Lockdown 4 : 'સાહેબ, મંજૂરી આપી દો...પછી ત્રણ વર્ષ સુધી લગ્ન નહીં કરી શકીએ'!

News18 Gujarati
Updated: May 28, 2020, 11:00 AM IST
Lockdown 4 : 'સાહેબ, મંજૂરી આપી દો...પછી ત્રણ વર્ષ સુધી લગ્ન નહીં કરી શકીએ'!
ઉત્તર પ્રદેશના અલીગઢના અવતાર નગરમાં રહેવા રવિ યાદવના પુત્ર રામવીર યાદવના લગ્નનું આયોજન 29મેના રોજ કરવામાં આવ્યું. દીકરાના પિતાએ ખાલી 5 લોકોના પાસ બનાવીને પોતાના પુત્રના લગ્ન કોતવાલી નગરમાં રહેતા સંતોષ યાદવની પુત્રી નીતૂ યાદવ સાથે હિંદુ રીતરિવાજ મુજબ કરાવ્યા. લગ્ન સંપન્ન થયા અને તેમાં યુવતીના ઘરથી 6 લોકો અને યુવકના ઘરથી પાંચ લોકો હાજર રહ્યા બસ. (પ્રતિકાત્મક તસવીર)

લોકોનું કહેવું છે કે મે અને જૂનમાં લગ્ન કરવાના મુહૂર્ત છે, જો આ દરમિયાન લગ્ન નહીં થાય તો લાંબી રાહ જોવી પડી શકે છે.

  • Share this:
રાયપુર : કોરોના વાયરસ (Coronavirus)ની અસર અર્થવ્યવસ્થાની સાથે સાથે લગ્નો પર પણ પડી રહી છે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન (Lockdown Guidelines) પ્રમાણે સામૂહિક કાર્યક્રમ પર રોક લગાવી દેવામાં આવી છે. આ કારણે અનેક લગ્ન (Marriage Function) પણ રદ થઈ રહ્યા છે. જે લોકોનાં લગ્ન પહેલાથી જ નક્કી કરી દેવામાં આવ્યા છે તે લોકો અધિકારીઓ પાસે મંજૂરી માટે લાઇનો લગાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે મે અને જૂન મહિનામાં લગ્નના મુહૂર્ત છે, જો આ દરમિયાન લગ્ન નહીં થાય તો લાંબા સમયની રાહ જોવી પડી શકે છે. આથી જ લોકો ધોમધખતા તાપમાં પણ લગ્નની મંજૂરી માટે લાઇનોમાં ઊભા રહ્યા છે.

દૈનિક ભાસ્કરમાં છપાયેલા સમાચાર પ્રમાણે રાયપુરમાં મંગળવારે લગ્નનું કાર્ડ લઈને લોકો કલેક્ટર ઓફિસ પહોંચી રહ્યા છે. તેમનું કહેવું છે કે, લગ્ન માટે અમે ફક્ત પાંચ લોકોને જ બોલાવીશું પરંતુ તમે મંજૂરી આપી દો. મંજૂરી માટે આવી પહોંચેલા લોકોએ જણાવ્યું કે જો મે અને જૂનમાં લગ્નની મંજૂરી નહીં મળે તો લગ્ન કરવા માટે લાંબી રાહ જોવી પડી શકે છે. લગ્નની મજૂરી માટે આવી પહોંચેલા બલૌદાબાજારના એક વ્યક્તિએ જણાવ્યું કે, દીકરીના લગ્ન મે મહિનામાં નક્કી થયા હતા, પરંતુ લૉકડાઉનને કારણે લગ્ન જૂન સુધી મુલવતી રહ્યા છે. હવે તેઓ લગ્નની મંજૂરી લેવા માટે આવી પહોંચ્યા છે. નોંધનીય છે કે સરકારની મંજૂરી બાદ જ લગ્ન થઈ શકે છે.

આ પણ વાંચો :  વિજ્ઞાન માટે પણ પડકાર રહેલા ચૂંદડીવાળા માતાજીની ક્યારેય ન નિહાળેલી તસવીરો

અનેક લગ્ન રદ થયા

દૈનિક ભાસ્કરના જણાવ્યા પ્રમાણે લૉકડાઉનને કારણે 70 ટકાથી વધારે લગ્ન રદ થયા છે. હવે લૉકડાઉન 4માં અમુક છૂટછાટ મળતા લોકો લગ્નની મંજૂરી લેવા માટે પહોંચી રહ્યા છે. લોકનું કહેવું છે કે વર-વધૂની કુંડળી મળી ચૂકી છે. મુહૂર્ત જૂનનું છે. જો અત્યારે લગ્ન નહીં થાય તો પછી ત્રણ વર્ષની રાહ જોવી પડી શકે છે. નોંધનીય છે લૉકડાઉનમાં લગ્ન માટે કોઈ જ પ્રતિબંધ નથી. પરંતુ વધારે લોકોને એકઠા થવા પર પ્રતિબંધ છે. સરકારે નક્કી કરેલી નિયમોને આધિન લગ્ન કરી શકાય છે. સરકારની માર્ગદર્શિકા પ્રમાણે લગ્નમાં 50થી વધારે લોકો એકઠા થઈ શકતા નથી.
First published: May 28, 2020, 11:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading