Home /News /eye-catcher /ગજબ! વૈજ્ઞાનિકોએ વિકસાવ્યા નવી જાતના છોડ, એક જ છોડમાં ઉગશે બટેટા-ટામેટા, મરચા-રીંગણ

ગજબ! વૈજ્ઞાનિકોએ વિકસાવ્યા નવી જાતના છોડ, એક જ છોડમાં ઉગશે બટેટા-ટામેટા, મરચા-રીંગણ

5 વર્ષની મહેનત બાદ વૈજ્ઞાનિકોએ નવી જાતિના છોડ વિકસાવ્યા

New Invention of scientists: વૈજ્ઞાનિકોએ આ નવી ટેક્નોલોજી વડે એવા છોડ વિકસાવ્યા છે. જે છોડમાં બટેટા, ટામેટા, રીંગણ અને મરચાંનું પણ ઉત્પાદન એકસાથે કરી શકાય છે. અહેવાલ અનુસાર આ છોડને બ્રિમટો અને પોમેટો નામ આપવામાં આવ્યું છે.

    નવી દિલ્હીઃ આજના ઝડપી આધુનિક જમાનામાં કિચન કાર્ડિંગનો શોખ દિવસેને દિવસે વધી રહ્યો છે. લોકો તેમના ઘરના પ્રાંગણ, બગીચા અને ટેરેસ એટલે કે ધાબા પર ઓર્ગેનિક રીતે શાકભાજી ઉગાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં વારાણસી સ્થિત ઇન્ડિયન વેજિટેબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (IIVR)ના વૈજ્ઞાનિકોએ એક નવી અદ્યતન ટેક્નોલોજીની શોધ કરી છે.

    પાંચ વર્ષ બાદ વૈજ્ઞાનિકોને મળી સફળતા


    વૈજ્ઞાનિકોએ આ નવી ટેક્નોલોજી વડે એવા છોડ વિકસાવ્યા છે. જે છોડમાં બટેટા, ટામેટા, રીંગણ અને મરચાંનું પણ ઉત્પાદન એકસાથે કરી શકાય છે. અહેવાલ અનુસાર આ છોડને બ્રિમટો અને પોમેટો નામ આપવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોએ 5 વર્ષના સંશોધન બાદ એક જ છોડમાં કલમ દ્વારા બે શાકભાજી એકસાથે ઉગાડવામાં સફળતા મેળવી છે. મીડિયા સાથે વાત કરતા વૈજ્ઞાનિક ડૉ. અનંત કુમારે જણાવ્યું છે કે, ગ્રાફ્ટિંગ એટલે કે કલમ બનાવવાની ટેકનિકથી તૈયાર કરાયેલા છોડ કિચન ગાર્ડન અથવા ફુલદાની (POT) માટે યોગ્ય છે. દરેક પૌમેટોમાંથી 2 કિલો ગ્રામ ટામેટા અને 600 ગ્રામ બટેટા તૈયાર કરી શકાય છે. બટાટા જમીનના નીચેના ભાગમાં અને ટામેટાં ટોચના ભાગ પર ઉગે છે.

    આ પણ વાંચોઃ મૃત્યુને હરાવીને જલ્દી જ  અમર બની જશે માનવી, સ્પેનિશ વૈજ્ઞાનિકોએ જેલીફિશ પર સંશોધન બાદ કર્યો ખુલાસો

    એક છોડમાંથી  બે કિલો સુધી શાકભાજી ઉગાડી શકાશે


    બીજી તરફ બ્રિમટોના એક છોડમાંથી લગભગ બે કિલો ગ્રામ ટામેટા અને અઢી કિલો ગ્રામ સુધી રીંગણ ઉગાડી શકાય છે. એક જ છોડમાં ટામેટાં સાથે મરચાં, દૂધી, તરોઈમાં ગોળ, કાકડી અને કારેલા ઉગાડવામાં વૈજ્ઞાનિકોને સફળતા મળી છે.

    આ પણ વાંચોઃ હવે દરેક મોટા મર્ડર મિસ્ટ્રીના ખુલશે રહસ્યો! 70 બેગમાં બંઘ કરાયેલા છે મૃતદેહ; વૈજ્ઞાનિકો કરી રહ્યા છે સંશોધન

    કેવી રીતે તૈયાર થશે છોડ ?


    પોમેટો. બટાટાનો છોડ જ્યારે જમીનથી ઓછામાં ઓછો 6 ઈંચ ઊંચો હોય ત્યારે તેના પર ટામેટાના છોડની કલમ બનાવવામાં આવે છે. મહત્વની ધ્યાને રાખવાની વાત એ છે કે, બંને છોડના દાંડીની જાડાઈ સરખી હોવી જોઈએ. 20 દિવસ પછી, બંનેનું મિલન થશે. આ જોડાણ પછી તેને ગાર્ડનમાં મૂકી દેવું જોઈએ. રોપણીના બે મહિના પછી ટામેટાંની લણણી શરૂ થશે. આ પછી બટાકાની માઈનિંગ કરવામાં આવશે. રીંગણના વાવેતરના 25 દિવસ અને ટામેટાંના 22 દિવસ પછી કલમ (ગ્રાફ્ટિંગ) બનાવવામાં આવે છે. આ રીતે એક છોડમાં બે રોપાઓ હોઈ શકે છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Development, Plants, Science News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन