બાપ રે! ઘરમાંથી એક-બે નહીં પણ મળ્યા 90 ઝેરી સાપ, ડંખથી 1 કલાકમાં જ માણસનું મોત થઇ જાય!

ઘરમાંથી મળેલા સાપને રેટલસ્નેક્સ (rattlesnakes)કહેવામાં આવે છે. જે ખૂબ જ ખતરનાક હોય છે

omg news- કલાકો સુધી ચાલ્યું સાપને ઘરમાંથી બહાર કાઢવાનું કામ ચાલ્યું

 • Share this:
  કોઇના ઘરે જ્યારે સાપ (snakes)નીકળે તો આસપાસનો માહોલ પણ ભયાવહ બની જાય છે. પરંતુ જરા વિચારો કે કોઇના ઘરમાંથી એક સાથે 90થી પણ વધુ સાપ મળી આવે તો તેની હાલત શું થશે? તમને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ આવી જ એક ઘટના ઉત્તર કેલિફોર્નિયામાં (California)બની છે. જ્યાં એક ઘરમાંથી એક-બે નહીં પણ 90 સાપ મળી આવ્યા હતા! ઘરમાંથી મળેલા સાપને રેટલસ્નેક્સ (rattlesnakes)કહેવામાં આવે છે. જે ખૂબ જ ખતરનાક હોય છે અને તેના ડંખથી 1 કલાકની અંદર જ માણસનું મોત થઇ શકે છે. ઘરની નીચે ઘણા બધા સાપ જોઇને મહિલાએ સૌથી પહેલા સોનામા કાઉન્ટી રેપ્ટાઇલ રેસ્ક્યૂ નામક સંસ્થાને બોલાવી હતી.

  સંસ્થાના ડાયરેક્ટરે જણાવ્યુ તે ભયાવહ ક્ષણો વિશે

  સોનામા કાઉન્ટી રેપ્ટાઇલ રેસ્ક્યૂ સંસ્થાના નિર્દેશક વુલ્ફ જણાવે છે કે, હું ઘરની આસપાસ તપાસ કરી રહ્યો હતો અને ત્યાં જ મને રેટલસ્નેક મળ્યો હતો. ત્યારબાદ બીજો અને પછી ત્રીજો મળી આવ્યો હતો. આ જોઇને મારો હોંશ ઉડી ગયા હતા. કારણ કે, ત્યાં 1-2 નહીં પણ 90 રેટલસ્નેક્સ હતા! બહાર આવીને મેં બે ડોલ ઉઠાવી અને સુરક્ષા સાધનો પહેર્યા અને સાપોને પકડવા માટે અંદર ચાલ્યો ગયો.

  કલાકો સુધી ચાલ્યું સાપ કાઢવાનું કામ

  વુલ્ફ આગળ જણાવે છે કે, મેં સતત ચાર કલાક સુધી સાપોને શોધ્યા હતા. યોગ્ય સમયે કોલ આવ્યો તેથી જ ટીમ તમામ સાપ પકડવામાં સફળ રહી, જે મારા માટે ખુશીની વાત છે. તેમણે વધુમાં જણાવ્યું કે જ્યારે તેઓ ઘરમાં અંદર ગયા તો તેમણે 24 ઇંચના હોલમાંથી 22 મોટા સાપોને બહાર કાઢ્યા. આ સાથે 59 નાના સાપોલિયા હતા. ત્યાર બાદ તેઓ ફરી નીચે આવ્યા અને ઘર નીચેથી તેમને વધુ 11 સાપ મળ્યા હતા. આ સાથે જ તેમને મરેલી બિલાડી પણ મળી હતી. આ સ્થળેથી જેટલા પણ સાપ તેમણે કાઢ્યા તે તમામ ઝેરી હતા.

  આ પણ વાંચો - Shocking: પહેલી ટોપલેસ PM બનવા માંગે છે 31 વર્ષીય માતા, કપડા પહેર્યા વગર ચલાવશે દેશ!

  રેટલસ્નેક્સ વિશે જાણો મહત્વની વાતો

  વુલ્ફે જણાવ્યું કે, ઉત્તર કેલિફોર્નિયામાં આ સાપ ખૂબ ઘાતક હોય છે. સામાન્ય રીતે ઓક્ટોબરથી એપ્રિલના સમયાગાળની વચ્ચે આ સાપ ખડકો નીચે કે પછી ગરમ જગ્યાઓ છૂપાવા અને સૂવા માટે શોધે છે. એટલું જ નહીં આ સાપ ત્યાંથી નીકળ્યા પછી દર વર્ષે ફરી ત્યાં જ પરત આવે છે. આ સાપ પોતાના માટે સુરક્ષિત ખડકાળ જમીન કે જગ્યાઓ શોધે છે. એટલું જ નહીં પાક્કા મકાનો તેમને ખડકો કરતા પણ વધુ સુરક્ષા આપે છે અને ખાસ કરીને જ્યારે ઠંડીનો સમય હોય ત્યારે પાક્કા મકાનોમાં જ તેમને ગરમી મળે છે.

  13 વખત સાપે માર્યા છે ડંખ

  વુલ્ફ 32 વર્ષથી સાપોનું રેસ્ક્યુ કરવાનું કામ કરે છે. તેમને 13 વખત સાપનો ડંખ પણ લાગ્યો છે. તેમણે જંગલમાં તો અનેક સાપ જોયા છે, પરંતુ એક ઘરની નીચેથી પહેલી વખત આટલા સાપ રેસ્ક્યુ કર્યા છે.
  First published: