ડ્રગ્સ અને હથિયારોની દાણચોરી માટે દાણચોર અવનવા પેંતરા કરે છે. આવો જ એક પેંતરો તાજેતરમાં સામે આવ્યો હતો. પનામાની જેલમાં ડ્રગ્સ ઘુસાડવા માટે બિલાડીનો ઉપયોગ થયાનું ખુલ્યું છે. બિલાડીના શરીરે પાઉચ બાંધી આ તસ્કરી થતી હતી. જોકે, બિલાડીને નેઉઝા એસેરનઝા જેલ બહાર પકડી પાડવામાં આવી હતી. આ જેલ કોલોનના કેરેબિયન ક્ષેત્રમાં પનામા ખાતે આવેલી છે.
એનવાય પોસ્ટના મત મુજબ આ ઘટના 16 એપ્રિલે બની હતી. સફેદ કલરની બિલાડીના ગળે કપડું બાંધવામાં આવ્યું હતું. આ બિલાડી 1700 જેટલા કેદીઓ ધરાવતી જેલમાં ઘૂસવાની તૈયારીમાં જ હતી.
પનામા પેનિટેન્ટરી સિસ્ટમના વડા એન્દ્રાસ ગ્યુટીરેઝે મીડિયાને જણાવ્યું હતું કે, દાણચોર દ્વારા બિલાડીના ગળામાં કપડું બાંધેલું હતું. જેમાં સફેદ પાવડરને પાંદડાથી વીંટાવામાં આવ્યો હતો. આ સફેદ પાવડર મારીજુઆના અને કોકેન હોવાની શંકા છે. દાણચોરી માટે પ્રાણીઓનો ઉપયોગ કરવાનો પેંતરો ખૂબ જૂજ કિસ્સામાં જોવા મળે છે. પરંતુ એવું પણ નથી કે આવું પ્રથમ વખત બન્યું હોય. પ્રોસીક્યુટર એડ્યુઆર્ડો રોડરિગ્ઝના મત મુજબ હવે બિલાડીને એડોપશન સેન્ટરમાં મોકલવામાં આવશે.
સ્થાનિક પ્રોસીક્યુટરના મત મુજબ જેલમાં ગેરકાયદે પદાર્થો મોકલવા માટે પ્રાણીઓનો ઉપયોગ કરવા બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાણીને ગેરકાયદે વસ્તુ લઈ અંદર મોકલવામાં આવે ત્યારે અંદરના કેદી ખોરાકની લાલચ આપી પોતાની પાસે બોલાવે છે. ટ્વિટર ઉપર કોલોનના ડ્રગ્સ પ્રોસીક્યુટર દ્વારા તસ્વીરો શેર કરાઈ છે. જેમાં બિલાડી રંગે હાથ ઝડપાઇ હોવાનું જોવા મળે છે.
🙀 💉 Un "narcogato" (chat trafiquant de drogue) a été capturé au Panama 🇵🇦
અહેવાલો મુજબ પનામા જેલમાં 1800 કેદીઓ છે. માત્ર 23 સેલ જ છે. આ જેલમાં કેદીઓની સંખ્યા ખૂબ વધુ છે. દાણચોરી માટે આવો પેંતરો થયો હોય તેવું પ્રથમ વખત નથી બન્યું. આ જેલમાં બિલાડી સહિતના પ્રાણીઓના માધ્યમથી દાણચોરીનો પ્રયાસ અગાઉ પણ થઈ ચૂક્યો છે. કેફી પદાર્થોની દાણચોરીમાં કબૂતર અથવા ડ્રોનનો ઉપયોગ સામાન્ય બની ગયો છે. જેને પકડી પાડવામાં આવ્યા હતા.
" isDesktop="true" id="1089933" >
આ બનાવ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો છે. લોકો ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણાએ બિલાડીના નસીબ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે, આમાં બિલાડીનો શું વાંક?
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર