કપડાંની દુકાનમાં આરામ કરવા આવે છે ગાય, ગ્રાહકો કરે છે પૂજા

News18 Gujarati
Updated: November 6, 2019, 9:11 PM IST
કપડાંની દુકાનમાં આરામ કરવા આવે છે ગાય, ગ્રાહકો કરે છે પૂજા
દુકાનમાં આરામ કરતી ગાયની તસવીર

દુકાન માલિકે જણાવ્યું હતું કે, ગાયના આવવાથી તેમની પ્રસિદ્ધિ આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ગઈ. જેનાથી વ્યાપાર વધ્યો છે. આ દુકાનમાં આવનારા લોકો ગાયની પૂજા કરે છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ હૈદરાબાદની (Hyderabad) એક દુકાન જ્યાં કપડાં (clothes shop) વેચાય છે. જ્યાં ગ્રાહોક આવતા જતા રહે છે. આ દુકાનમાં એક ગાય (Cow) પણ આરામ કરે છે. ગાય દુકાનમાં જઈને બેશી જાય છે અને દુકાન માલિક અને ગ્રાહક સામાન્ય રીપથી પોતાનું કામ કરે છે. ખાસ વાત એ છે કે આ ગાય દરરોજ આ દુકાનમાં આવે છે અને સાંજે ચાલી જાય છે. લોકો એવું પણ કહે છે કે, ગાય દુકાનમાં રાખેલા નરમ નરમ ગાદલાં ઉપર આરામ કરવા આવે છે.

આ દુકાના માલિકનું નામ ઓબૈયા છે. ઓબૈયાની આ દુકાન મયદુકુર બજારમાં છે. તેમની દુકાનનું નામ સાંઈરામ કાપડની દુકાન છે. ઓબૈયા કહે છે કે, તેમના માટે આ ગૌમાતા છે. તેઓ કહે છે કે, આ ગાય તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ઊભી નથી કરતી. ગાય સીધી જ દુકાનમાં આવે છે અને ગાદલાં ઉપર બેશી જાય છે. ગ્રાહકોને બેશવા માટે ગાદલાં રાખવામાં આવ્યા છે. આ ગાદલાં ઉપર ગાય આરામ ફરમાવે છે. બે ત્રણ કલાક આરામ કર્યા બાદ જ ગાય દુકાનથી ચાલી જાય છે.

આ પણ વાંચોઃ-અન્ય પુરુષ સાથે પત્નીનો અશ્લીલ વીડિયો જોઈને પતિએ કરી આત્મહત્યા

ગાયની ખાસ વાત તો એ છે કે દુકાનમાં આરામ કરતા સમયે તે પેશાબ કે છાંણ કરતી નથી. દુકાનના માલિક ઓબૈયા કહે છે કે, આ ગાય છેલ્લા છ મહિનાથી અમારી દુકાનમાં આવે છે. શરૂઆતમાં અમને શંકા હતી કે ગાયના કારણે અમારા ધંધા ઉપર અસર પડશે.

આ પણ વાંચોઃ-38 વર્ષની ઉંમરે આ અભિનેત્રી ચુપચાપ લગ્ન કરવા જઇ રહી છે, જુઓ તસવીરો

એટલે અમે દુકાનમાંથી ભગાવવાની કોશિશ કરતા હતા. અમારી દુકાનમાં કામ કરનારા લોકોએ પણ આ વાતને સમજી અને દુકાનમાં કોઈને પણ નુકસાન પહોંચાડતી નથી.'આ પણ વાંચોઃ-આ 6 આયુર્વેદિક તેલનો ઉપયોગ કરો, ખરતા વાળની સમસ્યા થશે દૂર

તેમણે પણ કહ્યું કે ગાયના આવવાથી તેમની પ્રસિદ્ધિ આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ગઈ. જેનાથી વ્યાપાર વધ્યો છે. આ દુકાનમાં આવનારા લોકો ગાયની પૂજા કરે છે. ગાયના આશીર્વાદ લે છે. પવિત્ર અવસરો ઉપર તેના ઉપર કપડાં પણ ચઢાવે છે.
First published: November 6, 2019, 7:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading