જિમમાં કસરત કરવા બાબતે બે યુવતીઓ વચ્ચે લડાઈ (ફાઈલ તસવીર)
Gym Women Fight Video :આ વીડિયો કોઈ જિમના સીસીટીવી ફૂટેજ છે. જેમાં નાની વાતે બે મહિલાઓ એકબીજા સાથે બાખડી પડી હોવાનું જોઈ શકાય છે. આખો વીડિયો જોઈને તમે પરિસ્થિતિનો અંદાજ લગાવી શકશો.
નવી દિલ્હીઃ જિમમાં લોકો કસરત કરવા માટે જાય છે, પણ ક્યારેક ચડસાચડસીએ આવી જતા હોય છે. નાની બોલાચાલી મારામારીમાં પણ પરિણમી શકે છે. આવા જ એક કિસ્સાનો વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કોઈ જિમના સીસીટીવી ફૂટેજ છે. જેમાં નાની વાતે બે મહિલાઓ એકબીજા સાથે બાખડી પડી હોવાનું જોઈ શકાય છે. આખો વીડિયો જોઈને તમે પરિસ્થિતિનો અંદાજ લગાવી શકશો.
જિમના સાધનોના કારણે બંને મહિલાઓ વચ્ચે લડાઈ
બંને મહિલાઓ જીમમાં શા માટે ઝઘડી તે પ્રશ્ન ઘણાને ઉઠ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જિમના સાધનોના કારણે બંને મહિલાઓ વચ્ચે લડાઈ શરૂ થઈ હોવાનું ફલિત થાય છે. આ વિડીયો અંગે લોકો વિવિધ રિએક્શન આપી રહ્યા છે.
સીસીટીવી કેમેરામાં કેદ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પહેલા જિમના સાધનોને લઈને ઝપાઝપી શરૂ થઈ હતી અને બાદમાં મહિલાઓ એકબીજા સાથે ઝઘડી પડી હતી. જિમમાં એક મહિલા લાંબા સમયથી કસરત કરી રહી હતી, તેની ડાબી બાજુ બીજી યુવતી મશીન ખાલી થવાની રાહ જોઈ રહી હતી. મશીન ખાલી થયા બાદ તે યુવતી એક્સરસાઇઝ માટે આગળ વધી કે તરત જ અચાનક અન્ય મહિલાએ પાછળથી આવીને તેને ધક્કો માર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.
બ્લેક શર્ટ પહેરેલી એક યુવતી પોતાના વારાની રાહ જોઈ રહી હોવાનું જોવા મળે છે. આ દરમિયાન બીજી મહિલા સ્મિથ મશીન પર પોતાનો સેટ પૂરો કરી રહી હોય છે. તે સેટ પૂરો કરે છે ત્યાં બ્લેક ટીશર્ટ પહેરેલી યુવતી પોતાનો વારો લેવા જાય છે. પણ એકાએક પાછળથી આવેલી મહિલા તેને ધક્કો મારે છે અને બાદમાં બંને બાખડી પડે છે, એકબીજાના વાળ ખેંચવા લાગે છે અને પછી આ લડાઈ મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. બીજી બે મહિલાઓ ઝઘડો બંધ કરવા પ્રયાસ કરે છે અને તેમને એકબીજાથી છુટ્ટા પાડે છે.
વાયરલ થયેલા આ વિડીયો અંગે ઘણા લોકોએ રીએકશન આપ્યું છે. એક યુઝરે મજાક કરતા લખ્યું કે, ઘણી બધી કેલરી બળી ગઈ. બીજાએ લખ્યું કે, મજબૂત વાળ માટે ખૂબ જ આ સારું વર્કઆઉટ છે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર