ગાયના છાંણમાંથી આ મહિલાએ બનાવી એવી વસ્તુ કે જાણીને લાગશે નવાઇ

News18 Gujarati
Updated: August 5, 2018, 11:45 AM IST
ગાયના છાંણમાંથી આ મહિલાએ બનાવી એવી વસ્તુ કે જાણીને લાગશે નવાઇ
પ્રતિકાત્મક તસવીર

ગાયનું આપણા દેશમાં ખુબ જ મહત્વ છે. ગાયને ભારતમાં માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. ગાયના દૂધને સર્વોત્તમ આહાર ગણવામાં આવે છે. જ્યારે ગૌમૂત્રને પણ પૂજા વિધિમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

  • Share this:
ગાયનું આપણા દેશમાં ખુબ જ મહત્વ છે. ગાયને ભારતમાં માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. ગાયના દૂધને સર્વોત્તમ આહાર ગણવામાં આવે છે. જ્યારે ગૌમૂત્રને પણ પૂજા વિધિમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આયુર્વેદમાં ગૌમૂત્રથી અનેક પ્રકારની દવાઓ બનાવવામાં આવતી હતી. ગાયના છાંણાની વાત કરીએ તો આજે પણ ગાયના છાંણમાંથી બનેલા છાંણાનો રસોઇ બનાવવા માટે ઉપયોગ કરાય છે.

વેબસાઇટ પત્રિકામાં આવેલા એક આર્ટિકલમાં જણાવ્યા પ્રમાણે શું તમે ગાયના છાંણમાંથી વસ્ત્રો બનાવવાની વાત સાંભળી છે. સાંભળવામાં ભલે તમને અજીબ લાગે પરંતુ આ વાત સાચી છે. ગાયના છાંણનો ઉપયોગ વહે ડ્રેસ બનાવવામાં થાય છે. નેધરલેન્ડની એક સ્ટાર્ડઅપ કંપનીએ ગાયના છાણમાંથી ડ્રેસ બનાવ્યો છે.

આ સ્ટાર્ટઅપ કંપનીનું નામ વન ડચ છે. આ કંપની થોડા વર્ષ પહેલા શરૂ થઇ હતી. આ કંપનીને ઝલિલા એસાઇદી નામી એક મહિલા ચલાવે છે. જે નેધરલેન્ડની જ રહેનારી છે. વ્યવસાયે તે બાયોઆર્ટ એક્સપર્ટ છે.

જલિલાએ જ ગાયના છાંણમાંથી ડ્રેસ બનાવવાની અનોખી રીત શોધી છે. છાણમાંથી સેલ્યુલોઝને અલગ કરીને ઝલિલાએ ડ્રેસ બનાવ્યો છે. માત્ર ડ્રેસ જ નહીં ઝલિલાએ ગાયના છાંણને રિસાયકલ કરીને તેમાંથી પેપર, બાયો ડિગ્રેબલ પ્લાસ્ટિક પણ બનાવ્યું છે. તેણે સૌથી પહેલા ટોપ અને શર્ટ બનાવ્યું હતું. ત્યારબાદ છાંણનો ઉપયોગ બીજી વસ્તુઓ બનાવવા માટે પણ કર્યો હતો.

આ અનોખા કામને ઝલિલાને ચિવાઝ વેન્ચર એચએન્ડએમ ફાઉન્ડેશન ગ્લોબલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ સાથે તેને બે લાખ ડોલર એટલે કે 1.40 કરોડ રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવ્યું છે.

ઝલિલાનું કહેવું છે કે, લોકોપહેલા ગાયના છાંણને વેસ્ટ અને દુર્ગંધ યુક્ત માનતા હતા. પરંતુ છાંણ ખુબજ કામની વસ્તુ છે. તેનું કહેવું છેકે, છાંણથી બનેલા વસ્ત્રોને તેઓ આગામી દિવસોમાં ફેશન શોમાં પણ મુકશે.
First published: August 5, 2018, 11:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading