આ છે ઇઝરાઇલની સુંદર પણ ખતરનાક મહિલા સૈનિકો, જુઓ તસવીરો

ઇઝરાઇલ એક એવો દેશ છે જેની ગણના દુનિયાના સૌથી તાકતવર દેશોમાં થાય છે. પોતાની મજબૂત ડિફેન્સ સિસ્ટમના કારણે ઇઝરાયલ આજે વિશ્વમાં શક્તિશાળી દેશોમાં સામેલ છે.

ઇઝરાઇલ એક એવો દેશ છે જેની ગણના દુનિયાના સૌથી તાકતવર દેશોમાં થાય છે. પોતાની મજબૂત ડિફેન્સ સિસ્ટમના કારણે ઇઝરાયલ આજે વિશ્વમાં શક્તિશાળી દેશોમાં સામેલ છે.

 • Share this:
  ઇઝરાઇલ એક એવો દેશ છે જેની ગણના દુનિયાના સૌથી તાકતવર દેશોમાં થાય છે. પોતાની મજબૂત ડિફેન્સ સિસ્ટમના કારણે ઇઝરાયલ આજે વિશ્વમાં શક્તિશાળી દેશોમાં સામેલ છે. ચારે બાજુથી દુશ્મન દેશોથી ઘેરાયેલા હોવાં છતાં કોઇની હિંમ્મત નથી કે ઇઝરાઇલ ઉપર હુમલો કરી શકે. ઇઝરાઇલ ઉપર હુમલો કરતા પહેલા દુશ્મન દેશોને સૌ વખત વિચારવું પડે. પોતાની ઘાતક ટેન્કો અને મજબૂત એન્ટી બેલિસ્ટિક મિસાઇલ સિસ્ટમથી ઇઝરાઇલે દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવી છે. આટલું જ નહીં ઇઝરાઇલની સેનામાં પુરુષોની સાથે સાથે મહિલાઓને એટલું જ મહત્વ આપવામાં આવે છે. ઇઝરાઇલની સેનામાં મહિલાઓની વધતી ભાગીદારી પાછળ મુખ્ય બે કારણ છે. જેમાં પહેલું કારણ છે કે, સમાજના બદલાતા વિચાર અને બીજું કારણ એ છે કે, સેનામં પુરુષોના નોકરીનો સમય ઓછો હોય છે જેના કારણે નવા સૌનિકો મેળવવા મુશ્કેલી થતી હતી.  ઇઝરાઇલમાં દરેક યહુદી નાગરિકો સેનામાં ભરતી થઇને પોતાની સેવાઓ આપે છે. જેના કારણે હવે વધારેમાં વધારે યુવાન યુવતીઓ સેનામાં ભરતી થઇને દેશની સેવા કરે છે. વર્ષ 1948માં જ્યારે ઇઝરાઇલ એક રાજ્ય બન્યું હતું ત્યારે પણ સેનામાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા હતી.  ઇઝરાઇલમાં એક પુરુષ સૈનિકને 18 વર્ષ થતા 2 વર્ષ 8 મહિના સેનામાં કામ કરવું અનિવાર્ય છે જ્યારે મહિલાઓને માત્ર બે વર્ષ જ કામ કરવાનું હોય છે. ઇઝરાઇલમાં વર્ષ 2000માં મહિલા અને પુરુષ સૈનિકોનું એક યુનિટ કારાકલ બટાલિયનને બનાવવામાં આવી હતી. આ યુનિટમાં મહિલા અને પુરુષ બંને એક સમાન દેખાય છે.  આ સાથે ઉઝરાયલમાં 2000ના વર્ષમાં જ મહિલાઓને પુરુષોની જેમ જ કોઇપણ પદ ઉપર કામ કરવાનો સમાન અધિકાર આપતો કાયદો બનાવવામાં આવ્યો હતો. ઇઝરાઇલની સેનામાં કામ કરતી સ્માદર કહે છે કે સેનામાં જે પુરુષ કરી શકે છે તે મહિલાઓ પણ સરળતાથી કરી શકે છે.  25 વર્ષની સ્માદર કહે છે કે સેનાના દરેક યુનિટમાં મહિલા અને પુરુષો માટે મિશ્ર પદ હોવા જોઇએ. આ ઉપરાંત ઇઝરાઇલની જાસૂસી એજન્સી મોસાદ આખી દુનિયામાં સૌથી ખતરનાક એજન્સીમાંથી એક છે. જેનાથી દરેક દુશ્મન ડરે છે. મોસાદ એજન્સીમાં પણ મહિલાઓની ભાગીદારી 40 ટકા છે. આ એજન્સીમાં એવી એવી સુંદર મહિલાઓ છે જે ફ્લર્ટ કરીને દુશ્મન દેશોની બદી ખાનગી માહિતી મેળવે છે. આવું ખતરનાક કામ કરવા માટે મહિલા સૈનિકોને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે છે.  માત્ર ઇઝરાઇલમાં જ નહીં પરંતુ દુનિયાના બીજા દેશોની સેનાઓમાં પણ મહિલાઓની ભાગીદારી ગત કેટલાક દશકોમાં વધી છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ભારતની સેનામાં પણ મહિલાઓ પુરુષોની બરાબરી કરી રહી છે.
  Published by:Ankit Patel
  First published: