Mc Donald'sનું આ બર્ગર છેલ્લા 10 વર્ષથી નથી બગડ્યું!

10 વર્ષ થઇ ગયા પણ પણ ખરાબ નથી થયું મૈક ડૉનાલ્ડ્સનું આ બર્ગર

10 વર્ષ થઇ ગયા પણ પણ ખરાબ નથી થયું મૈક ડૉનાલ્ડ્સનું આ બર્ગર

  • Share this:
    આઇસલેન્ડ (Iceland) માં એક દસકા પહેલા મેક ડૉનાલ્ડ્સ (Mc Donald's) એ પોતાનો કારોબાર સમેટી લીધો છે. વર્ષ 2009માં કંપનીએ પોતાની છેલ્લુ આઉટલેટ પણ હંમેશા માટે બંધ કરી દીધુ હતું. આજે તે આઉટલેટને બંધ થયાને પણ 10 વર્ષ થઇ ગયા. પણ તેમ છતાં 10 વર્ષ પહેલા તેના છેલ્લા ઓર્ડરરૂપે ખરીદાયેલું આ બર્ગર (Burger) હજી પણ તેવું ને તેવું જ પડ્યું છે. ના તેના પર કોઇ જાતની ફુગ વળી છે. ના તે કોહવાયું છે.

    જ્યારે આઇસલેન્ડના એક સ્નાનિક નિવાસી હિજોર્ટર સ્મૈરૈસન તે વાત ખબર પડી કે અમેરિકી કંપની મૈક ડૉનાલ્ડ્સનો આજે છેલ્લો દિવસ છે તો તેણે આ બર્ગર ઓર્ડર કર્યું હતું. અને તેને ખાવાને બદલે પોતાની પાસે રાખવાનું નક્કી કર્યું. જેથી તે મૈક ડૉનાલ્ડ્સને હંમેશા માટે પોતાની પાસે રાખી શકે. સ્મૈરૈસને કોઇ કહ્યું હતું કે મૈક ડૉનાલ્ડ્સનું ખાવાનું કદી સડતું નથી. અને ખાલી યાદીગીરી માટે સ્મૈરૈસન તેને થોડા સમય પોતાની પાસે રાખવા માંગતા હતા.



    શરૂઆતમાં તેમણે આ બર્ગરને ગેરેજમાં રાખ્યું. પણ પાછળથી તેમણે તેને નેશનલ મ્યૂઝિયમમાં આપી દીધું. હવે આ બર્ગર એક હોટલમાં રાખવામાં આવ્યું છે. જેને જોવા માટે દુનિયાભરના લોકો આવે છે. આ હોટલનો દાવો છે કે ઓન લાઇન તેને રોજ ચાર લાખથી વધુ લોકો જુએ છે. પણ સૌથી મોટી વાત તો એ છે કે છેલ્લા 10 વર્ષમાં આ બર્ગર બિલકુલ સડ્યું પણ નથી. 2013માં મૈક ડૉનલ્ડ્સે આ મામલે સ્પષ્ટતા આપી હતી કે સારા હવામાનના કારણે આ બર્ગર ખરાબ નથી થયું. આઇસલેન્ડમાં ફૂડ સાયન્સના એક પ્રોફેસરે કહ્યું કે અહીં ભેજ ના હોવાના કારણે આ બર્ગર હજી સુધી નથી બગડ્યું. પણ તેમ છતાં 10 વર્ષ એક મોટો સમયગાયો કહેવાય. અને આટલા લાંબા સમય સુધી ખાદ્ય વસ્તુના બગડે તો આશ્ચર્યની સાથે વિચારવાલાયક વાત પણ તે બની જાય છે.
    Published by:Chaitali Shukla
    First published: