એક યુવકને લોકડાઉન દરમિયાન બટર ચિકન ખાવું 1.23 લાખ રૂપિયામાં પડ્યું. જાણો રસપ્રદ ઘટના

News18 Gujarati
Updated: July 20, 2020, 10:31 PM IST
એક યુવકને લોકડાઉન દરમિયાન બટર ચિકન ખાવું 1.23 લાખ રૂપિયામાં પડ્યું. જાણો રસપ્રદ ઘટના
પ્રતિકાત્મક તસવીર

મેલબોર્નમાં એક વ્યક્તિએ પોતાનું મનપસંદ બટર ચિકન ખાવા માટે 32 કિલોમિટર દૂર ગયો હતો. આ બટર ચિકન તેને 1 લાખ 32 હજાર રૂપિયામાં પડ્યું હતું.

  • Share this:
મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં એક અજીબો-ગરીબ ઘટના સામે આવી છે. જેને સાંભળીને તમે રહેરાન રહી જશો. આખી દુનિયામાં કોરોના વાયરસ (coronavirus)ના કારણે લોકડાઉન (Lockdown) જેવી સ્થિતિ છે. હોટલ-રેસ્ટોરન્ટ, બાર બધું બંધ છે. આવી સ્થિતિમાં તમને તમારું મનપસંદ ખાવાનું ખાવા માટે તલબ લાગે તો શું કરશો. તમે પોતાની જાતને ઘરની બહાર નીકળવા માટે રોકશો કે પછી સંભવ હોય તો તે ડિશને ઘરે બનાવવાની કોશિશ કરશો. પરંતુ મેલબોર્નના એક વ્યક્તિએ આનાથી ઉંધું કર્યું હતું.

મેલબોર્નમાં એક વ્યક્તિએ પોતાનું મનપસંદ બટર ચિકન (Butter chicken) ખાવા માટે 32 કિલોમિટર દૂર ગયો હતો. આ બટર ચિકન તેને 1 લાખ 32 હજાર રૂપિયામાં પડ્યું હતું. આ ઘટનાએ દરેકને હેરના કરી દીધા હતા. કોઈ કેવી રીતે આટલું મોંઘુ ચિકન ખાઈ શકે છે.

ઈન્ડિયા ટાઈમ્સ પ્રમાણે બટર ચિકન ખાવા માટે આ વ્યક્તિને મેલબોર્નની સીબીડીએ 30 કિલોમિટર દક્ષિણ પશ્વિમમાં સ્થિત વેબ્રિએથી પોતાની સફર શરૂ કરી હતી. લોકડાઉનના કારણે આ વ્યક્તિ ઉપર 1652 ડોલરનો ભારે ભરખમ દંડ લાગ્યો હતો.

આ પણ વાંચોઃ-અંધવિશ્વાસે હદ વટાવી! બીમાર યુવતીને સારવારના નામ પર તાંત્રિકે ખવડાવ્યું ભૂંડનું મળ

આ પણ વાંચોઃ-સિપ્લા, હેટેરો ડ્રગ્સ બાદ આ કંપનીએ ભારતમાં લોન્ચ કરી કોરોનાની દવા DESREMTM, આટલી છે કિંમત

આ પણ વાંચોઃ-બે વૈજ્ઞાનિકોનો દાવો! કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવાથી સારવાર, પાંચ દિવસમાં કોરોના થશે ખતમ1652 ડોલર એટલે કે ભારતી કરંસી પ્રમાણે 1 લાખ 23 હજાર રૂપિયાની આસપાસ થાય છે. મેલબોર્ન પોલીસ પ્રમાણે વીકેન્ડમાં 74 લોકોને ફાઈન ભરવો પડ્યો હતો. આ બધાએ લોકડાઉનના નિયમો તોડ્યા હતા.

ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી 12,069 કોરોના વાયરસના કેસ છે. મેલબોર્નમાં છેલ્લાગુરુવાથી નવું લોકડાઉન શરૂ થયું છે. જેની કેટલીક ગાઈડલાઈન આપવામાં આવી છે. વ્યાયામ કરવું જરૂરી ચીજવસ્તુઓ ખરીદવી અને સ્કૂલ જવા માટે બહાર નીકળવા ઉપર દંડ નહીં લાગે.
Published by: ankit patel
First published: July 20, 2020, 10:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading