એક પિતાએ બાળકને મારી નાંખવા તમામ હદ્દ કરી પાર પરંતુ....

News18 Gujarati
Updated: February 20, 2019, 5:43 PM IST
એક પિતાએ બાળકને મારી નાંખવા તમામ હદ્દ કરી પાર પરંતુ....
પોતાના જ બાળકને પિતાએ પાંજરામાં બંધ કરી મારવાનો કર્યો પ્રયત્ન

પત્ની પર શક હતો, એટલે ચાર વર્ષના પુત્રને ભૂખ્યા મારી નાખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોર્ટમાં ડી.એન.એ. પરીક્ષણમાં જાણ્યું તે પોતાનું જ બાળક હતું.

  • Share this:
યુક્રેનના નોવોક્રિન્કા શહેરમાં એક મામલો સામે આવ્યો હતો, એક એવો માણસ જે તેના ચાર વર્ષના પુત્રને લાકડાના પાંજરામાં બંધ કરી ભૂખ્યા રાખી મારી નાખવા માંગતો હતો અને તે પોતે પોતાના જ પુત્રને મારી નાખવાનો પ્રયત્ન કરતો હતો કારણ કે તેને શંકા હતી કે તે પોતાનું બાળક નથી. તેને મારવાનો જે માર્ગ શોધ્યોએ પણ ખૂબ જ ક્રૂર હતો. તેને બાળકને લાકડાના પાંજરામાં બંધ કરી દીધો અને તેને ખોરાક આપવાનું બંધ કરી દીધું. બાળક એક એક દિવસે શ્વાસ લઇ રહ્યો હતો.

જ્યારે પોલીસે ઘરની અંદર બળજબરીપૂર્વક પ્રવેશ કર્યો અને બાળકને તેના પિતા પાસેથી બચાવી લીધો, ત્યારે બાળક સંપૂર્ણપણે મૃત હાલતમાં હતો. તે ચાલવા પણ અસમર્થ હતો. તેનો વજન ઘટીને માત્ર સાત કિલો જ રહ્યો હતો અને તેના આખા શરીરની પાંસળી બહાર આવી ગઇ હતી. તે એટલો નબળા બની ગયો હતો કે ફક્ત હાડકાં જ દેખાઇ રહ્યાં હતા. શરીર પર લોહી નહોતું, અને તેના શરીરની એક એક હાડકા બહાર આવી ગયા હતા.

પોલીસ આ દ્રશ્યને જોઈને આશ્ચર્ય પામી હતી અને તેને તરત જ તે માણસની ધરપકડ કરી હતી.

આ પરિવાર એટલો રહસ્યમય રીતે રહેતો હતો તે પરિવાર કે સમાજમાં કોઇને ખબર પણ ન પડી તે ઘરની અંદર શું ચાલી રહ્યું છે. ઘણાં દિવસો સુધી જ્યારે બાળક નજર ન આવ્યુ ત્યારે આસપાસના લોકને શંકા ગઇ. ત્યારબાદ એક સોશિયલ વર્કરની ફરિયાદ બાદ પોલીસે ઘર પર છાપો માર્યો. ઘરની અંદર તે બંધ હતો, એટલે પોલીસે દરવાદા તોડીને અંદર પ્રવેશ કર્યો.

વ્લાદિક મોલચેન્કો નામનું એક ચાર વર્ષનું બાળક મૃત્યુની સ્થિતિમાં લાકડાના પાંજરામાં હતું. તેનું આખું શરીર પિંજરામાં પડ્યુ હતું. તે બોલી શકતો ન હતો પોલીસ કહે છે કે જો બાળક થોડો વધારે મોડું થયુ હોત તો બાળકને બચાવવું અશક્ય હતુ.

બાળકના પિતા એલેક્ઝાન્ડરની પોલીસે ધરપકડ કરી. તેમના પુત્રનો જીવ લેવા માટે તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. કેસની સુનાવણી દરમિયાન, એવું જાહેર થયું કે એલેક્ઝાંડરે તેની પત્ની નતાલિયા પર શંકા વ્યક્ત કરી હતી. તેને શક હતો કે આ બાળક તેનુ નથી, પણ નાતાલિયાના પ્રેમીનું છે. તેથી તે તેને મારવા માંગતો હતો. જોકે, કેસ ડીએનએ પરીક્ષણ બાદ એલેક્ઝાન્ડરની શંકા ખોટી હતી અને તે તેનું જ બાળક હતુ. પરંતુ ત્યા સુધી તો ખૂબ મોડું થયું હતું.
Loading...

બાળકની માતા પણ તેની આંખોની સામે આ ઘટનાઓ જોઈ રહી હતી અને તેણેએ કંઈ કર્યું ન હતું. તેથી તેણી પણ હત્યાના પ્રયાસમાં સહકાર માટે દાવો કર્યો હતો.

પોલીસે વ્લાદિક અને તેના ત્રણ બહેનોને ચાઇલ્ડ કેર કસ્ટડીમાં મોકલ્યા. હવે વ્લાદિકની તબિયત સુધારા પર છે. તેમનો વજન પણ વધ્યો છે.
First published: February 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...