ભોપાલઃ પતિ પત્ની વચ્ચે વિવાદ (husband-wife fight) થવો સામાન્ય વાત છે. પરંતુ ફેમિલી કોર્ટ ભોપાલમાં (family court bhopal) એક અજીબો ગરીબ કિસ્સો આવ્યો છે. પતિએ પત્ની સાથે થયેલા ઝઘડામાં કહ્યું કે 'આભાર માન કે મેં તારી સાથે લગ્ન કર્યા, નહીં તો લગ્ન વગર કુંવારી જ રહી જાત.' આટલું કહેતા પત્નીને એટલું લાગી આવ્યું કે તે પીયર આવી ગઈ હતી. અને અહીં મેટ્રિમોનિયલ સાઈટ (Matrimonial site) ઉપર પોતાના લગ્નની જાહેતાર આપી અને લખ્યું કે છૂટાછેડાની (divorce) રાહ જોવાઈ રહી છે.
આ અંગે જાણ થતાં પતિએ કરી અરજી
મૈટ્રીમોનિયલ સાઈટ ઉપર પત્નીના છૂટાછેટાની રાહ વાળી વાત જ્યારે પતિને ખબર પડી ત્યારે તેણે બે બાળકોની કસ્ટડી અને પત્ની સાથે છૂટાછેડાની અરજી કરી દીધી હતી.
જાહેરમાં કર્યું હતું અપનામ
બંનેના લગ્ન વર્ષ 2008માં થયા હતા. દંપતીને બે બાળકો પણ છે. પત્નીએ જણાવ્યું કે પતિ હંમેશા મેંણા મારતો હતો કે હું છું જેણે તારી સાથે લગ્ન કર્યા નહીં તો કોઈ ના કરે. પહેલા સુધી તો સારું હતું પરંતુ હદ તો ત્યારે થઈ જ્યારે બધાની સામે જ અપમાન કર્યું હતું. ત્યારબાદ પીયર આવીને આ પગલું ભર્યું હતું. એ જાણવા માટે કે અસલમાં તેની સાથે કોઈ લગ્ન કરે છે કે નહીં.
આ પણ વાંચોઃ-પતિ સંતાઈને પાછલા દરવાજાથી ઘરમાં ઘૂસ્યો, પત્ની પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપાઈ, બંનેની હત્યા
આ પણ વાંચોઃ-પરિણીત મહિલાને અનેક પુરુષો સાથે હતા આડા સંબંધો, પ્રેમીને જાણ થતાં જ પાડી દીધો 'ખેલ'
પત્ની પરિવારથી અલગ થવાનું કરતી હતી દબાણ
પત્નીના આ આરોપ ઉપર પત્નીએ જણાવ્યું કે તે બંગલાનો રહેવાસી છે અને તેનો સંયુક્ત પરિવાર છે. પત્ની હંમેશા તેને પરિવારથી અલગ રહેવા માટે દબાણ કરતી હતી. છાસવારે બાળકોને લઈને પીયર જતી રહેતી હતી.
આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! રાજકોટઃ 'તું શરીર સંબંધ બાંધવા નહિ દે તો...', નરાધમે ધો.12ની વિદ્યાર્થિનીનો ત્રણ ત્રણવાર પિંખ્યો દેહ
આ પણ વાંચોઃ-કુખ્યાત ગેંગસ્ટર અને ડ્રગ્સ પેડલર ઈબ્રાહિમ મુઝાવર ઝડપાયો, અંડરવર્લ્ડ ડોન દાઉદથી મોટો ડોન બનવાની છે ઈચ્છા
દોસ્તો સહિત પરિવારના લોકોએ પણ જાહેરાત જોઈ
આ વખતે પણ આવું જ થયું. વિચાર્યું કે પાછી આવી જશે પરંતુ હદ ત્યારે થઈ જ્યારે દોસ્તો સહિત પરિવારના લોકોએ પણ લગ્નની જાહેરાત જોઈ છે. આમ પરિવારની પ્રતિષ્ઠાને ઠેશ પહોંચી છે.
આશા કરીએ કે બંને એક થઈ જાય
આ સમગ્ર મામલે ફેમિલી કોર્ટ કાઉન્સિલરે કહ્યું કે પત્નીએ જે પગલું ઉઠાવ્યું એ યોગ્ય નથી. બાળકોના ભવિષ્યને જોતા કાઉન્સિલિંગ કરવામાં આવી રહ્યું છે. આશા છે કે પતિ-પત્ની વચ્ચે આ મતભેદ દૂર થઈ જાય.