પોતાના સાત વર્ષના દીકરા સાથે ન્યુડ ફોટોશૂટ(Nude photoshoot) કરાવનારી અભિનેત્રી અકુઆપેમ પોલો (Akuapem Poloo)ને 90 દિવસની જેલની સજા કરવામાં આવી છે. પશ્ચિમી આફ્રિકન દેશ ઘાનાની (Ghana)આ જાણીતી એક્ટ્રેસને રોઝમંડ બ્રાઉન નામથી પણ ઓળખવામાં આવે છે, વાત એમ છે કે, રોઝમંડે જૂન, 2020માં પોતાના દીકરાના જન્મદિવસ પર તેની સાથે ન્યૂડ ફોટો પડાવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ફોટો જોઈને લોકો દંગ રહી ગયા હતા.
‘ધ સન’માં છપાયેલ એક અહેવાલ મુજબ, આ કેસમાં રોઝમંડની અપીલને કોર્ટે ફગાવી દીધી છે. હવે તેને 90 દિવસ સુધી જેલમાં જ રહેવું પડશે. એપ્રિલમાં પણ આ મામલે સુનાવણી થઈ હતી અને રોઝમંડને 90 દિવસની સજા સંભળાવવામાં આવી હતી. પરંતુ તેની વિરુદ્ધ રોઝમંડે એક અપીલ દાખલ કરી હતી, જેને હવે કોર્ટે રદ કરી નાખી છે.
જણાવી દઈએ કે 31વર્ષની રોઝમંડ બ્રાઉન એક સિંગલ મધર છે. તેની ન્યૂડ તસવીરોથી સોશિયલ મીડિયા પર હંગામો થઈ ગયો હતો. તે આ ફોટોમાં ન્યૂડ હતી અને તેના દીકરાએ ફક્ત શોર્ટ્સ પહેરી હતી. આ કેસમાં જજે કહ્યું હતું કે આ એક રીતે ઘરેલુ હિંસાનો કેસ છે અને આ ફોટોએ બાળકની ગરિમાને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે.
આ મામલે જજ ક્રિસ્ટીના કેનનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર ન્યૂડ ફોટોઝ શેર કરવાનું કલ્ચર બહુ ચિંતાજનક છે. શું આ મહિલાએ પોતાના બાળકને આ પ્રકારનો ફોટો પોસ્ટ કરતાં પહેલા પૂછ્યું હતું? શું તેણે પોતાના બાળકની પ્રાઈવસીનો આદર કર્યો? દેખીતું છે કે તેણે એવું નથી કર્યું.
ક્રિસ્ટીનાએ આગળ કહ્યું કે આ વાતમાં બેમત નથી કે મહિલાઓ સાથે અપરાધ વધવા સાથે અશ્લીલ કન્ટેન્ટમાં પણ ઘણો વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાંક દાયકાઓથી આપણે એક હાઇપર સેક્શુઅલ સમાજમાં જીવી રહ્યા છીએ અને આ પ્રકારની હરકતો મા-દીકરાના સંબંધ પર નકારાત્મક અસર કરે છે. ક્રિસ્ટીનાએ કહ્યું કે મેં દોષીની દલીલો સાંભળી છે અને આ વાતને નોટિસ કરી છે કે તે એક સિંગલ મધર છે અને તેને પોતાની હરકત પર પસ્તાવો છે. જોકે એ પણ સત્ય છે કે તેની આ સજા સમાજમાં એક સંદેશ આપવાનું કાર્ય કરશે.
જણાવી દઈએ કે આ મામલો ચર્ચામાં ત્યારે આવ્યો હતો જ્યારે અમેરિકાની પોપ્યુલર મહિલા રેપર કાર્ડી બી (Cardi B)એ આ મામલે પ્રતિક્રિયા આપી હતી. તેણે જણાવ્યું કે મેં અમેરિકામાં આવા કેટલાય ફોટોશૂટ્સ જોયા છે. જો કે, આ મારી સ્ટાઈલ નથી. મને એવું નથી લાગતું કે તે કોઈ પ્રકારે ફોટોને સેક્શુઅલી પ્રમોટ કરવા માગતી હતી. તો પણ જેલની સજા આ માટે ઘણી છે. મને લાગે છે કે તે આ ફોટોના આધારે નેચરલ સ્ટાઈલ પ્રમોટ કરી રહી હતી.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર