OMG: દત્તક લીધેલી 8 વર્ષની બાળકી 30 વર્ષની નીકળી, આવી રીતે થઇ જાણ

દત્તક લીધેલી બાળકીની તસવીર

શારીરિક ગતિવિધિઓ ઉપર શક જતા દંપતીએ ડૉક્ટરનો સંપર્ક કર્યો તો હેરાન કરનારી બાબત જાણવા મળી હતી.

 • Share this:
  ન્યૂઝ18ગુજરાતીઃ વર્ષ 2010માં અમેરિકન દંપતીએ (American couple )8 વર્ષની એક બાળકીને દત્તક લીધી હતી. થોડા દિવસો પછીની શારીરિક ગતિવિધિઓ ઉપર શક જતાં દંપતીએ ડૉક્ટરનો (Doctor) સંપર્ક કર્યો તો હેરાન કરનારી બાબત જાણવા મળી હતી. ડૉક્ટરે જણાવ્યું હતું કે, બાળકીની ઉંમર 8 વર્ષની નહીં પરંતુ 14 વર્ષથી વધારે છે.

  ડેઇલી સ્ટારના સમચાર પ્રમાણે આ ઘટના અમરિકાના ઇન્ડિયાનાની (Indiana) છે. જ્યાં એક દંપતીએ 2010ના વર્ષમાં એક છોકરીને દત્તક લીધી હતી. આ છોકરી કદકાઠીથી એવી હતી કે તેના ઉપર કોઇને શક ન જાય કે તેની ઉંમર કેટલી છે. જોકે, થોડા દિવસ પછી દંપતી છોકરી ઉપર આરોપ લગાવ્યો છે કે છોકરી પોતાના બાયોલોજિકલ માના કહેવા ઉપર પરિવારને ખતમ કરવાનું ષડયંત્ર રચી રહી હતી.

  નટાલિયા નામની આ યુવતી એક દુર્લભ પ્રકારના વામનપણાનો શિકાર છે. દત્તક (Adopted) લેનાર માતા-પિતા ક્રિસ્ટીન અને માઇકલ બાર્નેટે છોડ્યા પછી આ એક ક્રિમિનલ કેસના કેન્દ્રમાં છે. ક્રિસ્ટીન અને માઇકલ ઉપર પણ આરોપ છે કે, તેમણે યૂક્રેનની ત્રણ ફૂટની આ વયસ્ક યુવતીનો ખ્યાલ રાખ્યો નહી. હવે માઇકોલાઇવની રહેનારી 40 વર્ષની તેની બાયોલોજિકલ મા એના વોલોડાયમિવ્રના ગાવા સામે આવી છે. જેનું માનવું છે કે, તેની બેટીને એક બાળક છે જે 16 વર્ષનું છે.

  આ પણ વાંચોઃ-તસવીરોઃ 160 ફૂટ ઉપર હવામાં ડિનરની મજા માણવી હોય તો આ જગ્યાએ જાઓ

  એનાએ કહ્યું કે, આ આરોપો વિશે જાણીને હેરાન છે. અને આ અંગે તેણે ખુલાસો કર્યો છે કે, બાળકી વિકલાંગ (Deformed) હોવાના કારણે દત્તક આપી હતી. તેણે દાવો કર્યો હતો કે તેની માતા અને ડૉક્ટરો બંને તેમને કહ્યું હતું કે, તેઓ બાળકીનો સાથ છોડી દે. પોતાનું જીવન બર્બાદ ના કરે.

  આ પણ વાંચોઃ-દીકરાના મોત બાદ પણ હાર ન માની, 70 વર્ષની મહિલાએ જીતી 'Death race'

  એકલી છોડીને જતા રહ્યા હતા માતા-પિતા
  નટાલિયા હવે 36 વર્ષના ઇસાઇ પાદરી એન્ટોન મેન્સ અને તેમની પત્ની સિંથિયા અને તેમના પાંચ બાળકો સાથે ઇન્ડિયાના અમેરિકામાં રહે છે. અભિયોજકોનો દાવો છે કે બર્નેટ્સ તેને ફ્લેટમાં એકલી છોડને કેનેટા શિફ્ટ થયા હતા. ક્રિસ્ટીને દાવો કર્યો હતો કે નટાલિયા વયસ્ક છે અને તે તેના પરિવારને મારવા માંગતી છે. તે વર્ષ 2010માં તેને પહેલીવાર મલી હતી. તે યુક્રેનથી હતી. તેમને લાગ્યું કે તે અનાથ છે એટલા માટે તેમણે તેને દત્તક લીધી હતી. જોકે ડૉક્ટરોએ તેની ઉમર 8 વર્ષ જણાવી હતી. તો પણ ક્રિસ્ટિનને તેના ઉપર શક હતો.

  આ પણ વાંચોઃ-બાળકની live ચોરીઃ બસ સ્ટેન્ડ ઉપર માતા સાથે ઊંઘતા બાળકને કપલ ઉઠાવી ગયું

  ક્રિસ્ટીને જણાવ્યું હતું કે, તે અડધી રાત્રે તેમના વચ્ચે આવીને ઊભી રહેતી હતી. એટલા માટે તેઓ ઊંઘી શકતા ન્હોતા. ક્રિસ્ટીને બતાવ્યું કે ઘરના બધાજ ધારદાર હથિયાર સંતાડી દીધા હતા.

  નટાલિયાને રાજ્યના મનોચિકિત્સા યુનિટમાં ભરતી કરાવવામાં આવી હતી. કારણ કે કથિત રીતે બીજા માટે ખતરા બની ગઇ હતી. તેમે એક નર્સને કહ્યું હતું કે, તેની ઉમર 18 વર્ષ છે. 2012માં લખાયેલી ડોક્ટરની એક ચીઠ્ઠી પ્રમાણે નટાલિયાનો 2003ની જન્મ તારીખ ખોટી છે. આ પહેલા માઇકલ ક્રિસ્ટીનને આરોપ લગાવ્યો હતો કે તેની બાળકીની ઉમર 30 વર્ષની છે.
  Published by:ankit patel
  First published: