Home /News /eye-catcher /અનોખો ટાપુ જ્યાં ફક્ત મહિલાઓ જ રહે છે! ઘર ચલાવવાથી માંડીને પોતે કરે છે બધા જ કામ
અનોખો ટાપુ જ્યાં ફક્ત મહિલાઓ જ રહે છે! ઘર ચલાવવાથી માંડીને પોતે કરે છે બધા જ કામ
(તસવીર: Twitter/@presentcorrect)
એસ્ટોનિયાનો કિહનુ ટાપુ (Kihnu Island of Women in Estonia)'મહિલા ટાપુ' (Women's Island) તરીકે પ્રખ્યાત છે. આ ટાપુનું નામ યુનેસ્કોની ઈનટેજીબલ કલ્ચરલ હેરીટેજ ઓફ હ્યુમેનિટી(UNESCO's Intangible Cultural Heritage of Humanity)ની સૂચિમાં છે. આ ટાપુ પર લગભગ 300 લોકો વસવાટ કરે છે, જેમાંથી મોટાભાગની મહિલાઓ છે.
પુરુષ પ્રધાન સમાજ (patriarchal society)માં સ્ત્રીઓને માત્ર ઘર સંભાળવા માટે જ યોગ્ય માનવામાં આવે છે. ઘણા રૂઢિચુસ્ત લોકો એમ પણ માને છે કે સ્ત્રીઓ નોકરી કરી શકતી નથી, રોજિંદી અન્ય વસ્તુઓ કરી શકતી નથી, ફક્ત ઘર ચલાવી શકી છે.
આવા લોકોના મોહ પર તાળું મારે છે એસ્ટોનિયા (Estonia Island of Women)દેશનું અનોખુ ગામ જ્યાં મહિલાઓની 90 ટકાથી વધુ વસ્તી છે. આ ટાપુની વિશેષતા એ છે કે મોટાભાગની મહિલાઓ (Island of Women) ટાપુ પર રહે છે જે સમગ્ર ટાપુને સંભાળે છે.
એસ્ટોનિયાનો કિહનુ ટાપુ (Kihnu Island of Women in Estonia)'મહિલા ટાપુ' (Women's Island) તરીકે પ્રખ્યાત છે. આ ટાપુનું નામ યુનેસ્કોની ઈનટેજીબલ કલ્ચરલ હેરીટેજ ઓફ હ્યુમેનિટી(UNESCO's Intangible Cultural Heritage of Humanity)ની સૂચિમાં છે. આ ટાપુ પર લગભગ 300 લોકો વસવાટ કરે છે, જેમાંથી મોટાભાગની મહિલાઓ છે. તમે વિચારી રહ્યા હશો કે ફક્ત સ્ત્રીઓ જ શા માટે ત્યાં રહે છે. પુરુષો ક્યાં છે અને આ સ્ત્રીઓ અપરિણીત છે જો નહીં, તો તેમનો પરિવાર ક્યાં છે? ચાલો તમારા આ બધા પ્રશ્નોના જવાબ આપીએ.
મહિલાઓ કરે ધાર્મિક વિધિ આ મહિલાઓના પતિ અને પરિવારના પુરુષો એસ્ટોનિયામાં કામ કરવાના હેતુથી રહે છે. તેથી મોટાભાગની મહિલાઓ ટાપુ પર રહી જાય છે. પરંતુ આ મહિલાઓએ આખો ટાપુ એવી રીતે ચલાવ્યો છે કે દરેક વ્યક્તિ તેમની પ્રશંસા કરે છે. તેઓ તેમની માન્યતાઓ અને રિવાજો જાળવી રાખે છે. તેઓ તહેવારોની ઉજવણી ધામધૂમથી કરે છે, નૃત્ય કરે છે, ગીતો ગાઈ છે અને પુરુષોના પૈસા ઉપરાંત કારીગરી કરી પૈસા કમાય છે. આ ટાપુ પર મહિલાઓ જ લગ્ન કરાવે છે અને તેઓ જ લોકોના અંતિમ સંસ્કારની પણ જવાબદી લે છે.
માતૃસત્તાથી બનેલા આ ટાપુની લાક્ષણિકતા તેના રિવાજો છે અને તે તેઓની આ માન્યતાઓથી જ વિખરાયો નથી. અહેવાલો અનુસાર, આ ટાપુ પર ગુનેગારો અને લોકોને દેશનિકાલની સજા ફટકારવામાં આવી હોય તેવા જ લોકો રહેતા હતા. લગભગ 50 વર્ષ સુધી આ ટાપુ પર સોવિયેત યુનિયનનો કબજો હતો. તે સમયથી અહીં મહિલાઓનું પ્રભુત્વ હતું. જો કે, બદલાતા સમય સાથે, યુવાન છોકરાઓ અને છોકરીઓ ટાપુની બહાર જઈને અભ્યાસ અથવા કામ કરવા માંગે છે, જેના કારણે ધીમે ધીમે અહીંની વિશેષ પરંપરા ઘટી રહી છે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર