ગજબનો કિસ્સોઃ 8 બાળકોના મોત છતાં 16મી વખત માતા બની 45 વર્ષની મહિલા, માતા-બાળકનું મોત

પ્રતિકાત્મક તસવીર

16મી વખત માતા બનનારી મહિલાને ચાર પુત્ર અને ચાર પુત્રીઓ જીવીત છે. જેમાંથી બે બાળકોના લગ્ન પણ થઈ ચૂક્યા છે.

 • Share this:
  દમોહઃ એક તરફ સમગ્ર દેશમાં ભારતમાં વસ્તી નિયંત્રણ (Population control) ઉપર વિવાદ છેડાયેલો છે ત્યારે બીજી તરફ ગ્રામિણ વિસ્તારોમાં લોકો આ બાબતથી એકદમ અજાણ હોય એવો કિસ્સો મધ્ય પ્રેદશની (Madhya Pradesh) દમોહ જિલ્લાની ઘટના પરથી લાગી રહ્યું છે. દમોહ (damoh) જિલ્લાના બટિયાગઢ પોલીસ સ્ટેશન (police station) વિસ્તારમાં આવતા પાડાઝિર ગામમાં સુખરાની નામની 45 વર્ષીય મહિલાએ (45 year old woman) શનિવારે 16માં બાળકને જન્મ આપ્યો હતો.

  16માં બાળકના જન્મ બાદ માતા અને બાળકની હાલત ધીમે ધીમે ખરાબ થવા લાગી હતી. બંનેને હોસ્પિટલ લઈ જવાય તે પહેલા માતા અને બાળકે દમ તોડી દીધો હતો. મળતી માહિતી પ્રમાણે 16મી વખત માતા બનનારી મહિલાને ચાર પુત્ર અને ચાર પુત્રીઓ જીવીત છે. જેમાંથી બે બાળકોના લગ્ન પણ થઈ ચૂક્યા છે. જ્યારે કુલ 8 બાળકોના મોત નીપજ્યા છે.

  આ મામલે મુખ્ય ચિકિત્સા અને સ્વાસ્થ્ય અધિકારી ડો. સંગીતા ત્રિવેદીએ તત્કાલ તપાસના આદેશ આપ્યા છે. જ્યારે સેક્ટર સુપરવાઈઝરને સસ્પેન્ડ કરવામાં આવ્યા ચે. મુખ્ય ચિકિત્સા સ્વાસ્થ્ય અધિકારી ડોક્ટર સંગીતા ત્રિવેદીએ જણાવ્યું કે ગર્ભધારણા આઠમમાં મહિનામાં મહિલા 16માં બાળકને જન્મ આપી રહી હતી.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ સપ્તાહની શરુઆતમાં જ સોનું-ચાંદી થયું વધારે મોંઘું, જાણો આજના નવા ભાવ, શું હજી તેજી રહેશે?

  પ્રસૂતિ પિડા ઉપડતા ઘરે જ બાળકની ડિલિવરી થઈ ગઈ હતી. મહિલાની ગંભીર હાલતના કારણે પરિવારજનોએ તેને નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર લઈ ગયા હતા. મહિલાના શરીરમાં લોહીની ઉણપના કારણે તેનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત નવજાત બાળકે પણ દમ તોડી દીધો હતો.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'તું પોલીસમાં નોકરી કરે છે એટલે જમવાનું પણ સારું આપતી નથી', મહિલા કોન્સ્ટેબલે પતિ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

  આ પણ વાંચોઃ-રાજટકોઃ બૂટલેગરે કોન્સ્ટેબલ જીપ ઉપર ચડાવી, જંપ લગાવી જવાન જીપમાં ચડ્યો, બે કલાકના 'ફિલ્મી સીન' બાદ દારૂ પકડાયો

  ઉલ્લેખનીય છે કે વસ્તીની દ્રષ્ટીએ ભારત દેશનો નંબર વિશ્વમાં ચીન પછી બીજો આવે છે. અત્યારે ભારતની વસ્તી આશરે 130 કરોડ છે. સાથે સાથે ભારતમાં વસ્તી નિયમંત્રણ અંગે અનેક વિવાદો છેડાયેલા છે. વસ્તીને કાબુમાં લેવા માટે સરકાર તરફથી પણ કેટલીક યોજનાઓ અમલવામાં લાવી છે. એક બાળકને પ્રોત્સાહન મળે તે માટે સરકારે અનેક યોજનાઓ છે.  પરંતુ વસ્તી નિયંત્રણ અંગે લોકો જાણે કે અજાણ હોય એવું લાગી રહ્યું છે. મધ્ય પ્રદેશમાં બનેલી આ ઘટનાથી એ વસ્તી નિયંત્રણ અંગેની વાતો પોકળ સાબિત કરી છે. જોકે, આ અંગે 16 બાળકોની માતાના મોત બાદ સ્થાનિક તંત્ર દોડતું થયું છે. સાથે સાથે ઉચ્ચ લેવલે પણ આ અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. એટલું જ નહીં આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.
  Published by:ankit patel
  First published: