Home /News /eye-catcher /Unique Wedding Contract : ‘પત્ની બન્યાં પછી પતિને રજાના દિવસે ક્રિકેટ રમવા પર નહીં રોકે’, વરરાજાના મિત્રોએ વિચિત્ર કરાર પર દુલ્હનના હસ્તાક્ષર કરાવ્યા
Unique Wedding Contract : ‘પત્ની બન્યાં પછી પતિને રજાના દિવસે ક્રિકેટ રમવા પર નહીં રોકે’, વરરાજાના મિત્રોએ વિચિત્ર કરાર પર દુલ્હનના હસ્તાક્ષર કરાવ્યા
તમિલનાડુમાં વરના મિત્રોએ દુલ્હન પાસે વિચિત્ર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
Unique Wedding Contract : તમિલનાડુના થેનીમાં રહેતા હરિપ્રસાદ એક ખાનગી કોલેજમાં ભણાવે છે. તેમના લગ્ન પૂજા નામની છોકરી સાથે નક્કી થયા. જો કે, લગ્ન પહેલાં પૂજાએ તેના પતિની એક શરત સ્વીકારવી પડી હતી. તે શરત એવી હતી કે, પતિનું તેના મિત્રો સાથે ક્રિકેટ રમવાનું રૂટિન તૂટવું ન જોઈએ.
નવી દિલ્હીઃ કોઈ પણ યુગલ માટે તેમના લગ્નનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને આ સંબંધ જીવનભરનું બંધન છે. એવામાં પતિ-પત્ની બન્યાં પહેલાં કેટલીક વાતોને સ્પષ્ટ કરી દેવામાં આવે, તો જીવનની મુશ્કેલીઓ ઓછી થઈ જાય છે. આ જ કારણ છે કે આજકાલ વર-કન્યા લગ્ન પહેલાં ન માત્ર લાઈફસ્ટાઈલની લઈને વાતો કરે છે, પરંતુ આગળ કંઈ મુશ્કેલીઓ ન પડે તે માટે કાનૂની કોન્ટ્રાક્ટ પણ બનાવી રહ્યા છે. કંઈક આવો જ કિસ્સો તમિલનાડુથી સામે આવ્યો છે, જે ઘણો જ રસપ્રદ છે.
વરના મિત્રોએ દુલ્હન પાસે કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરાવ્યાં
થોડાં દિવસો પહેલાં એક દુલ્હને લગ્નના કોન્ટ્રાક્ટ પર વરને હસ્તાક્ષર કરાવ્યાં હતાં. જેમાં રાંધવા, શોપિંગ કરવા અને પિઝા ખાવા જેટલી નાની-નાની વાતો પર કરાર કરવામાં આવ્યાં હતાં. તમિલનાડુના થેનીમાં એક વરના મિત્રોએ લગ્નના સ્ટેજ પર દુલ્હન પાસે એવા વિચિત્ર કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરાવ્યાં કે સાંભળીને તમે ચોંકી જશે. આ કોન્ટ્રાક્ટમાં લખવામાં આવ્યું છે કે, ‘પત્ની બન્યાં પછી તે પતિને રજાના દિવસે ક્રિકેટ રમવા માટે રોકશે નહીં.’
તમિલનાડુના થેનીમાં રહેતા હરિપ્રસાદ એક ખાનગી કોલેજમાં ભણાવે છે. તેમના લગ્ન પૂજા નામની છોકરી સાથે નક્કી થયા. જો કે, લગ્ન પહેલાં પૂજાએ તેના પતિની એક શરત સ્વીકારવી પડી હતી. તે શરત હતી કે, પતિનું તેના મિત્રો સાથે ક્રિકેટ રમવાનું રૂટિન તૂટવું ન જોઈએ. આ માટે વરના મિત્રોએ 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર તેમના કહેવા અનુસાર કરાર લખાવ્યો અને લગ્ન પહેલાં પૂજાને તેના પર હસ્તાક્ષર કરાવ્યા હતા. દુલ્હનને આ બહુ જ રમૂજી લાગ્યું હતું. પેપર પર લખવામાં આવ્યું હતું- ‘હું, પૂજા, હરિપ્રસાદને મંજૂરી આપું છું કે તે દરેક શનિવાર અને રવિવારે સુપરસ્ટાર ક્રિકેટ ટીમ સાથે રમશે.’
દુલ્હને આ કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરવામાં વધારે સમય ન લગાવ્યો અને હરિપ્રસાદના મિત્રો પણ ઘણાં ખુશ થયા હતા. હરિપ્રસાદ એક સારા ક્રિકેટ પ્લેયર છે અને તેમના મિત્રો ઈચ્છતા નથી કે લગ્ન પછી તેમનો જુસ્સો છૂટી જાય. એવામાં તેમણે મૌખિક સમંત્તિ પર વિશ્વાસ ન કર્યો અને આ કરાર પેપર બનાવ્યું હતું. હત્સાક્ષર કર્યા બાદ મિત્રોએ કરાર પેપર અને વર-કન્યા સાથે ફોટો પણ પડાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કર્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર