મુંબઈ : ફિલ્મ રિલીઝ થવાની હોય ત્યારે તે ફિલ્મનું પ્રમોશન કરવા માટે સેલિબ્રિટી ‘કપિલ શર્મા શો’ ના (kapil sharma show)સેટની મુલાકાત લેતા હોય છે. અક્ષય કુમાર (Akshay Kumar) પોતાની દરેક ફિલ્મનાં પ્રમોશન કરવા માટે આ શો માં આવે છે, પરંતુ તે તેની આગામી ફિલ્મ બચ્ચન પાંડેના (bachchan pandey)પ્રમોશન માટે શોમાં જવાનો ઇનકાર કરી રહ્યો છે, તેના આ નિર્ણય પાછળનું કારણ પણ કંઇક જુદુ જ છે.
હોળી પર આવનારી અપકમિંગ ફિલ્મ બચ્ચન પાંડે રિલીઝ થવા માટે તૈયાર છે. પણ અક્ષય કુમાર અને કપિલની (Kapil Sharma) વચ્ચે થોડી તકરાર ચાલી રહી છે. જેના કારણે ફિલ્મનાં પ્રમોશન પર અસર પડી છે.
hindustantimes.comને સૂત્ર દ્વારા જાણવા મળ્યુ છે કે, થોડા સમય પહેલા અક્ષય કુમાર ‘ધ કપિલ શર્મા શો’ માં આવ્યો હતો. જ્યાં કપિલે અક્ષયને પ્રખ્યાત પર્સનાલિટી સાથે કરેલાં ઇન્ટરવ્યુ વિશે પુછ્યું હતું, જેમાં અક્ષય કુમાર કેરી ખાવાના શોખ વિશે જણાવી રહ્યો હતો, તે PM સાથેના ઇન્ટરવ્યુ તરફ ઇશારો કરી રહ્યાં હતા. બંને વચ્ચે આ બાબતને લઇને થોડી ખટપટ થઇ હતી. સૂત્રએ આગળ જણાવ્યું કે, અક્ષય કપિલની સાથે બધાં જોક્સ સામાન્ય રીતે લે છે, પણ PM ના ઇન્ટરવ્યુ પર કટાક્ષ કરવો તે ઉચ્ચ પદની ગરિમાને નુકસાન પહોંચાડવાનું કામ છે. તેથી જ અક્ષયે ચેનલને વિનંતી કરી કે, આ ભાગ પ્રસારિત ન કરે. આ શો લાઇવ ન હોવાથી આવી વિનંતી કરવી તે મહેમાનોનો અધિકાર છે.
ચેનલે સંમતિ આપી, પરંતુ તે સીન તરત જ ઇન્ટરનેટ પર લીક થઈ ગયો હતો અને વિવાદનું કારણ બની ગયો હતો. જેથી અક્ષયે શો માં ફરીથી આવતા પહેલાં સ્પષ્ટતા માંગી હતી. અક્ષય કુમાર નવેમ્બરમાં સૂર્યવંશી અને ડિસેમ્બરમાં રિલીઝ થયેલી અતરંગી રે પ્રમોટ કરવા માટે આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, બચ્ચન પાંડે એ એક એક્શન કોમેડી ફિલ્મ છે જેનું નિર્દેશન ફરહાદ સામજી દ્વારા કરવામાં આવ્યું છે અને સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત છે. તેમાં અક્ષય કુમાર, કૃતિ સેનન અને જેકલીન ફર્નાન્ડીઝ છે. આ ફિલ્મ 2014માં આવેલી તમિલ ફિલ્મ જીગરથાંડાની રિમેક છે. આ ફિલ્મ 18 માર્ચ 2022ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર