંવાદ પર લોકો મોહિત થઇ ગયા છે. (Image Credit- Twitter/@ipskabra)

Parrot Viral Video: વિડીયોમાં પોપટ એક મહિલાને ‘મમ્મી’ કહીને સંબોધિત કરી રહ્યો છે અને સાથે જ ચાની ડિમાંડ પણ કરી રહ્યો છે. આ વિડીયો પોસ્ટ થતા જ સોશિયલ મીડિયા (Viral Video Today) પર છવાઇ ગયો છે.

    Parrot Viral Video: પોપટ (Parrot) એક સુંદર અને બુદ્ધિશાળી પક્ષી છે. તે કોઇનો પણ અવાજ કાઢવા માટે સક્ષમ હોય છે. તમે ઘણી વખત ઘરમાં પાળેલા પોપટને અલગ-અલગ પ્રકારના અવાજ કાઢતા જોયો હશે. તેની આ લાક્ષણિકતા પર સૌકોઇ મોહિત થઇ જાય છે. તાજેતરમાં આ પક્ષીનો અદ્ભુત વિડીયો સોશિયલ મીડિયા પર ચર્ચાનું (Parrot Viral Video) કેન્દ્ર બન્યો છે. આ વાયરલ વિડીયોમાં જે પોપટ જોવા મળે છે તે વિદેશી છે, જે હવે હિન્દીમાં વાત કરે છે.

    વિડીયોમાં પોપટ એક મહિલાને ‘મમ્મી’ કહીને સંબોધિત કરી રહ્યો છે અને સાથે જ ચાની ડિમાંડ પણ કરી રહ્યો છે. આ વિડીયો પોસ્ટ થતા જ સોશિયલ મીડિયા પર છવાઇ ગયો છે.

    આ પણ વાંચો: આ છે દુનિયાના 7 સૌથી ઘનવાન પ્રાણીઓ, આટલી આટલી સંપતિઓના છે માલિક

    પોપટે મહિલાને ‘મમ્મી’ કહીને બોલાવી

    વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે પોપટનો કલર કેટલો સુંદર છે. સામાન્ય રીતે તમે લીલા કલરના પોપટ જોયા હશે, પણ આ વિડીયોમાં રેડ અને ગ્રીન કલરનો પેરટ (Red and Green Parrot) જોવા મળે છે, જે હિન્દીમાં વાત કરીને ફેમસ થઇ ગયો છે. આ વિડીયોમાં તે એક મહિલાને મમ્મી અને માં કહીને સંબોધિત કરી રહ્યો છે અને સાથે જ ચા પણ માગી રહ્યો છે. મહિલા પણ પોપટના અવાજથી બહાર આવે છે અને તેનાથી વાત કરવા લાગે છે. બંને વચ્ચેના આ સંવાદ પર લોકો મોહિત થઇ ગયા છે. તમને જણાવી દઇએ કે આ પ્રકારના પેરટ ઇન્ડોનેશિયા (Indonesia)માં જોવા મળે છે. અહીં જુઓ વિડીયો:



    આ પણ વાંચો: Indian runner duck: પેંગ્વિનની જેમ ચાલતુ અનોખુ બતક, 1 વર્ષમાં મૂકે છે 350 ઈંડાં

    IPS અધિકારીએ શેર કર્યો આ વિડીયો

    વિડીયોમાં તમે જોઇ શકશો કે પોપટ મહિલાને બોલાવીને કહે છે, ‘આવી બેટા આવી. ચા લઇ આવું છું.’ મહિલા આગળ પોપટના વખાણ કરે છે. આ વિડીયોને આઈપીએસ ઓફિસર દિપાંશુ કાબરા (Dipanshu Kabra)એ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે, ‘વાત કરવાની અલગ જ મજા હોય છે, જ્યારે કોઈ આટલી આત્મીયતાથી વાતચીત કરતું હોય. આ સુંદર અને નિર્દોષ વાતચીત સાંભળીને લાગે છે કે કાશ આપણે તમામ પ્રાણીઓ સાથે આ રીતે જ વાત કરી શકતા હોત.’
    Published by:Nirali Dave
    First published:

    Tags: Ajab Gajab, Ajab gajab news, Latest viral video, OMG News, Trending news, Viral videos, અજબગજબ, વાયરલ વીડિયો

    આગામી સમાચાર