ઈંગ્લેન્ડના કોલ્ડફિલ્ડમાં લોઅર પરેડમાં (Sutton Coldfield, England) મેકડોનાલ્ડની શાખા આવેલી છે. અહીં 13 એપ્રિલના રોજ, એક 37 વર્ષનો માણસ બર્ગર ખાવા ગયો હતો.
જે રેસ્ટોરન્ટમાં શાકાહારી અને માંસાહારી ભોજન એકસાથે પીરસવામાં આવે છે ત્યાં સ્વચ્છતા જાળવવામાં આવતી નથી. એક ખાવાના વાસણનો બીજા માટે ઉપયોગ સામાન્ય છે, પરંતુ તાજેતરમાં એક રેસ્ટોરન્ટે ત્યારે હદ વટાવી દીધી જ્યારે તેણે શાકાહારી વ્યક્તિના બર્ગરમાં માંસાહારી વાનગીનો ટુકડો નાખી દીધો. પરંતુ તેણે પોતાની ભૂલ છુપાવવા માટે જે કર્યું તે વધુ આશ્ચર્યજનક છે.
ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ ઈંગ્લેન્ડના કોલ્ડફિલ્ડમાં લોઅર પરેડમાં (Sutton Coldfield, England) મેકડોનાલ્ડ્સની એક શાખા આવેલી છે. અહીં 13 એપ્રિલના રોજ, એક 37 વર્ષનો માણસ બર્ગર ખાવા ગયો. તે માણસ સંપૂર્ણપણે વિગન હતો. વિગન એવા લોકો છે જેમને કટ્ટર શાકાહારી ગણી શકાય. શાકાહારની સાથે, આવા લોકો દૂધ, ચામડાના ઉત્પાદનોથી પણ પોતાને દૂર રાખે છે.
જ્યારે આ વ્યક્તિ સવારે સાડા અગિયાર વાગ્યાની આસપાસ મેકડોનાલ્ડ્સ પહોંચ્યો ત્યારે તેણે પોતાના માટે બે મેકપ્લાન્ટ બર્ગરનો ઓર્ડર આપ્યો, જે સંપૂર્ણપણે શાકાહારી બર્ગર છે. પરંતુ જ્યારે તેણે બર્ગર ખાવાનું શરૂ કર્યું ત્યારે તેમાંથી રબર જેવી વસ્તુ નીકળી, જેને તેણે કાઢીને અલગ કરી દીધી. પહેલા તો તે વસ્તુ ટામેટાં જેવી લાગતી હતી, પછી વ્યક્તિએ કોઈ ખાસ પ્રતિક્રિયા ના આપી અને ફરીથી પોતાનું બર્ગર ખાવાનું શરૂ કર્યું. પરંતુ જ્યારે તે વ્યક્તિએ પ્લેટમાં રાખેલી વસ્તુ જોઈ ત્યારે તેને આશ્ચર્ય થયું કારણ કે તે બેકન હતી, એટલે કે ડુક્કરનું માંસ!
તે માણસને ખૂબ જ અણગમો લાગ્યો અને તેણે કાઉન્ટર પર પહોંચીને આ અંગે ફરિયાદ કરી. મેકડોનાલ્ડના કર્મચારીઓને તેણે આખો મામલો જણાવ્યો. રેસ્ટોરંટે તે વ્યક્તિની માફી માંગી અને તરત જ તેને 500 રૂપિયાનું વાઉચર આપ્યું, એટલે કે ભૂલને ઢાંકવા માટે એક પ્રકારનું ડિસ્કાઉન્ટ આપ્યું, જે તે આગામી વખતે આવીને વાપરી શકશે. રિપોર્ટ અનુસાર, વ્યક્તિ 11 વર્ષથી માત્ર માછલી ખાતો હતો, માંસ ખાતો ન હતો અને છેલ્લા 2 વર્ષથી તે વિગન બની ગયો હતો. તેણે કહ્યું કે તેણે માંસ ખાધું તેનો ખૂબ જ અફસોસ છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર