Home /News /eye-catcher /મનપસંદ રેસ્ટોરન્ટને બંધ થતી બચાવવા 81 વર્ષીય દાદીએ તેમાં જ શરૂ કરી નોકરી

મનપસંદ રેસ્ટોરન્ટને બંધ થતી બચાવવા 81 વર્ષીય દાદીએ તેમાં જ શરૂ કરી નોકરી

મનપસંદ રેસ્ટોરન્ટ બંધ થતા ત્યાં કામ કરવાનું શરૂ કર્યું 81 વર્ષનાં દાદીએ

ફ્રેન્ચાઇઝી ફાસ્ટ ફૂડ આઉટલેટના માલિક ડેનિયલ ડોક્સસીએ જણાવ્યું કે, ઘટી રહેલો વેપાર અને કર્મચારીઓની કમીએ તેને ડાઇનિંગ હોલ બંધ કરવા મજબૂર કર્યા હતા.

  ઓહિયો (Ohio)માં એક 81 વર્ષીય દાદી (Grand Mother)એ કામદારોની અછત (Labor Shortage)ના કારણે બંધ થઇ રહેલા પોતાના મનપસંદ ડાઇનિંગ રૂમ (Favorite Dining Room) બચાવવા કોઇ પણ પ્રકારના સંકોચ વગર રેસ્ટોરન્ટમાં ડિલીવરીનું કામ શરૂ કરી દીધું. હાલ દાદીનું આ સાહસ ચર્ચાનો મુદ્દો બન્યું છે.

  આ પણ વાંચો-વધુ જુઓ શિયાળામાં મીઠાઈના કિંગ અડદિયાની માંગ વધી, દેશી ઘી અને 40 પ્રકારના મસાલાઓથી બનતી કચ્છની ખાસ અડદિયા મીઠાઈ

  CNN સાથેની વાતચીતમાં 2009માં રિટાયર્ડ થયેલા અને 81 વર્ષીય બોની ઓગસ્ટે કલ્વર્સ રેસ્ટોરન્ટ ખાતે જણાવ્યું કે, હું અહીં આ રેસ્ટોરન્સના ઓપનિંગના દિવસે પણ હાજર હતી અને નિયમિત રીતે અહીં આવતી હતી. કસ્ટર્ડ મને ખૂબ પસંદ છે.

  આ કારણે બંધ કરવું હતું રેસ્ટોરન્ટ- ફ્રેન્ચાઇઝી ફાસ્ટ ફૂડ આઉટલેટના માલિક ડેનિયલ ડોક્સસીએ જણાવ્યું કે, ઘટી રહેલો વેપાર અને કર્મચારીઓની કમીએ તેને ડાઇનિંગ હોલ બંધ કરવા મજબૂર કર્યા હતા.

  આ પણ વાંચો-સુરત: સસરાએ વહુને નવડાવી, બહાર નીકળવા ગઇ તો ગરમ પાણી નાંખી દઝાડી, પતિ અને દીકરો તમાશો જોતા રહ્યાં

  બોનીએ જણાવ્યું કે, હેમબર્ગર અને ફ્રોઝન-કસ્ટર્ડ ચેઇનની ફાઇન્ડલે રેસ્ટોરન્ટ માત્ર ડ્રાઇવ-થ્રુ પર સ્વિચ થતા મે નોકરી માટે અરજી કરી હતી. મને મારી કારમાં બેસીને ખાવું પસંદ નથી. તેમણે રેસ્ટોરન્ટ ખુલ્લુ રાખવું પડશે. હું ત્યાં 10 વર્ષથી જતી હતી.

  રેસ્ટોરન્ટ બચાવવા ઉઠાવ્યું આ પગલું- રેસ્ટોરન્ટ બંધ થવાનું સાંભળતા જ બોનીએ આ બાબતે કંઇ કરવાનું વિચાર્યુ. બોનીએ જણાવ્યું કે, હું રેસ્ટોરન્ટના દરવાજે ગઇ અને તેઓએ મને કહ્યું કે સોરી, અમે રેસ્ટોરન્ટ ઓપન નથી કર્યુ. મે કહ્યું કે હું જાણું છું, હું એપ્લાય કરવા માટે આવી છું.

  આ પણ વાંચો-આણંદ: વિદ્યાર્થિનીને નગ્ન અવસ્થામાં પ્રોફેસરે વિડીયો કોલ કરી બિભત્સ માંગણી

  પતિ ઇજાગ્રસ્ત થતા ફેક્ટરીમાં કર્યુ કામ-  બોની ખરેખર ખૂબ મહેનતું વ્યક્તિ છે. કારણ કે તેના પતિને ઇજાઓ થતા બોનીએ અગાઉ ફેક્ટરીમાં પણ કામ કર્યુ હતું. બોનીએ આ અંગે જણાવ્યું કે, હું તે ફેક્ટરીમાં ગઇ અને મેં તેમને પૂછ્યું કે હું અહીં કામ કરવા અરજી કરી શકું કે નહીં. તેઓએ કહ્યું કે તમે રવિવારે રાત્રે ત્રીજી શિફ્ટથી જ કામ શરૂ કરી શકો છો અને મને પણ તે બરાબર લાગ્યું હતું. કારણ કે હું કામની સાથે મારા બાળકોની સંભાળ રાખવા પણ માંગતા હતી અને નાઇટ શિફ્ટ મારા માટે એકદમ પર્ફેક્ટ હતી.

  2009 માં નિવૃત્ત થયા પછી તેણી મિત્રો અને પરિવાર સાથે તેણીના સ્થાનિક રેસ્ટોરન્ટ કલ્વર્સમાં નિયમિત આવતી હતી. તેથી તેણી જાણતી હતી કે તેણીએ તેમની મદદ કરવી જોઇએ.

  સપ્તાહના 5 દિવસ કરે છે કામ- ઓગસ્ટે જણાવ્યું હતું કે તેણી અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરે છે અને તેણી ગ્રાહકોની કાર પરથી ઓર્ડર લાવવાનું કામ કરે છે. તેણીએ CNNને જણાવ્યું કે, મારું કામ છે લિસ્ટિંગ રનર તરીકેનું. હું હવે ઝડપથી દોડી શકતી તો નથી. પરંતુ હું શક્ય તેટલી ઉતાવળથી ચાલું છું.

  કોવિડ-19ના કારણે લોકોએ છોડી નોકરી- વધુ સારી સુવિધાઓ, લાભો અને પગાર સાથે કામ કરવાની ઇચ્છા ધરાવતા અસંખ્ય લોકોએ અમેરિકામાં જોબ છોડી હતી. હોસ્પિટાલિટી સ્ટાફે આમ કરવા પાછળ કામની વધુ કલાકો, ખરાબ વર્તણૂંક ધરાવતા ગ્રાહકો અને કોવિડ-19ના કારણે નોકરી છોડી હોવાનું ટાંક્યું છે.

  મોટી ફ્રેન્ચાઇઝી પણ ડીલીવરી મોડ તરફ વળી- અમેરિકામાં ચિક-ફિલ-એ, વેન્ડીઝ અને મેકડોનાલ્ડ્સ જેવી નામાંકિત ફૂડ ચેઇન સહિત અનેક રેસ્ટોરન્ટ્સને પૂરતો સ્ટાફ ન મળતા તેમના ડાઇનિંગ રૂમ બંધ કરી રહી છે અને ડ્રાઇવ-થ્રુ અને ડિલિવરી તરફ વળ્યા છે. જ્યારે માલિકોનું કહેવું છે કે, આમ કરીને તેઓ વધુ સારી અને ઝડપી સર્વિસ આપી શકે છે અને કામદારો પરનો ખર્ચ પણ ઘટાડી શકે છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Great Grandmother, JOB at 81, Ohio, Restaurant, USA

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन