ગજબ: ખાતામાં છે રૂ. 300 કરોડ! બે ટાઈમની રોટી માટે ચલાવે છે રિક્ષા

પ્રતિકાત્મક તસ્વીર

થોડા દિવસ પહેલા જ કરાચીમાં એક ફળ વેચવાવાળાના ખાતામાં 200 કરોડ રૂપિયાથી વધારે રૂપિયા જોવા મળ્યા હતા.

 • Share this:
  માની લો કે તમારા ખાતામાં 300 કરોડ રૂપિયા છે, અથવા તમે આટલા રૂપિયાની લેવડ દેવડ કરો છો, તો ભાગ્યે જ તમે રિક્ષા ચલાવો. પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવીશું, જેણે 300 કરોડ રૂપિયાની લેવડ દેવડ કરી છે, પરંતુ તે કોઈ મોટો વ્યાપારી નથી, પરંતુ એક સાધારણ રિક્ષા ચાલક છે.

  હિંદી ખબર વેબસાઈટ અનુસાર, આ વ્યક્તિ પાકિસ્તાનનો એક ઓટો રિક્ષા ડ્રાઈવર છે, તેના ખાતામાં 300 કરોડ રૂપિયાની લેવડ દેવડનો મામલો સામે આવ્યો છે. પાકિસ્તાનની સંઘીય તપાસ એજન્સી FIAએ રિક્ષા ડ્રાઈવરને સમન્સ જાહેર કરી પોતાનો પક્ષ રાખવાનું જણાવ્યું છે. રિક્ષા ચાલકનું નામ છે મોહમ્મદ રશીદ અને તે કરાચીનો રહેવાસી છે. તેના ખાતામાં આટલી મોટી રકમની લેવડની ત્યારે ખબર પડી જ્યારે તેને FIAએ સમન્સ મોકલ્યું.

  રશીદે કહ્યું કે, મને FIAએની ઓફિસમાંથી ફોન આવ્યો હતો અને તેમણે મને પુછતાછ માટે આવવાનું જણાવ્યું. હું ડરી ગયો હતો, કારણ કે હું નહોતો જાણતો કે શું થયું છે. જ્યારે હું FIAની ઓફિસ ગયો તો તેમણે મને બેન્ક ખાતાનો રેકોર્ડ બતાવ્યો.

  રશીદનું કહેવું છે કે, આ ખાતુ તેણે 2005માં ખોલાવ્યું હતું. જ્યારે હું એક પ્રાઈવેટ કંપનીમાં ડ્રાઈવર હતો. તેણે કહ્યું કે, પોતાનું કામ શરૂ કર્યાના થોડા મહિના બાદ તેણે આ નોકરી છોડી દીધી. 300 કરોડ મારા માટે તો સપનું છે. મે મારી જિંદગીમાં એક લાખ રૂપિયા ક્યારે હાથમાં નથી પકડ્યા. તેનું કહેવું છે કે, તેણે FIA અધિકારીઓને પોતાની નાણાંકીય પરિસ્થિતિ જણાવી અને FIA તે માનવા પર રાજી પણ થઈ ગઈ છે.

  તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જ કરાચીમાં એક ફળ વેચવાવાળાના ખાતામાં 200 કરોડ રૂપિયાથી વધારે રૂપિયા જોવા મળ્યા હતા. પાકિસ્તાનની FIA આ મામલાની પણ તપાસ કરી રહી છે.
  Published by:kiran mehta
  First published: