Home /News /eye-catcher /હું વાસણ બહું જ સરસ રીતે ધોઈ શકુ છું, પ્લીઝ મને નોકરી આપો: 8 વર્ષનું બાળક નોકરી માટે રેસ્ટોરન્ટમાં પહોંચ્યું
હું વાસણ બહું જ સરસ રીતે ધોઈ શકુ છું, પ્લીઝ મને નોકરી આપો: 8 વર્ષનું બાળક નોકરી માટે રેસ્ટોરન્ટમાં પહોંચ્યું
child labour
આ ઘટના અમેરિકાના કેંટકીની છે. અહીં લેક્સિંગટનમાં રહેતા 8 વર્ષના બાળક નૈશ જોનસન તેના ઘરની બાજૂની રેસ્ટોરન્ટ પર લાગેલા બોર્ડને જોયા બાદ ત્યાં પહોંચી જાય છે.
8 year old applied for dishwashing job: આમ તો સમગ્ર દુનિયા બાળમજૂરીની વિરુદ્ધમાં છે. બાળકોને નાની ઉંમરમાં કામ પર મોકલવા ગુનો છે, પણ જ્યારે બાળક સામેથી નોકરી લેવા આવી જાય તો શું કરવું. આવી સ્થિતીમાં લોકો મોટા ભાગે બાળકની મદદ કરે છે અને તેમને પૈસા અને ખાવા પીવાની વસ્તુઓ પણ મોકલે છે. આજે અમે આપને આવા જ એક છોકરા વિશે બતાવીશું, જેને આમ તો કોઈ કમી નહોતી, પણ તેને નોકરી કરવી હતી, જરાં વિચારે, આખરે કેમ ?
આપની આજૂબાજૂમાં અથવા ઘરમાં જો કોઈ 7-8 વર્ષનું બાળક હોય, આપ જાણતા હશો કે, આ ઉંમરમાં બાળકો ગણિતના સવાલો અને વિષયોમાં ગુંચવાયેલા રહે છે, પણ આ ઉંમરમા એક 8 વર્ષનું બાળક ખુદ વેકેન્સી જોયા બાદ નોકરી માગવા પહોંચી જાય છે. બાળકે એવું પણ કહ્યું કે, તે વાસણ ખૂબ જ સારી રીતે ધોઈ આપશે. તેથી તેની ઉંમર ધ્યાને ન લઈ તેને નોકરીએ રાખી લેવામાં આવે. આપ પણ વિચારી રહ્યા હશો કે, બાળકની કોઈને કોઈ મજબૂરી રહી હશે. પણ જનાબ આ આજકાલના બાળકો છે, મજબૂરીથી વધારે તેમનું દિમાગ ચાલે છે.
વાસણ ધોઈને કમાઈ લઈશ, પોકેટ મની ઓછી છે
આ ઘટના અમેરિકાના કેંટકીની છે. અહીં લેક્સિંગટનમાં રહેતા 8 વર્ષના બાળક નૈશ જોનસન તેના ઘરની બાજૂની રેસ્ટોરન્ટ પર લાગેલા બોર્ડને જોયા બાદ ત્યાં પહોંચી જાય છે. બોર્ડ પર લખ્યું હતું, હેલ્પરની જરુર છે અને કામ હતું વાસણ ધોવાનું. નૈશને આ કામ લાયક લાગ્યું અને તે ફટાફટ ત્યાં પહોંચી ગયો. WCNC સાથે વાત કરતા નૈશે કહ્યું કે, તેને આ પૈસા કમાવાનો સરળ રસ્તો લાગ્યો, કારણ કે વાસણ સારી રીતે ધોઈ શકે છે. છોકરાનું કહેવું હતુ કે, તેને અઠવાડીયામાં 408 રૂપિયા પોકેટ મની મળે છે. જે તેના માટે પુરતી નથી. તેથી તે પૈસા કમાવા માગે છે. જેથી તે પોતાના મિત્રો સાથે પ્લે સ્ટેશન જોઈન કરી શકે.
રમવા માટે બાળ મજૂરી કરવા તૈયાર
ખુદ બાળકે જણાવ્યું કે, તેની મજબૂરી ફક્ત ને ફક્ત પોતાના પ્લે એક્સબોક્સ માટે પૈસા ભેગા કરવાની હતી. જો કે, તકલીફ એ થઈ કે, 16 વર્ષ પહેલા તેને નોકરી આપી શકે નહીં. નૈશની માએ જણાવ્યું કે, તેમનો દીકરો આર્થિક રીતે આત્મનિર્ભર થવાનું જાણે છે. તે ઘરે પણ પોતાના બચાવેલા રૂપિયામાં ખર્ચ કરે છે અને પૈસા સાચવી રાખે છે. રેસ્ટોરન્ટે બાળકને નોકરી તો ન આપી પણ તેને બોલાવીને એક્સબોક્સથી સરપ્રાઈઝ જરુર આપી. જો કે, બાળકનું કહેવું છે કે, તે ઈચ્છતો હતો કે, મને જે મળ્યું તે જો મારી કમાણીથી મળ્યું હોત તો વધારે સારુ થાત.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર