Home /News /eye-catcher /83 Poster: કપિલ દેવની માતાએ 83ના વર્લ્ડ કપ પહેલા કહી હતી આ વાત, રણવીર કર્યો ખુલાસો

83 Poster: કપિલ દેવની માતાએ 83ના વર્લ્ડ કપ પહેલા કહી હતી આ વાત, રણવીર કર્યો ખુલાસો

83 Poster Ranveer Singh : 83નું પોસ્ટર રણવીર સિંઘે મૂક્યું ઈન્સ્ટાગ્રામ પર

83 Poster : રણવીર સિંહે નવું પોસ્ટર શેર (New Poster of 83 shared by Ranveer Singh)  કર્યું છે. જેમાં તેણે કપિલ દેવનું પ્રેરણાદાયક અવતરણ પણ મૂક્યું છે. નવા પ્રમોશનલ પોસ્ટરમાં રણવીર સિંહ ઇન્ટેન્સ દેખાય છે.

ચાહકો લાંબા સમયથી રણવીર સિંહ (Ranveer singh)ની ફિલ્મ 83ની (83 Movde) રાહ જોઈ રહ્યા છે. આખરે, ફિલ્મનું ટ્રેલર 30 નવેમ્બરે એટલે કે આવતીકાલે રિલીઝ થઈ રહ્યું છે. આ ફિલ્મ 1983ના ક્રિકેટ વર્લ્ડ કપ (Cricket world Cup of 1983 )માં ઈતિહાસ સર્જનાર ભારતીય દિગ્ગજોના કારનામા પર આધારિત છે. આ ફિલ્મમાં રણવીર સિંહે (Ranveer Singh)  વર્લ્ડ કપના હીરો પૂર્વ ક્રિકેટર કપિલ દેવ (Kapil dev Role Played By Ranveer Singh)ની ભૂમિકા ભજવી છે. રણવીરે તેના પાત્ર માટે ખૂબ મહેનત કરી છે. પોતાના લુકથી લઈને ક્રિકેટના મેદાન સુધી રણવીરે કપિલ દેવને ખૂબ સારી રીતે પડદા પર બતાવવાનો પ્રયાસ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, 83 ફિલ્મને કબીર ખાન (83 Movie Director Kabir Khan) દ્વારા ડાયરેકટ કરવામાં આવી છે. જેમાં દીપિકા પાદુકોણ (Deepika Padukone)કપિલ દેવના પત્ની રોમીનું (Kapil Dev's Wife Romi) પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ રિલીઝ તે પહેલાં રણવીર સિંહે નવું પોસ્ટર શેર (New Poster of 83 shared by Ranveer Singh)  કર્યું છે. જેમાં તેણે કપિલ દેવનું પ્રેરણાદાયક અવતરણ પણ મૂક્યું છે. નવા પ્રમોશનલ પોસ્ટરમાં રણવીર સિંહ ઇન્ટેન્સ દેખાય છે.

રણવીર સિંહે કપિલ દેવનું એક અવતરણ ઉમેર્યું

તેણે જર્સી પહેરી છે અને એક હાથમાં બેટ પકડ્યું છે. જ્યારે પોસ્ટરના બીજા અડધા ભાગમાં તેના સાથી ખેલાડીઓ ચહેરા પર સ્મિત સાથે મેદાન પર દોડતા જોવા મળે છે. પોસ્ટર શેર કરતાં રણવીર સિંહે કપિલ દેવનું એક અવતરણ ઉમેર્યું હતું. તેણે લખ્યું કે, "બચપન સે મેરી મમ્મા મુઝે સિર્ફ એક હી ચીઝ કેહતી આયી હૈ - બેટા જીત કે આના, કોઈ બેસ્ટ ઓફ લક નહીં. બાસ જીત કે આના" - કપિલ દેવ, 1983"




ટ્રેલર લોન્ચનું કાઉન્ટડાઉન શરૂ

83 ફિલ્મ આગામી 24 ડિસેમ્બરે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં થિયેટરોમાં રિલીઝ થશે. રણવીર સિંહે ફિલ્મના અન્ય લોકો સાથે પોતાને અને સાકિબ સલીમ, એમી વિર્ક અને તાહિર રાજ ભસિનને દર્શાવતું પોસ્ટર શેર કર્યું હતું અને ટ્રેલર લોન્ચનું કાઉન્ટડાઉન શરૂ કરતાં લખ્યું કે, "લોકો કહે છે તેમ, એકવાર સફળતાનો સ્વાદ માણી જાવ... એટલે જીભ વધુ માંગે છે.' - કપિલ દેવ, 1983.

આ પણ વાંચો : 83 Teaser Out: રણવીર સિંહ-દીપિકા પાદુકોણની '83'નું ટીઝર રીલિઝ, Video જોઈ તમારૂ હૃદય છલકાઈ જશે

ફિલ્મના ટીઝરનું રિલીઝ

ગયા અઠવાડિયે '83'ના નિર્માતાઓએ ફિલ્મના ટીઝરનું રિલીઝ કરીને ઇન્ટરનેટ પર તોફાન મચાવી દીધું હતું. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, સાકિબ સલીમ, એમી વિર્ક, તાહિર રાજ ભસિન, હાર્ડી સંધુ, સાહિલ ખટ્ટર સહિત અન્ય ઘણા કલાકારો છે.
First published:

Tags: 83 Moive, Kapil Dev, Ranveer Singh, બોલીવુડ ન્યૂઝ