73 વર્ષનો વિદ્યાર્થી જાય છે સ્કૂલ, ધો.5માં કરે છે અભ્યાસ

મિજોરમના ચમ્ફાઇ જિલ્લાના ન્યૂ રુઆઈકોન ગામમાં 73 વર્ષનો એક વિદ્યાર્થી સ્કૂલ જઇને અભ્યાસ કરે છે. આ વૃદ્ધ વિદ્યાર્થિનું નામ લાલરિંગથારા છે.

News18 Gujarati
Updated: April 15, 2018, 5:05 PM IST
73 વર્ષનો વિદ્યાર્થી જાય છે સ્કૂલ, ધો.5માં કરે છે અભ્યાસ
મિજોરમના ચમ્ફાઇ જિલ્લાના ન્યૂ રુઆઈકોન ગામમાં 73 વર્ષનો એક વિદ્યાર્થી સ્કૂલ જઇને અભ્યાસ કરે છે. આ વૃદ્ધ વિદ્યાર્થિનું નામ લાલરિંગથારા છે.
News18 Gujarati
Updated: April 15, 2018, 5:05 PM IST
મિજોરમના ચમ્ફાઇ જિલ્લાના ન્યૂ રુઆઈકોન ગામમાં 73 વર્ષનો એક વિદ્યાર્થી સ્કૂલ જઇને અભ્યાસ કરે છે. આ વૃદ્ધ વિદ્યાર્થિનું નામ લાલરિંગથારા છે. જેમણે ઉમરના આ પડાવમાં પોતાના સપનાને પૂરા કરવાનું નક્કી કરી દીધું છે. લાલરિંગથારાએ ગાંમના એકમાત્ર માધ્યમિક સ્કૂલમાં પાંચમા ધરણમાં એડમિશન કરાવ્યું છે.

2 વર્ષની ઉમરમાં ગુમાવી પિતાની છત્રછાયા
1945માં ભારત-મ્યાંમાર બોર્ડરની પાસે અુઆંગલેંગ ગામમાં જન્મેલા લાલરિંગથારાએ બે વર્ષની ઉમરમાં જ પોતાના પિતાને ગુમાવ્યા હતા. પિતના મોત બાદ તેઓ પોતાની માતાનો એક માત્ર સહારો હતા. બાળપણમાં જ તેઓ ગુજરાન ચલાવવા માટે માતાને મદદ કરવા ઘરના કામ કરવા લાગ્યા હતા. તેઓ ખેતરમાં જઇને પણ કામમાં મદદ કરતા હતા. તેઓ ક્યારેય માતાને એકલી મુકતા ન્હોતા. પિતાના મોત બાદ ઘરની પરિસ્થિતિના કારણે અભ્યાસ છૂટી ગયો. લાલરિંગથારાનું અભ્યાસ કરવાનું સપનું એ સપનું જ બનીને રહી ગયું.

દિવસે સ્કૂલ અને રાત્રે ચોકીદાર તરીકે કરે છે નોકરી

ઘર ચલાવવા માટે નોકરની તલાશમાં લાલરિંગથારા આમ-તેમ ભટતકાત રહ્યા. તેમનું કોઇ સ્થાયી ઠેકાણું ન્હોતું. કેટલાક વર્ષો પહેલા તેઓ પોતાનું ગામ છોડીને ન્યૂ રુઆઇકોન ગામમાં હમેશા માટે સ્થાયી થઇ ગયા હતા. અહીં તેઓ એક ચર્ચમાં ચોકીદાર તરીકે નોકરી કરવા લાગ્યા પરંતુ અભ્યાસ કરવાનું તેમનું સપનું ક્યારેય શાંતિથી સુવા ન્હોતું દેતું. પોતાનું સપનું સાકાર કરવા માટે છેવટે તેમણે સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. હવે તેઓ દિવસે સ્કૂલ જાય છે અને રાત્રે ચોકીદાર તરીકે નોકરી કરે છે.

અંગ્રેજી બોલવા અને લખવા માંગે છે
લાલરિંગથારા મીઝો ભારામાં વાંચી-લખી શકે છે. અંગ્રેજીમાં તેમને ખુબ જ લગાવ છે. તેમને હંમેશા માટે આ વિષયમાં બોલવા અને લખવા ઇચ્છે છે. ભણવાનું એટલો જનૂન અને અંગ્રેજી શિખવાની આ ધૂનને લાલરિંગથારાને સ્કૂલમાં પ્રવેશ કરાવ્યો.
Loading...

પોતાનાથી 60 વર્ષ નાના બાળકો સાથે ક્લાસરૂમમાં અભ્યાસ કરવો લાલરિંગથારાને થોડુંક અજીબ લાગતું હશે. પરંતુ પોતાના સપાને પૂરા કરવા માટે તેમણે ખચકાટને દૂર કરી દીધો છે. બાળપણમાં સ્કૂલ નહીં જઇ શકવાનો બોજો એક બોજો એમના ખભા પર છે. હવે લાલરિંગથારા એજ ખભા પર સ્કૂલબેગ ભરાવીને એ બોઝને ઉતારી રહ્યા છે. તેઓ આ ગામ માટે જ નહીં પરંતુ દેશ અને દુનિયા માટે પણ એક મિસાલ છે.
First published: April 15, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर