અજીબ છે દુનિયાનું આ ગામડું, અહીં 90 થી 100 વર્ષ પછી જ મરે છે લોકો

News18 Gujarati
Updated: April 9, 2018, 3:21 PM IST
અજીબ છે દુનિયાનું આ ગામડું, અહીં 90 થી 100 વર્ષ પછી જ મરે છે લોકો
અજીબ છે દુનિયાનું આ ગામડું, અહીં 90 થી 100 વર્ષ પછી જ મરે છે લોકો

અજીબ છે દુનિયાનું આ ગામડું, અહીં 90 થી 100 વર્ષ પછી જ મરે છે લોકો

  • Share this:
અજીબ છે દુનિયાનું આ ગામડું, અહીં 90 થી 100 વર્ષ પછી જ મરે છે લોકો

જેમ જેમ યુગ બદલાય છે અને લાઈફસ્ટાઈલમાં પરિવર્તન થઈ રહ્યું છે, તેમ જીવિત રહેવાના સરેરાશ વર્ષો પણ ઘટતા જાય છે. તેવામાં જ્યારે તમને ખબર પડે કે દુનિયામાં એક એવું ગામડું પણ છે જ્યાં સરેરાશ ઉંમર 90 થી 100 વર્ષ છે તો તમે દંગ રહી જશો. પરંતુ સવાલ એ છે કે કેવી રીતે ત્યાંના લોકો આટલા વર્ષો સુધી જીવિત રહી શકે છે ?વર્ષ 2017માં એક શોધ અનુસાર ઈટલીના સુદૂર ગામડામાં 90 પાર કરેલા લોકો સાથે વાત કરતા ખબર પડી કે તેમનામાં એક જીદ અને ફરી ઉભા થવાનો જુસ્સો ભરેલો પડ્યો છે.

ઈન્ટરનેશનલ સાયકોગેરિયાટ્રિક્સ નામની પત્રિકામાં પ્રકાશિત થયેલી આ સ્ટડીમાં 29 બુજૂર્ગ ગામવાસિયોની માનસિક-શારીરિક તબીયતનો અભિપ્રાય લેવાયો. તેમની ઉંમર 90 થી 101 વર્ષની વચ્ચે હતી.

ઈટાલીનું સિલેંટો ગામ, જ્યાંથી આ રીસર્ચ થઈ હતી, તે જગ્યા 90થી ઉપરની ઉંમરનો લોકો માટે જ જાણીતી છે.

મુશ્કેલીમાંથી નીકળી આગળ વધવાનો નિર્ણય આપણી તંદુરસ્તી પર અસર કરે છે. તેનું ઉદાહરણ એમા મુરાનો પણ છે જે દુનિયાની સૌથી બુજુર્ગ મહિલા હતી. એપ્રિલ 2017માં તેમનું નિધન થયું. એમાએ 1938 માં મુશ્કેલીઓથી ભરેલા લગ્નથી અલગ થવાનો નિર્ણય લીધો હતો.

એમાની લાંબી ઉંમરનું રહસ્ય તેમની ડાયટ પણ હતી. એ રોજ બે કાચા ઈંડા અને ઢગલો કુકીઝ ખાધે રાખતી હતી.

ખરેખર વડીલોના અન્ય ગુણો પણ મળે છે. જેમ કે સકારાત્મક કામ કરવાના કડક કાયદા અને પરિવાર, દેશ અને ધર્મ સાથે મજબૂત બંધન.

રીસર્ચર્સે આ વડીલોને તેમની ઓછી ઉંમર (51-75) વચ્ચેના સદસ્યોની તુલના પમ કરી. શારીરિક તંદુરસ્તી તો વધુ ઉંમરવાળા લોકોની ખરાબ હતી પરંતુ માનસિક તંદરસ્તીની વાત કરો તો એત્મવિશ્વાસ અને નિર્ણય લેવામાં 90 વટી ગયેલાએ બાજી મારી.ત્યાં જ આ વધતી ઉંમરની એક હકીકત પણ છે, જે જાપાન જેવા દેશમાં જોવા મળે છે. જાપાન એ દેશોમાં સૌથી ઉપર મનાય છે જ્યાં 100 વર્ષના વડીલોની સંખ્યા સૌથી વધુ છે. જાપાનમાં વડીલોના સમ્માનમાં 19 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય અવકાશ પણ રખાય છે. પરંતુ આટલા બધા લોકોનું લાંબી ઉંમર સુધી જીવવું દેશની આર્થિક હાલતને બગાડી પણ શકે છે.
First published: April 9, 2018, 3:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading