Home /News /eye-catcher /ખેડૂતે બનાવ્યું ઘઉં કાપવાનું શાનદાર મશીન, થોડી જ વારમાં VIDEO દસ લાખ લોકોએ દેખ્યો
ખેડૂતે બનાવ્યું ઘઉં કાપવાનું શાનદાર મશીન, થોડી જ વારમાં VIDEO દસ લાખ લોકોએ દેખ્યો
ઘઉં કાપવાનું મશીન
ખેડૂતો (Farmer)ને ખેતી (Farming) દરમિયાન સખ્ત મહેનતનું કામ કરવું પડતું હોય છે. જોકે, હવે ખેતી માટેના ઘણા બધા ઉપકરણો (wheat harvesting machine) આવી ચૂક્યા છે. ટ્રેક્ટર સહિતના અન્ય ઉપકરણો ખેડૂતનું ભાર ઘણું ઓછું કરી નાંખ્યું છે.
કોઈપણ દેશમાં કોઈ સૌથી વધારે મજૂરીનું કામ કરતો હોય તો તે ખેડૂત છે. જોકે, હવે ખેડૂતો પણ પોતાનું કામ સરળ રીતે અને ઝડપી કરવા માટે અવનવા જૂગાડ અપનાવતા હોય છે. આવા જૂગાડ અને શોર્ટ કટ થકી ખેડૂતો (Wheat Harvesting Interesting Video) પોતાના કામને યોગ્ય રીતે પૂર્ણ પણ કરી લે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક ખેડૂતનો વીડિયો વાયરલ (Viral Video On Social Media) થઈ રહ્યો છે.
ખેડૂતોને ખેતી દરમિયાન સખ્ત મહેનતનું કામ કરવું પડતું હોય છે. જોકે, હવે ખેતી માટેના ઘણા બધા ઉપકરણો આવી ચૂક્યા છે. ટ્રેક્ટર સહિતના અન્ય ઉપકરણો ખેડૂતનું ભાર ઘણું ઓછું કરી નાંખ્યું છે. પરંતુ, હજું પણ ગરીબ ખેડૂતો પોતાના પરંપરાગત સાધનો થકી જ ખેતી કરતો આવ્યો છે. તેવામાં ખેડૂતો ઓછા ખર્ચમાં તૈયાર થાય તેવા મશીન બનાવવા માટે અખતરા કરતાં હોય છે અને હાલમાં એક આવો જ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલો વીડિયોમાં કઈ જગ્યાનો છે તે અંગેની માહિતી તો મળી શકી નથી પરંતુ ખેતરમાં કામ કરી રહેલો ખેડૂત નજરે પડી રહ્યો છે. વીડિયોમાં ખેડૂત પાકી ગયેલા ઘઉંના પાકની કાપણી કરી રહ્યો છે. તે ખેડૂત એક અનોખા મશીન દ્રારા ઘઉંના પાકની એકદમ ઝડપી કાપણી કરી રહ્યો છે. તેને જોઈને એવું લાગી રહ્યું છે કે, કદાચ તે મશીન ખેડૂતે પોતે જ બનાવ્યો છે. ખેડૂતે મશીન બનાવવામાં એકદમ સરળ વસ્તુઓનો ઉપયોગ કરીને ઘઉંને ઝડપી કાપવાની પદ્ધતિ વિકસાવી લીધી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર