Home /News /eye-catcher /Example Of Great Love: 61 વર્ષની વૃદ્ધે 24 વર્ષના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા, હવે બાળકનું પ્લાનિંગ કરે છે!

Example Of Great Love: 61 વર્ષની વૃદ્ધે 24 વર્ષના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા, હવે બાળકનું પ્લાનિંગ કરે છે!

61 વર્ષના દાદીને હોટેલમાં 24 વર્ષના યુવક પ્રેમ થયો હતો.

Love has no age: પ્રેમની કોઈ ઉંમર હોતી નથી. આ કહેવત અમેરિકાના એક યુગલે સાબિત કરી બતાવી છે. આ યુગલની ઉંમર વચ્ચે 37 વર્ષનું અંતર છે. મહિલાને 17 પૌત્રો છે. 61 વર્ષની દાદીએ 24 વર્ષના યુવક સાથે પ્રેમ સંબંધ હતા. બંનેના લગ્ન ટિકટૉક પર લાઈવ જોવામાં આવ્યા હતા. તેમના લગ્નને 2.2 મિલિયન લોકોએ લાઈવ નિહાળ્યા હતા. કેટલાક લોકોએ બંનેના લગ્નને લઈને તેમની ટીકા પણ કરી તો કેટલાક લોકોએ તેમની પ્રશંસા કરી હતી.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ ‘પ્રેમની કોઈ ઉંમર નથી હોતી’ આ કહેવત અમેરિકાવા એક યુગલ પર એકદમ બંધ બેસે છે. આ યુગલની ઉંમર વચ્ચે 37 વર્ષનો તફાવત છે. મહિલાને 17 પૌત્રો છે. અહીં આપણે વાત કરી રહ્યા છીએ, 61 વર્ષની દાદી ચેરિલ મેકગ્રેગોરની કે જેમણે 24 વર્ષના કુરન મેકનેન સાથે લગ્ન કર્યા છે. આ યુગલ જોર્જિયાનું રહેવાસી છે. બંનેના લગ્ન સપ્ટેમ્બર 2021માં થયા હતા. લગ્ન બાદ હવે તેઓ બાળક માટે પ્લાનિંગ કરી રહ્યા છે.

    પ્રથમ વાર 2012માં હોટલમાં મુલાકાત થઈ


    ઉંમરના આટલા અંતરને જોઈને આ યુગલને લોકોની ટીકાઓ પણ સાંભળવી પડે છે, પરંતુ તે છતાં બંને સાથે જ રહે છે. કુરન મેકનેન સાથે ચેરિલ મેકગ્રેગોરની પહેલી મુલાકાત 2012માં એક હોટલમાં થઈ હતી, જ્યારે તેની ઉંમર માત્ર 15 વર્ષ હતી. ત્યારે મેકકેન એક રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો અને ચેરિલનો પુત્ર ક્રિશ ત્યાં મેનેજર હતો. જો કો થોડા સમય પછી બંનેના સંપર્ક તૂટી ગયા હતા.

    પ્રેમ સંબંધ બાદ યુગલે કર્યા હતા લગ્ન


    એકબીજાથી અલગ થયા બાદ 4 નવેમ્બર 2020ના રોજ ફરીથી તેમની મુલાકાત થઈ હતી. ચેરિલ મૈકગ્રેગોરએ જ્યારે કુરન મેકનેનને એક સ્ટોરમાં કેશિયરનું કામ કરતા જોયો, ત્યારબાદ બંને ફરીથી મળવા લાગ્યા અને તેમને પ્રેમ થઈ ગયો હતો. હવે તેમના લગ્ન પણ થઈ ચૂક્યા છે, આ યુગલ સોશિયલ મીડિયા પણ ઘણા એક્ટિવ રહે છે. ડેઇલીમેઇલના રિપોર્ટ અનુસાર, ટિકટૉક પર તેમના 8 લાખથી વધારે ફોલોઅર્સ છે.

    આ પણ વાંચોઃ લવ કે અરેન્જ મેરેજ , લગ્ન પછી અપનાવવી પડશે આ 4 વાત

    ટિકટૉક પર લાઈવ લગ્ન કર્યા


    બંનેના લગ્ન ટિકટૉક પર લાઈવ જોવામાં આવ્યા હતા. તેમના લગ્નને 2.2 મિલિયન લોકોએ લાઈવ નિહાળ્યા હતા. કેટલાંક લોકોએ બંનેના લગ્નને લઈને તેમની ટીકા પણ કરી તો કેટલાક લોકોએ તેમની પ્રશંસા કરી હતી. તેમના લગ્ન પર બંનેએ કહ્યું હતું કે, તેમને દુનિયાથી ફરક પડતો નથી. લગ્નના દિવસે ચેરીલ ચમકદાર નેલપેન્ટ સાથે લગ્નના પોશાકમાં હતી તો કરન મેકકેન સફેદ રંગના શૂટમાં હતો.

    આ પણ વાંચોઃ એક ચકલીએ 14000 લોકોની ઉંઘ ઉડાડી, આખું શહેર થયું પરેશાન

    હાલ બાળક માટે પ્લાનિંગ કરી રહ્યા છે


    લગ્ન પછી હવે આ યુગલ બાળક માટે પ્લાનિંગ કરી રહ્યું છે, ચેરિલનું કહેવુ છે કે, તેમની ઉંમર બહુજ વધારે થઈ ગઈ છે એટલે પોતે ગર્ભવતી નથી થઈ શકતી. એવામાં તેઓ સેરોગેસી કે બાળક દત્તક લેવાની તૈયારી કરી રહ્યા છે. બાળક માટે પ્લાનિંગ કરીને આ યુગલે શોપિંગ પણ શરૂ કરી દીધી છે. બાળકના રૂમને સજાવવામાં આવી રહ્યો છે. આ સાથે તેની જરૂરિયાતની વસ્તુઓની શોપિંગ કરવામાં આવી રહી છે. ચેરિલના પરિવારના ઘણા સદસ્ય તેને સપોર્ટ કરી રહ્યા છે. ચેરિલનું કહેવું છે કે, હું કુરનના બાળકની માતા બનવા માંગુ છું. તેના સબંધોના વિશે ચેરિલ જણાવે છે કે, તેઓ એકબીજાને બહુ જ પ્રેમ કરે છે અને જીવનમાં બહુ જ ખુશ છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Love marriage, Marraige, Old lady

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन