Home /News /eye-catcher /89 વર્ષની દાદીએ શાનદાર રીતે ઉજવ્યો પોતાનો જન્મદિવસ, સાબિત કર્યું- "Age is just a number"

89 વર્ષની દાદીએ શાનદાર રીતે ઉજવ્યો પોતાનો જન્મદિવસ, સાબિત કર્યું- "Age is just a number"

89 વર્ષની દાદીનો જન્મદિવસ

Dadi Celebrate Birthday: 89 વર્ષની એક દાદી શાનદાર રીતે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં આટલી ઉંમરે પણ દાદીનો સ્વેગ જોઈ શકાય છે. જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

    અજબ ગજબ: ઉમર માત્ર એક નંબર છે આ વાક્ય એક મહિલાએ સાચું કર્યું છે. અહીં 89 વર્ષની દાદી પોતાનો જન્મ દિવસ ખુબ જ શાનદાર રીતે ઉજવી રહી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં દાદી પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે અને તેમનું મૂડ એકદમ ફ્રેસ લાગી રહ્યું છે.

    વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે, વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વૃદ્ધ મહિલા પોતાનો 89મોં જન્મદિવસ ઉજવવા જઈ રહી છે અને અહીં બર્થ ડે ગર્લ પોતાના પરિવારનો પ્રેમ મેળવી ખુબ ખુશ થઈ રહી છે. આ વીડિયો જોઈ તમે ચક્ક્સ કહેશો "Age is just a number."






    વીડિયો બનાવનાર સ્નેહા દેસાઈએ કહ્યું, વીડિયોમાં દેખાઈ રહેલી વૃદ્ધ મહીલા તેમની દાદી છે. તેમણે ક્લિપમાં લખ્યું છે, 'દાદી 89 વર્ષની ઉંમરમાં નાની થઇ ગઈ!! ઉંમર માત્ર સંખ્યા છે. મને મારી દાદીની ભાવના અને ઉર્જાથી પ્રેમ છે!! જે રીતે તેઓ હજુ પણ દરેક નાની નાની બાબતમાં આનંદ લે છે એને પ્રેમ કરવું. તે અમારા માટે પ્રેરણા છે. એમને આગળ ઘણા જન્મદિવસ અને યાદો માટે શુભેચ્છા.'

    આ પણ વાંચો: મહિલાએ એક સાથે સર્વ કર્યા 15થી વધુ બીયરના ગ્લાસ 

    વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે, અને ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને મિલિયન્સમાં વ્યૂઝ અને લાઇક્સ મળ્યા છે.
    Published by:Damini Damini
    First published:

    Tags: Social Media Viral, Trending, Viral on social media

    विज्ञापन
    विज्ञापन